________________
૫૧૨
ઉપદેશપદ : ભાગ-૨ થાય એ હેતુથી આને ઊંટડી કરી છે. તેટલામાં પરિવ્રાજિકા બોલે છે- કે કપીલ વચનોથી સર્યું (જૂઠા ઉત્તરોથી સર્યું) તેને જલદી સાજી કર, તારા જાદુઈ વિજ્ઞાનને જોયું. સુમિત્રે કહ્યું: હે પાપીણી! આ જાદુ કેટલું માત્ર છે? પણ તને મોટા પેટવાળી ગધેડી કરીને આખા નગરની વિષ્ટા ઉપડાવીશ જેથી મારા મહાસાલ નગરમાં કયાંય પણ અશુચિની ગંધ ન આવે અથવા તે મહારત્નને પાછું આપ. રાજાએ કહ્યું: હે મિત્ર! તે રત્ન કેવા પ્રકારનું છે? તે કહે છે જેના પ્રસાદથી (પ્રભાવથી) દેવની ત્યારે સ્નાન ભોજન વગેરેથી સેવા કરાઈ હતી તે આ પ્રભાવશાળી રત્ન છે. પછી કોપથી લાલ થઈ છે આંખો જેની એવા રાજાએ કહ્યું: હે ધૃષ્ટી હે પ્રત્યક્ષ ચોરટી! શું તું મારા મિત્રના વસ્તુની ચોર છે? એ પ્રમાણે રાજાવડે ધમકાવાયેલી ભયથી ગભરાયેલી બે દાંતમાં આંગળીઓ નાખીને શરણ શરણ એમ બોલતી કુટિની સુમિત્રના પગમાં પડી. સુમિત્રે પણ રાજાને ઉપશાંત કર્યો. રત્ન મેળવીને રતિસેનાને સાજી કરી અને તે માતાના ચરિત્રને જાણીને સુમિત્ર ઉપર એકાંત રાગી થઈ. જોવાયો છે પ્રભાવ જેના વડે એવી તે વિશેષ પ્રકારે અનુકુળ થઈ. પછી પોતાના ઘરની સારભૂત થાપણ એવી પુત્રીને સુમિત્રને અર્પણ કરી આ પ્રમાણે સર્વને શાંતિ થઈ.
બીજા દિવસે રાજાએ મિત્રને પૂછ્યું: હે મિત્ર! મને છોડીને તું ક્યાં ગયો હતો? તું શું સુખ-દુઃખને પામ્યો છે? અને પૂર્વે કહેલા બે મહિના લાભનો વ્યતિકર જલદી કહે, કૌતુહલના વિરહથી મારું મન લાંબા સમયથી ઘણું વ્યાકુલ છે. પછી સુમિત્રે મણિલાભનો વૃત્તાંત યથાસ્થિત કહ્યો. તથા મારો મિત્ર (વીરાંગદ) સુકૃતના ફળને અનુભવતો જેટલામાં રહે તેટલામાં હું પણ આવા પુણ્યપ્રભાવથી મળેલા આ ચિંતામણિ રત્નથી વિલાસ કરતો અને મિત્રને પ્રતિદિવસ જોતો આ જ નગરમાં ઇચ્છા મુજબ કેટલોક કાળ સુખને માણું એ પ્રમાણે નિશ્ચિય કરીને ગણિકાને ઘરે રહ્યો હતો. ફરી પણ કુટ્ટિણીના ઠગવાથી દેશાંતર ગયો હતો ઇત્યાદિ આપણા બેનો ફરી હમણાં ભેટો થયો ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. આને સાંભળીને વિસ્મિત થયેલા રાજાએ કહ્યું: અહો! શું તારી વ્યવસાયની સાર્થકતા! સર્વથા સત્ય જ કહેવાયું છે કે– વિનયથી ગુરુકૃપા પ્રાપ્ત થાય છે, વ્યવસાયથી મનવાંછિત લક્ષ્મી મળે છે અને પછી ધર્મથી આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષ પણ મળે છે. સુમિત્રે કહ્યું હે દેવ! વ્યવસાયથી શું? પુણ્ય જ મુખ્ય છે, જેનાથી વ્યવસાય વિના સુખ મળે છે. વંધ્યવૃક્ષ (ફળ ન આપે તેવા વૃક્ષ)ની જેમ એકલો વ્યવસાય નિષ્ફળ જ થાય છે. અને કહ્યું છે કે–જે વસ્તુ દુર્લભ છે, જે દૂર છે, જેનો સંચય દુર્ગમ છે, જે રાખવામાં પરવશ છે, લાંબા સમયથી સજ્જન કે દુર્જનથી અધિષ્ઠિત છે તે વસ્તુ ચિંતવવા માત્રથી સુખપૂર્વક મેળવી શકાય છે તે પૂર્વ ઉપાર્જિત ધર્મના લેશથી સુસાધ્ય બને છે. અને દેવ (=વીરાંગદ રાજા) પુણ્યથી અભ્યધિક છે જેને લીલાથી સુંદર સ્ત્રીની જેમ આ રાજ્યલક્ષ્મી સ્વયંવરેલી છે. અને બીજું