________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૧૩
જો દેવ ઇચ્છે તો તે પણ મહાપુરને વસાવીને મંત્રીમંડળ સહિત તે નગરની મધ્યભાગમાં પ્રવેશે. આ પ્રમાણે પરસ્પરની પ્રશંસા કરતા અગાધ સુખસાગરમાં ડૂબેલા તે બેનો કાળ પસાર થાય છે.
અન્યદા કૌતુકના વશથી રાજા મહાપુર નગરમાં ગયો. તેની નિશ્રામાં પૂર્વે તેમાં રહેતા હતા તે લોકો ફરી ત્યાં ભેગા થયા અને પોતપોતના ઘરમાં રહ્યા. પછી પૂર્વની નીતિ મુજબ તે નગરને સ્થાપીને તેના આરક્ષકોની નિમણુંક કરીને મહાસાલ નગરમાં પાછો ફર્યો અને સકલજનને પ્રશંસનીય મહારાજ્યને પાળવા લાગ્યો.
હવે કથક ભટ્ટ રત્નશિખ મહારાજને કહે છે કે હે દેવ! આ વીરાંગદ અને સુમિત્રની કથાનકનો પરમાર્થ એ છે કે– પુણ્યશાળી જ્યાં કે ત્યાં જાય (ગમે ત્યાં જાય) અથવા જે કે તે વ્યવસાયને કરે તો પણ વિરાંગદની જેમ પુણ્યાધિક સુખોને મેળવે છે. કથક ભટ્ટે કહેલી આ કથાને સાંભળીને રાજા એકાએક વિચારે છે કે અહો! ધીરપુરુષોના ચરિત્ર કાનને સુખ આપનારા હોય છે. અને બીજું–આપત્તિ રૂપી હજારો કસોટીના પથ્થરો ઉપર ઘણી કસોટી કરાતા પુરુષનું સુવર્ણની જેમ માહભ્ય પ્રકટ થાય છે. જેની અદ્ભુત યશરૂપી ગંધ ભુવનમાં પ્રસરતી નથી તે મનુષ્ય સુરૂપથી યુક્ત હોય તો પણ કુરંટક વૃક્ષના પુષ્પની જેમ કોણ તેની પ્રશંસા કરે? જે કુળક્રમથી આવેલી ભૂમિને ભોગવે છે, તે ઉત્તમોને કહ્યું માન હોય? માર્ગમાં પડેલા માંસના ટૂકડાને કૂતરાઓ પણ ખુશ થઈને ખાય છે. એક સિંહ પ્રકટ ગર્વવાળા પુરુષવાદને ધારણ કરે છે. કારણ કે તે પોતાના વિક્રમથી જગતમાં મૃગેન્દ્ર શબ્દને પામેલો છે. તેથી સર્વથા દેશાંતર જઈને પોતાના પુણ્યની પરીક્ષા કરું એમ નિશ્ચય કરીને રત્નશિખ રાજાએ પોતાનો અભિપ્રાય પૂર્ણભદ્ર સચિવને જણાવ્યો. તેણે પણ કહ્યું હે દેવ! તમારી ઇચ્છાનો ભંગ કોણ કરે? તો પણ હું વિનવું છું કે દેશાંતરો દુર્ગમ છે, માર્ગો ઘણાં અપાયવાળા છે, છિદ્રોને શોધનારા દુશ્મનો ઘણાં છે, દેવનું શરીર પરિશ્રમને સહન કરે તેવું નથી. એથી આ મળેલા મહાપુણ્યના ફળવાળા રાજ્યનું જ પાલન કરો, બીજા ફળની ઇચ્છાથી શું? આ પ્રમાણે મંત્રીએ રાજાને ઘણું કહ્યું તો પણ રાજા માન્યો નહીં. પછી ગુરૂમંત્રણા કરીને રાત્રિના પાછલા પહોરે તલવાર લઈને નગરમાંથી ઉત્તરાભિમુખ નીકળ્યો. કેવી રીતે?
ઉત્સાહરૂપી રથ ઉપર આરૂઢ થયેલો, સ્વીકારાયું છે પુણ્યરૂપી સૈન્યનું સાનિધ્ય જેનાવડે, સંતોષથી ભરેલો જાણે રાજવાટિકા કરવાની ઇચ્છાવાળો ન હોય એવા રાજાએ ૧. આ મહાપુર નગરનો પૂર્વે સુભીમ રાજા હતો જે પરિવ્રાજક રાક્ષસ વડે મારી નંખાયો હતો અને પછી ઉજ્જડ કરાયું. જેમાં પહેલા રાક્ષસે ગંગાદિત્ય શ્રેષ્ઠીની બે પુત્રીઓ રાખી હતી, જે હમણાં સુમિત્રની સ્ત્રીઓ
થઇ છે. ૨. રથ, ઘોડા ઉપર આરૂઢ થઈને રાજા લટાર મારવા નીકળે તે રાજવાટિકા-રવાડી કહેવાય.