________________
૫૧૦
ઉપદેશપદ : ભાગ-૨
આઓનો ત્યાગ કર તથા આઓને પીડા આપવાનું બંધ કર. આ પ્રમાણે મંત્રસિદ્ધે કહ્યું ત્યારે તેણે સ્વીકાર કર્યો. અપાયા છે ત્રણવચનો જેને એવો સુમિત્ર હમણાં મહાપુર નગરમાં વસે એમ બોલતો રાક્ષસ પોતાના સ્થાને ગયો. પછી હર્ષપૂર્વક અહો ! તું મહાસત્ત્વશાળી છે, અહો! તું મહાસાહસિક છે, અહો! તું મહાકારુણ્ય છે. પરોપકાર કરવામાં બુદ્ધિ બંધાયેલી છે જેની એવા તારા વડે આ દુષ્ટ વશ કરાયો એ પ્રમાણે સુમિત્રવડે સિદ્ધપુત્ર પ્રશંસા કરાયો. તેણે પણ કહ્યું: હે સુપુરુષ! તું જ પ્રસ્તુત પ્રશંસા સ્તુતિને ઉચિત છે. કેમકે મંત્રાદિથી રહિત હોવા છતાં પણ ભયને ગણકાર્યા વિના આવા પ્રકારના મહાસાહસને આચર્યું. તું મહાપુણ્યશાળી છે નહીંતર આવા પ્રસંગે તારો મારી સાથે ભેટો કેવી રીતે થાય? આવા પ્રકારોથી સુજનજનને ઉચિત સંલાપ કરીને વિદ્યાસિદ્ધ પોતાના પ્રયોજનથી સ્વસ્થાને ગયો. સુમિત્ર પણ સુખે સુખે મહાશાલ નગરમાં પહોંચ્યો અને પ્રધાન પદનો સ્વીકાર કરીને તે બે સ્ત્રીઓને પરણીને તેમની સાથે ભોગ ભોગવતો રહે છે.
અને આ બાજુ સુમિત્રને નહીં જોતી તિસેનાએ ત્રણ દિવસરાત ભોજન વાર્તાલાપ વગેરેનો ત્યાગ કર્યો. પછી રત્ન પાસેથી વરાટિકા (કોડી) માત્રને પણ નહીં મેળવતી મહાપશ્ચાત્તાપથી તપેલું છે ચિત્ત અને શરીર જેનું એવી કુટ્ટિણીએ વિચિત્ર પ્રકારની યુક્તિઓ પૂર્વકના અનુકૂળ વચનોથી તિસેનાને સમજાવી છતાં પણ સુમિત્રના આગ્રહને છોડતી નથી અને કહે છે કે લાકડાઓથી અગ્નિ તૃપ્ત થાય એ કદાચ સંભવે, નદીઓથી સમુદ્ર તૃપ્ત થાય એ સંભવે તો પણ હે પાપીણી! પતિવડે ધન અપાતી તું તૃપ્ત થતી નથી. અને ભગવાન ધૂમધ્વજ (અગ્નિ) નિશ્ચે મારા શરીરનું આલિંગન કરશે, પરંતુ કામદેવ સમાન પણ બીજો પુરુષ મારા શરીરનું આલિંગન નહીં કરી શકે. અને આ પ્રમાણે ઘણા પ્રકારના સોગનો આપીને નિશ્ચયને વરેલી રતિસેનાને પ્રાણવૃત્તિ (ભોજન) કરાવીને અને સુમિત્રને શોધવામાં એક મનવાળી થઈ.
અન્યદા શૃંગાર કરીને પોતાના ઘરની નજીકની શેરીમાંથી જતા સુમિત્રને જોયો. પછી જલદીથી તેની પાસે જઇને વિનયપૂર્વક ઘરે તેડી લાવીને મોટી આગતા સ્વાગતા કરીને કહ્યું: હે પુત્ર! કહ્યા વિના આ રીતે પરદેશ ચાલ્યા જવું તારે માટે યોગ્ય છે? બીજું પણ—પાણી પીવા માટે બેઠેલો પક્ષી ઊડવાનો હોય ત્યારે રજા લઇને ઊડે છે જ્યારે તું સ્નેહ બતાવીને કહ્યા વિના કેમ ચાલ્યો ગયો? હે પુત્ર! મારા વડે તું ક્યાં ક્યાં નથી શોધાયો? આટલા કાળ સુધી તેં દર્શન આપીને અમારા ઉપર કૃપા ન કરી અને આ મારી પુત્રી પ્રાણ સંદેહમાં પડી છે. અપરાધ નહીં હોવા છતાં પણ તારા વડે ત્યજાયેલી
૧. સુમિત્ર ઉપર વૈરભાવને છોડવું. (૨) પ્રિયતમાઓનો ત્યાગ કરવો અને (૩) તેઓને સર્વથી પીડા આપવાનું બંધ કરવું. સિદ્ધમંત્રે રાક્ષસ પાસે આ ત્રણ વચનોનો સ્વીકાર કરાવ્યો.