________________
૫૦૮
ઉપદેશપદ : ભાગ-૨
અભિપ્રાયને જાણીને મંત્રીએ કહ્યું: હે દેવ! આવી રીતે અલંકૃત કરાયેલી કન્યાઓનો કારણ વિના કોઈપણ ત્યાગ ન કરે, તેથી ઈષ્ટફળની સિદ્ધિ માટે કોઈએ ગંગાને ભેટ ધરી છે. તેથી આ મંજૂષામાં બીજી બે સ્ત્રીઓને મૂકીને ગ્રહણ કરો. બીજાએ કહ્યું. અહીંયા બીજી સ્ત્રીઓ ક્યાંથી મળે? આ કાંઠા ઉપરના વનખંડમાંથી બે વાંદરીઓને પકડીને આની અંદર મૂકો. પછી અહો! કેવો સુંદર ઉપાય એમ બોલતા બોલતા રાજાએ બે તેજસ્વી વાંદરીઓને પેટીમાં પૂરી. તે જ પ્રમાણે પેટીને સ્થગિત કરીને પ્રવાહિત કરી. પછી જાણે બીજું રાજ્ય પ્રાપ્ત ન કર્યું હોય! એવા અમંદ આનંદ રસમાં ડૂબેલો રાજા અમને લઈને આ નગરમાં ગયો.
તે પણ પરિવ્રાજકના શિષ્યો આપણા ગુરુ અન્યથાવાદી નથી એવા નિશ્ચિયને પામેલા લાંબા સમય પછી કાષ્ટની પેટીને જોઈ. જલદીથી લઇને તે પાપી ગુરુની પાસે ગયા તે પણ અતિ ઉત્કંઠાવાળો હતો છતાં કોઈક રીતે સૂર્યાસ્ત થઈ ગયો. પછી પરિવ્રાજકે શિષ્યોને કહ્યું કે અરે! આજે મઢુલીના દરવાજાને તાળું મારીને તમારે દૂર રહેવું. પ્રચુર પોકાર સંભળાય તો પણ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી તમારે અહીં ન આવવું. સર્વથા મારી મંત્રસિદ્ધિમાં વિઘ્ન નાખીને તમારે પાપના ભાગીદાર ન થવું એમ શિક્ષા આપી મઢુલીનો દરવાજો બંધ કર્યો.
પછી તે સુંદરીઓ! તમારા ઉપર ગંગાદેવી ખુશ થઈ છે આથી સ્વર્ગવાસી એવો હું તમને સ્વામી તરીકે અપાયો છું તેથી બે હાથ જોડેલા ચાકર એવા મારો તમારે માન ભંગ ન કરવો એમ સમુલ્લાપ કરતો તે મંજૂષા ઉઘાડીને જેટલામાં બંનેને ગ્રહણ કરવા બે હાથ અંદર નાખ્યા તેટલામાં ગોંધાઈને ક્રોધે ભરાયેલી દુષ્ટ વાંદરીઓએ તીક્ષ્ણ નખોથી તેનું શરીર ઉઝવું, કાનો તોડી નાખ્યા, ગાલ તોડી નાખ્યું, તીક્ષ્ણ દાંતોથી નાક કાપી લીધું. આમ વાંદરીઓએ તેને હતાશ કર્યો. અરે! અરે! શિષ્યો! તમે જલદી આવો હું આ રાક્ષસીઓ વડે ખવાઉં છું. આ પ્રમાણે તીવ્ર આક્રંદ કરતો પૃથ્વીતળ ઉપર પડ્યો. તેના શિષ્યો પણ ભયંકર દુસહ ચીસોને સાંભળવા છતાં પણ ગુરુએ આપણને તેમ કરવાની ના પાડી છે એમ વિઘ્નના ભયથી ન આવ્યા. પછી તે પણ સર્વ રાત્રિ તરફડતો ફરી ફરી વાંદરીઓથી પેટ અને છાતી ફાડી નંખાયો અથવા આ પાપી છે એમ સમજીને પ્રાણોથી મુકાયો, ભવિતવ્યતાના વશથી તે મહારૌદ્ર રાક્ષસ થયો. આના વડે (સુભીમરાજા વડે) વાંદરીઓના પ્રયોગથી મારી પ્રિયાઓ હરણ કરાઈ છે અને હું મારી નંખાવાયો છું એમ વિર્ભાગજ્ઞાનથી જાણ્યું છે પોતાના મરણનું કારણ જેણે એવા ભયંકર આચરણવાળો રાક્ષસ સુભીમ પર અતિક્રોધે ભરાયો. આ નગરમાં તે આવ્યો અને રાજાને મારીને અમને બેને છોડીને આ નગર ઉજ્જડ કર્યું. આ રૂપ પરાવર્ત કરે તેવો અંજનયોગ બે પ્રકારે તેણે બનાવ્યો છે, તે સુભગ! જે તારા વડે સ્વયં જ જોવાયો છે. પોતાના હૃદયના ભાવ