________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૯૯ રત્નશિખ અને પૂર્વે કહેવાયેલા સુદર્શન વગેરે બીજાઓ પણ વિશુદ્ધયોગથી એટલે કે સર્વ ઉપાધિથી શુદ્ધ અનુષ્ઠાનમાં રક્ત એવા અનેક મહાસત્ત્વો કલ્યાણના ભાગી થયા, અર્થાત્ મોક્ષને પામ્યા. તેમાં રત્નશિખનું કથાનક આ પ્રમાણે સંભળાય છે
રત્નશિખનું કથાનક આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં સુગ્રામ નામે ગામ આવેલું છે, જેમાં અર્ધચક્રીની જેમ બળદેવ સહિત વાસુદેવ ગરુડાસન પર જાણે ન રહ્યા હોય, ગોવૃંદની સાથે જાણે ગોવાળ ન રહ્યો હોય તેવું સુંદર હતું. તેમાં પ્રકૃતિથી ભદ્રક, વિનય-આર્જવાદિ ગુણોથી યુક્ત સંગત નામનો એક પામર વસતો હતો. તેણે ક્યારેક ક્યાંયથી પધારેલા મુનિઓને રાત્રિ પસાર કરવા માટે બહુમાનપૂર્વક ઉપાશ્રયનું પ્રદાન કર્યું અને હર્ષપૂર્વક સાધુઓની પપૃપાસના કરી. સાધુઓએ પણ તેને આપણી ધર્મ દેશના આપી. કેવી રીતે આપણી ધર્મ દેશના કરી તેને કહે છે–
૧. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની એમ ધર્મકથા ચાર પ્રકારે છે. ૧. આપણી–તેમાં શ્રોતૃની અપેક્ષાથી અને આચારાદિ ભેદોને આશ્રયીને આપણી કથા અનેક પ્રકારે છે.
પ્રજ્ઞાપક વડે (પણ બીજા વડે નહીં) કહેવાતી કથાથી જીવો મોહથી પાછા ફરી તત્ત્વ તરફ આકર્ષાય છે. વિદ્યા, અત્યંત અપકારી ભાવરૂપી અંધકારનું ભેદક એવું જ્ઞાન, સર્વવિરતિરૂપ ચારિત્ર. અનશનાદિ તપ. કર્મશત્રુઓને ઉખેડનાર સ્વવીર્યનો ઉત્કર્ષ અને સમિતિ તથા ગુપ્તિ આ છ વસ્તુ આપણી ધર્મકથાનો અર્ક
(સાર) છે. ૨. વિક્ષેપણી–વિક્ષેપણીકથાથી સ્વસિદ્ધાંતને કહી પછી પરસિદ્ધાંતને કહે છે અથવા પર સિદ્ધાંતને કહી
સ્વસિદ્ધાંતને કહે છે અથવા મિથ્યાત્વાદને કહી પછી સમ્યગ્વાદને કહે છે અથવા સમ્યગ્વાદને કહી મિથ્યાવાદ કહે છે. સન્માર્ગથી ઉન્માર્ગમાં કે ઉન્માર્ગથી સન્માર્ગમાં શ્રોતા જેના વડે વિક્ષેપ કરાય તે વિક્ષેપણી કથા કહેવાય છે. અથવા નાસ્તિકવાદને કહી આસ્તિકવાદ કહેવાય છે તે વિક્ષેપણી કથા છે. ૩. સંવેગની–આ કથા ચાર પ્રકારે છે. (૧) આત્મ શરીર સંવેગની, પરશરીર સંવેગની, ઈહલોક સંવેગની
અને પરલોક સંવેગની. જેમ આપણે ઔદારિક શરીર શુક્ર-શોણિત-માંસ-વસા-મેદ-મજ્જા-અસ્થિ-સ્નાયુચર્મ-કેશ-રોમ-નખ-દાંત-આંતરડાના સમૂહથી નિષ્પન્ન થયેલ છે. મળમૂત્રનું ભાન છે, અશુચિમય છે એમ કહીને શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે છે તે આત્મશરીર સંવેગની છે. એ જ રીતે પર શરીર સંવેગનીમાં જાણવું. આ લોક સંવેગની કેળના સ્તંભ સમાન મનુષ્યભવ અસાર-અધુવ છે એમ કહી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે તે ઈહલોક સંવેગની. દેવો પણ ઈર્ષ્યા વિષાદ-મદ-ક્રોધ-લોભાદિ દુઃખોથી પરાભવ પામેલા છે તો તિર્યંચ અને નારકોની શું વાત કરવી? આવી કથા કરતા શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે તે પરલોક સંવેગની જાણવી.