________________
ઉપદેશપદ : ભાગ-૨
એટલામાં વિદ્યાધરી પોતાના સ્થાને પાછી ગઈ. પછી વિવિધ વિનયના ઉપચારોથી સત્કાર કરીને મંત્રી તે રત્નશિખને વસતેજ રાજા પાસે લઇ ગયો. ગજવર પણ મહા મહાવતવડે વશ કરાયો. પછી ‘મારું પ્રયોજન સિદ્ધ થયું છે' એમ હર્ષને પામેલો વસતેજ રાજા સુગ્રીવ નગરમાં પહોંચ્યો. પછી અનેક પ્રકારના સન્માન અને મહાર્થના પ્રદાનપૂર્વક આઠ કન્યાઓને પરણાવીને પોતાના રાજ્ય ઉપર રત્નશિખને સ્થાપ્યો અને કહ્યુંઃ કે મહાભાગ! ભગવાન સુમંગલ કેવલીના વચનથી સંસારના અસારપણાને જાણીને હું નરકના નિવાસનું કારણ એવા રાજ્યના બંધનથી ઘણો નિર્વેદ પામ્યો છું. મારે બીજો કોઇ રાજ્ય સંભાળે તેવો નથી અને તે જ ભગવાન વડે ગંધહસ્તીના ગ્રહણના સંકેતથી તું ઉપદેશ કરાયો છે. તેથી આ લોક અને પરલોકની અવિરુદ્ધ વ્યવહારથી હું જીવન જીવીશ માટે હમણાં મને રજા આપો જેથી દીક્ષાનો સ્વીકાર કરું. રત્નશિખે પણ દાક્ષિણ્યના સારથી તેની પ્રાર્થના સ્વીકારી અને વિચાર્યું કે સ્વાધીન રાજ્યશ્રીને જીર્ણ ઘાસની જેમ એકાએક છોડે છે. અહો! સાહસથી ભરેલું ઉત્તમ ચિરત્ર આશ્ચર્યભૂત છે. અથવા વિરક્ત ચિત્તવાળા પુરુષો જલદીથી લક્ષ્મીને છોડે એમાં શું આશ્ચર્ય છે? જણાયો છે અનર્થ જેઓ વડે એવા જીવો ખરેખર સુંદર પણ ભોજન કરેલા આહારને વમે છે. પછી પ્રશસ્ત તિથિ, કરણ અને મુહૂર્તો વસતેજ રાજાએ ગુરુની પાસે શ્રમણધર્મ સ્વીકાર્યો. રત્નશિખ પણ સમ્યક્ત્વ પામ્યો અને મહારાજા થયો.
૫૧૭
હવે જણાયો છે વૃત્તાંત જેનાવડે એવો શિવેગ રાજા સકલ સૈન્યની સમૃદ્ધિથી ત્યાં આવ્યો અને રત્નશિખને પોતાની ચંદ્રપ્રભા પુત્રી આપે છે અને અનેક હજાર વિદ્યાના પરિવારથી સહિત, ઉપાયના સારવાળી, ઇચ્છિત વિહારને સાધનારી એવી અપરાજિત વિદ્યાને વિધિપૂર્વક આપે છે. આ વ્યતિકરને જાણીને બળથી ઉન્મત્ત થયેલો સુવેગ વિદ્યાધર હાથીનું રૂપ લઇને સુગ્રીવપુરના નજીકના વનમાં આવ્યો. રત્નશિખ પણ કૌતુકના વશથી તેને ગ્રહણ કરવાની લાલસાવાળો, અલ્પ સૈન્યની સાથે, સિંહની જેમ તેને ગ્રહણ કરવા જલદીથી તે વનમાં આવ્યો. પછી વિચિત્ર પ્રકારના સાધનોથી તેને ક્રીડા કરાવીને જેટલામાં તે તેની ઉપર આરૂઢ થયો તેટલામાં આ હાથી એકાએક આકાશમાં ઊડ્યો. પછી તેણે ઉત્કંઠાથી વજૂદંડ જેવી પ્રચંડ મુદ્ધિથી તેના મસ્તક પ્રદેશમાં તાડન કર્યું. પછી મહાપ્રહારથી પીડાયેલો, ભુલાઇ ગયું છે મંત્રનું ચિંતવન જેના વડે એવો તે સ્વભાવિક રૂપવાળો થઇને પૃથ્વી તલ ઉપર પડ્યો. આ કોણ છે? એમ વિસ્મયપૂર્વક જોતા રત્નશિખે “નમો અરિહંતાણં” એમ બોલતા સુવેગ વિદ્યાધરને સાંભળ્યો. તે વખતે અહો! આ સાધર્મિકની મેં આશાતના કરી એમ ભયથી પાણીના સિંચન અને પવનાદિના પ્રયોગથી સ્વસ્થ કરીને રત્નશિખે કહ્યું: હે મહાવત! તારું સમ્યક્ત્વ સુંદર છે! સુંદર છે! જે આપત્તિ કાલે પણ તું નમસ્કારનું સ્મરણ કરે છે.