________________
પ૦૫
ઉપદેશપદ : ભાગ-૨ તેણે ગવેષણા કરી. પછી કુટ્ટિનીવડે કહેવાય કે તમારા દાનથી સર્યું. મારા પરિજનને આળ ન આપીશ. પછી ખરેખર આણે મણિ લીધો છે નહીંતર કેવી રીતે આ પ્રયોજન સિદ્ધ થઈ ગયું હોય તેની જેમ નિર્દાક્ષિણ્યથી આલાપ કરે? એમ સંભાવના કરીને ગુસ્સાથી તેના ઘરેથી નીકળી ગયો. લજ્જાથી રાજાને પણ વિનંતિ નહીં કરવા ઇચ્છતા સુમિત્રે દેશાંતર પ્રયાણ કર્યું. અને વિચારે છે કે–અજ્ઞાનને ધિક્કાર થાઓ! લોભથી જર્જરિત થયેલી કુટ્ટિનીએ જેટલું માગ્યું તેટલું આપ્યું. તેનો પુણ્યોદય છતાં તૃષ્ણા પ્રવર્તિતી રહી, અર્થાત્ ચાલુ રહી. પરમાર્થનો વિચાર નહીં કરનારી, વિશ્વાસુને દ્રોહ આપવાના ભાવવાળી એવી તે પાપીણી વડે ફક્ત હું જ ઠગાયો નથી પરંતુ તેણે પોતાને પણ ઠગ્યો છે. જેનાવડે વિધિ અને મંત્ર જણાયો નથી, મણિ હોવા છતાં સામાન્ય પથ્થરાની જેમ તેને થોડું પણ મનઈચ્છિત નહીં આપે. એવો તે કયો ઉપાય છે જેનાથી હું તેનું પ્રિય કરું અને પોતાના માહભ્યને બતાવી તે શ્રેષ્ઠ રત્નને ગ્રહણ કરું. ઉપકારીઓના ઉપકારનો બદલો ન વાળે, વૈરીઓના વૈરનો બદલો ન વાળે તો તેના પરાક્રમને ધિક્કાર થાઓ.
આ પ્રમાણે વિવિધ વિકલ્પો રૂપ મોજાઓથી વ્યાકુલ થયું છે મન જેનું એવો તે પરિભ્રમણ કરતો કયારેક વિચિત્ર મહેલોની શ્રેણીથી સુંદર, નંદનવનનું અનુકરણ કરે તેવા ભવન અને ઉદ્યાનોથી શોભિત, શ્રેષ્ઠ કિલ્લાના વલયથી આલિંગિત, લોકોની અવરજવર વિનાના એક અતિ રમણીય નગરને જુએ છે અને અતિવિસ્મિત થયેલો સુમિત્ર તે નગરમાં પ્રવેશ્યો. કિલકિલારવ કરતા વાંદરાઓના સમૂહથી અલંકૃત દેવકુલોને જોતો, ઘુર દુર અવાજ કરતા ભયંકર વાઘોથી અતિભયંકર બનેલા ઘરોને જોતો, નવીન (યુવાન) સર્પોની કાંચળીઓના તોરણને જોતો રાજમંદિરે પહોંચ્યો. ત્યાં પણ કોઈ મનુષ્યને નહીં જોતો, સુમિત્ર સુંદરતા નિહાળવામાં ઉત્સુક સાતમા માળ ઉપર ચઢ્યો અને ત્યાં કુંકુમરાગથી લાલ-પીળું રંગાયું છે શરીર જેનું, કપૂરની રજથી સફેદ કરાયું છે મસ્તક જેનું, સુગંધી ફુલની માળાથી સુશોભિત કરાઈ છે સરળ ડોક જેની, લોખંડની ભારે સાંકળથી બંધાયા છે ચરણ જેના એવા ઊંટડીના યુગલને જુએ છે. પછી વિચારે છે કે અહીં શૂન્ય નગરમાં ઊંટડીઓ ક્યાંથી આવે? અથવા ઉપભોગની સામગ્રીથી સહિત શરીરવાળી અહીં કેવી રીતે ચડે? એમ વિતર્ક કરતો ગવાક્ષમાં રહેલા બે દાબડાને જુએ છે. તેમાં પણ એકમાં સફેદ અંજન છે અને બીજામાં કાળું અંજન છે અને અંજનસળીઓ દેખવાથી આ જોગ-સંજન છે એમ નિશ્ચય કર્યો. અને સફેદ પાંપણવાળી ઊંટડીઓની આંખોને જુએ છે તેથી ખરેખર સફેદ અંજનથી આ મનુષ્ય સ્ત્રીઓ ઊંટડીઓ કરાઈ છે અને આ કાળા અંજનથી તેઓનો મૂળ ભાવ ક્યારેક પ્રકટ થાય એમ સંભવે છે. પછી સુમિત્ર વડે કૃષ્ણ અંજનથી તેઓની આંખો અંજાઈ અને મૂળ રૂપ પ્રકટ થયું. પછી મૂળસ્વભાવવાળી તરુણત્રીઓ થઈ. તમને