________________
૫૦૨
ઉપદેશપદ : ભાગ-૨
કરીએ. શરણાગત આવેલનું સમર્પણ ઉચિત નથી અને બીજી બાજુ ચોરનો બચાવ કરવો તે પણ ઉચિત નથી એટલે શરણાગતના પાલનના પક્ષપાતથી કિંકર્તવ્યમૂઢ કુમારે કહ્યું અરે! આ મારે શરણે આવેલો છે અને મારી શકાશે નહીં. તેથી આને છોડી દો અથવા પિતાને કહો કે તેનું કુલ-અભિમાન કેવું, તેનું માહત્ય કેવું અને તેનું પરાક્રમ કેવું જેને શરણે આવેલા હાથી અને બળદની જેમ સ્વચ્છંદપણે ન વિચરી શકે? ચોરને બચાવવાનો કુમારનો નિર્ણય જાણીને દંડપાશિકોએ રાજાને યથાર્થ હકીક્ત જણાવી. અતિ ગુસ્સે થયેલા રાજાએ પણ કુમારને દેશનિકાલનો આદેશ કર્યો.
પછી આ તાતનો આદેશ આપણા મનોરથને અનુકૂળ છે એમ હર્ષ પામેલો એવો કુમાર સર્વપણ પરિજનને વિસર્જન કરીને, સુમિત્ર છે બીજો જેને, અર્થાત્ સુમિત્રની સાથે દેશાંતર ગયો અને અનેક રાજ્યોને ઓળંગીને પરિભ્રમણ કરતો એક મહારણ્યમાં પરિશ્રમ દૂર કરવા માટે વડલાની છાયામાં સૂતો. અપ્રમત્ત સુમિત્ર પણ તેની જંઘાઓ દબાવવા લાગ્યો. એટલામાં તેઓના રૂપના અતિશયથી ખુશ થયેલા, દિવ્યજ્ઞાન (અવધિજ્ઞાન)થી જણાયો છે ગુણનો અતિશય જેના વડે એવા વડવાસી યક્ષે આ મહાસત્ત્વશાળીઓનું પ્રાગૂર્ણક કરું એમ વિચારી સુમત્રિને દર્શન આપ્યું. આ દેવ છે એમ જાણી ખુશ થયેલા સુમિત્રે તેનું અભુત્થાન કર્યું અને પ્રણામ કર્યો. પછી યક્ષે કહ્યું: હે મહાભાગ! તમે મારા અતિથિઓ છો, કહો તમારું શું આતિથ્ય કરું? સુમિત્રે કહ્યું: પોતાના દર્શનના દાનથી જ અમારા સર્વ મનોરથો પૂર્ણ કરાયા. આનાથી પણ બીજું કોઈ આતિથ્ય દુર્લભ નથી. કહેવાયું છે કે“અનેક જીવો તપ તપે છે તથા મંત્રો અને વિદ્યાઓ જપે છે, પરંતુ કોઈક ધન્ય વિરલાઓને દેવો દર્શન આપે છે. યક્ષે કહ્યું. જેના શરીરમાં (આત્મામાં) ઉત્પન્ન થયો છે ગુણ સમૂહ એવા સજ્જનો પ્રાર્થના કરવાનું જાણતા નથી, જીવિત અને વિભવના વ્યયને નહીં ગણીને હતાશનો ઉદ્ધાર કરે છે તો પણ દેવ દર્શનને સફળ કરવા માટે આ બે મણિને ગ્રહણ કર. અહીં જે આ નીલમણિ છે તે ત્રણ દિવસ રાત્રિના ઉપવાસથી પૂજાયેલો (આરાધાયેલો) વિશિષ્ટ રાજ્યને આપે છે અને તે તારે રાજપુત્રને આપવો અને આ શોણકાંત (રક્તમણિ) નવ માયાબીજથી અભિમંત્રાયેલો તારા જ મનોરથોથી અતિરિક્ત વિષયસુખોને અપાવશે. પછી “આપની જેવી આજ્ઞા એમ વિસ્મયપૂર્વક ચિત્તથી પ્રણામ કરીને સુમિત્રે કરસંપુટમાં મણિઓને ગ્રહણ કર્યા અને વિચાર્યું. અહોહો! આ સત્ય છે–ભાગ્ય નગરમાં રહેલાને અરણ્યમાં ઉપાડી જાય છે (હરી જાય છે) તો પણ વનમાં ચારેબાજુથી સહાય મળે છે. ગાઢનિદ્રામાં પણ પડેલા મનુષ્યના પૂર્વકૃત કર્મ જાગે છે. સર્વથા આ કુમાર મહાપુણ્યનો ભંડાર છે જેની દેવો પણ આ પ્રમાણે સ્તવના કરે છે.