________________
૫૦૬
ઉપદેશપદ : ભાગ-૨ કુશળ છે ને? એમ સ્નેહપૂર્વક બોલાવાતી તેઓએ કહ્યું: તમારી કૃપાથી હમણાં કુશલ સંભવે છે. તો પછી તમારો અસંભાવનીય વૃત્તાંત શું છે? એમ પૂછાયેલી તેઓએ પોતાના વૃત્તાંતને જણાવ્યો.
અહીંથી ઉત્તરદિશામાં ગંગા મહાનદીના પેલા કાંઠે સર્વ સુખો જેની પાસે રહેલા છે એવા સુભદ્ર નગરમાં પ્રશસ્ત કાર્યોને આચરનારો ગંગાદિત્ય નામનો પ્રધાન (મુખ્ય) શ્રેષ્ઠી છે. તેને કુલાંગનાના સકલ ગુણોને ધરનારી વસુધારા પત્ની છે. તેને સંપૂર્ણ ગુણોથી યુક્ત આઠ પુત્રોની ઉપર થયેલી અમે જયા અને વિજયા નામની બે યુગલિક પુત્રીઓ છીએ. માતા અને પિતાના મનોરથોની સાથે વધતી અમે યૌવનરૂપી રાજાને રહેવા માટે રાજધાની સમાન થઈ. તે જ ગંગાનદીની નજીકના વનખંડમાં પોતાની ક્રિયામાં સુસ્થિત, પ્રિયભાષી પ્રાસંગિક કથા આદિ કરવામાં નિપુણ, નિમિત્તમાં કુશલતા પ્રાપ્ત કરનાર, દર્શનીય, મધ્યસ્થ ભાવને બતાવતો, બહુજનને સંમત એવો સુશર્મા નામે પરિવ્રાજક હતો. તે એકવાર અમારા પિતાવડે ગૌરવપૂર્વક ભોજન માટે આમંત્રણ કરાયો અને તેના પગનું પ્રક્ષાલન કરી ઉત્તમ આસન ઉપર બેસાડાયો. કલમ ભાતાદિ ભોજન પીરસવામાં આવ્યું. તે વખતે પિતાના આદેશથી અને તેને વીંઝણાથી પવન નાખવાનું શરૂ કર્યું. પછી તે પરિવ્રાજક અમારા રૂપને જુએ છે ત્યારે આ અયુક્તકારી છે એમ વિચારીને કામદેવે તેને સર્વ બાણોથી વિંધ્યો. પછી તે વિચારવા લાગ્યોઃ જો સનાથ એવો હું આ તરુણીઓની સાથે રતિસુખ ન માણું તો વ્રતનો પાંખડ બળો, ધ્યાનના ગ્રાહને (વળગાળને) ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, શિવપુરનો વિલય થાઓ, વૈકુંઠના સ્વર્ગ ઉપર વધૂ પડો. તેથી હું નિશ્ચિયથી પોતાને મૃતકસમાન માનું છું. તથા જો અપ્સરાઓ વડે બ્રહ્મા ક્ષોભ પમાડાયો, ગંગાગોરીવડે શંકર ક્ષોભ પમાડાયો, ગોપીઓવડે કૃષ્ણ ક્ષોભ પમાડાયો તો પછી મારે વ્રતનું અભિમાન કેવું? આ પ્રમાણે કરાયો છે વિકલ્પ જેના વડે, વિચારાયો છે પ્રિયાના લાભનો ઉપાય જેનાવડે એવો પરિવ્રાજક ભોજન કરવાનું છોડી દઈને કંઈપણ ધ્યાન કરતો રહ્યો અને ઉત્કંઠાથી શ્રેષ્ઠીએ કહ્યું કે હમણાં ભોજન કરો ચિંતવનથી શું? ઠંડુ થયેલું ભોજન સુખકારક થતું નથી. પછી ફરી ફરી શ્રેષ્ઠીવડે કહેવાતા પરિવ્રાજકે કહ્યું. આવા પ્રકારના દુઃખીઓને ભોજનથી શું? પછી કેટલાક કોળિયાનું ભોજન કર્યું ત્યારે શ્રેષ્ઠીએ પરિવ્રાજકને પુછ્યું: તમે દુઃખી કેમ છો? પિતાવડે આગ્રહથી પુછાયેલા પરિવ્રાજકે કહ્યું: સંસારનો જેણે ત્યાગ કરી દીધો છે એવા અમને તમારા જેવા સુજનનો સંગ ઉદ્વેગનું કારણ બને છે આથી તમને મારું અકુશલપણું કહેવાને શક્તિમાન નથી. આટલું પણ તમને કહેવા સમર્થ નથી એમ બોલતો પોતાના સ્થાને ગયો. અરે! આ શું? વ્યાકુળ મનવાળા શ્રેષ્ઠીએ ત્યાં જઈને સવિશેષ આદરપૂર્વક એકાંતમાં પૂછ્યું ત્યારે તેણે કહ્યું. હું શું કરી શકું? એક બાજુ વાઘ છે અને બીજી બાજુ બે કાંઠે વહેતી