________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૦૩ એટલીવારમાં યક્ષ અદશ્ય થયો. પછી કુમાર જાગ્યો. ફરી પણ પ્રયાણ કર્યું. ફલાદિના ભક્ષણથી કુમાર સુમિત્રવડે વારણ કરાયો. ત્રણ ઉપવાસ પછી મહાશાલનક ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યારે સુમિત્રે નીલમણિ બતાવ્યું અને કુમારને કહ્યું: આ મણિરત્નની પૂજા કરી જેથી તું રાજા થશે. કુમારે વિસ્મય સહિત કહ્યુંઃ હે મિત્ર! આ મણિ ક્યાંથી મળ્યો? સુમિત્રે પણ ટૂંકમાં જ વાત પતાવતા કહ્યું કે તારા પુણ્યપ્રભાવથી આ મળ્યો છે. પણ વિશેષથી રાજ્ય મળ્યા પછી કહીશ. એમ કહ્યા પછી કુમારે મણિરત્નની પૂજા કરી. હે મિત્ર! હમણાં જ રાજ્યનો લાભ કેવી રીતે થશે? એમ વિસ્મય પામેલો આમ્રવૃક્ષી છાયામાં બેઠો. સુમિત્રે પણ લતામંડપની અંદર જઈ વિધિથી ચિંતામણિની પૂજા કરી અને ખાવાપીવાની સામગ્રી માગી. રત્નના અચિંત્ય સામર્થ્યથી તત્ક્ષણ જ ત્યાં અંગમર્થકો આવ્યા, વિનયપૂર્વક બંનેનું પણ અત્યંગન કર્યું. પછી સુગંધી ઉદ્વર્તનથી સનાથ છે હાથ રૂપી પલ્લવો જેના એવી બે તરુણ સ્ત્રીઓ ત્યાં હાજર થઈ. પછી સ્નાનવિધિ (સામગ્રી) ઉપસ્થિત થયો. પછી તત્પણ ત્યાં મણિ અને રત્નોના કિરણોના સમૂહથી રચાયા (શોભાવાયા) છે શ્રેષ્ઠ સુવર્ણમય ઇદ્રાસનો જેમાં એવા વિચિત્ર પ્રકારના સ્નાન મંડપ તૈયાર થયા અને મનોહર ગીત-આતો-નૃત્યપૂર્વક બંને પણ દેવાંગનાઓએ સુગંધી નીરથી ભરેલ ઘણાં કળશોથી સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્યો પહેરાવવામાં આવ્યા. કરાયો છે પુષ્પ અને વિલેપનનો ઉપચાર જેઓનો એવા તે બેની પાસે સર્વકામિત ગુણોવાળા ખાદ્યોથી યુક્ત ભોજન સામગ્રી ઉપસ્થિત થઈ. પછી રાજાની છટાથી તેઓએ ભોજન કર્યું. ઇંદ્રજાળની જેમ સ્નાન ભોજન-ઉપકરણ-પરિજન રાકલ પણ ક્ષણથી અદશ્ય થયું. ત્યારે વિસ્મિત થયેલા રાજપુત્રે કહ્યું મિત્ર! આ શું આશ્ચર્ય છે! શું આ નીલમણિનો પ્રભાવ છે? મિત્રે કહ્યું છે કુમાર! તું જે કહે છે તેમ નથી. પરંતુ અહીં પરમાર્થ કંઈક બીજો જ છે તે તને અવસરે કહીશ. તેને સાંભળીને વીરાંગદ કુમાર અધિકતર આશ્ચર્ય પામ્યો.
અને આ બાજુ તે નગરમાં અપુત્રીઓ રાજા યમરાજના અતિથિપણાને પામ્યો. અધિવાસિત (ઉપયોગમાં લેવાયેલા) કરાયેલા હાથી-અશ્વ વગેરે પંચદિવ્ય પરિભ્રમણ કરતું તે પ્રદેશમાં આવ્યું. પછી ગુણગુણારવ કરતા હાથીએ અભિષેક કરીને રાજપુત્રને પોતાના સ્કંધ ઉપર આરોપણ કર્યો. છત્ર અને ચામરોથી અલંકૃત કર્યો. મહારાજનો જય થાઓ એમ બોલતા મંત્રી અને સામંતો વડે પ્રણામ કરાયો અને નગર પ્રવેશ માટે વિનંતિ કરાયો. તે અસંભાવનીય સંપત્તિથી વિસ્મિત થયેલો રાજપુત્ર મિત્રનું મુખ જોવા લાગ્યો. ૧. ઉદ્વર્તન-શરીરને સાફ કરવાના લેપ, તેલ વગેરે સુગંધી પદાર્થો. જેનાથી કફ, વાત, મેદ મટે છે અને
ચામડી સ્વચ્છ થાય છે.