________________
૪૬૦
ઉપદેશપદ : ભાગ-૨
એક વિદ્યામાં પણ જેણે કૌશલ્ય પ્રાપ્ત કર્યુ છે તે મારો વર થશે. પછી લલિતાંગ રાધાવેધ સાધીને ધનુર્વિદ્યામાં પોતાનું પ્રાવીણ્ય તેને બતાવે છે. પછી ઉત્પન્ન થયો છે મોટા સંતોષનો વેગ જેને એવી ઉત્કંઠિત થયેલી તેણીએ ભમરાનો સમૂહ જેની આસપાસ ગુંજારવ કરી રહ્યો છે એવી વરમાળા લલિતાંગના કંઠમાં આરોપણ કરી. (૯૪)
આટલીવારમાં કામદેવથી ઉન્માદિત થયેલો કોઇપણ ખેચર તેનું હરણ કરી ગયો અને માયાગોળાની જેમ તે અદૃશ્ય થઇ. સર્વે લલિતાંગ વગેરે રાજપુત્રો તથા તેના માતા-પિતા પોતાનો પરાભવ થયો છે એમ માનીને લજ્જાને પામ્યા. પછી સર્વ પ્રયત્નથી તેની તપાસ કરવી જોઇએ નહીંતર ચંદ્ર સૂર્ય સુધી આ અપુરુષાર્થની કથા વિરામ નહીં પામે. જ્યોતિષને જાણતા રાજપુત્રે કહ્યું કે આવા પ્રકારના લગ્નના ઉદયમાં તે અપહરણ કરાઇ છે તેથી તેનો સમાગમ અક્ષત અર્થાત્ અવશ્ય થશે. અને બીજા રાજપુત્રે તત્ક્ષણ જ આકાશમાં ઊડી શકે તેવું વિમાન તૈયાર કર્યું અને લલિતાંગ જ્યોતિષે બતાવેલા માર્ગે ચાલ્યો અને હિમવંત શિખર ઉપર ઉન્માદંતીના ચરણકમળમાં ભમરાની જેમ પડીને
સુકોમળ વાણીથી મનાવવા લાગેલા ખેચરને જોયો. જેમકે હે સુંદરી! તું મારો તિરસ્કાર ન કર, કારણ કે તારાથી તિરસ્કાર કરાયેલો એવો હું દુર્વાર કામદેવથી હણાયેલો ક્ષણ પણ તારા વિના જીવવા સમર્થ નથી. પછી પોતાના મનમાં પ્રલયકાળના અગ્નિ જેવા કોપને ધારણ કરતો લલિતાંગ દૂરથી જ કઠોર વાણીથી આ પ્રમાણે તર્જના કરે છે—અરે! અરે! તું નિર્મળ કુળવાળો નથી જેથી આ પ્રમાણે પરદારાનું હરણ કરે છે. તારું દર્શન અપવિત્ર છે જેથી તું જોવા યોગ્ય પણ નથી. હવે તે ખેચર પણ તીવ્ર રોષને પામેલો તલવાર લઇને મારવા દોડ્યો. જાણે આકાશમાં ઉગામેલું વિદ્યુતદંડવાળું વાદળ ન હોય! જેટલામાં જોશભેર તેને મારવા જાય છે તેટલામાં લલિતાંગ ઉદંડ ધનુર્દંડને એકાએક ખેંચે છે અને યમરાજની જીભને અનુરુપ બાણ કાનસુધી ખેંચીને ચોરના પ્રાણ હરવા ફેંકે છે. તે બાણથી ખેચર હૃદયમર્મમાં એવી રીતે વિંધાયો જેથી બાણની સાથે મિત્રતાને વહન કરતા પ્રાણો પણ શરીરમાંથી નીકળી ગયા. વિકસિત કમળના જેવી મુખવાળી ઉન્માદંતી તે વિમાનમાં આરૂઢ થઇ. પિતાની પાસે લવાઇ ત્યારે તેઓને મહાનંદ થયો. (૧૦૮)
હવે ક્યારેક રાત્રિ સમયે સુખપૂર્વક સૂતેલી હતી ત્યારે અતિઉગ્રવિષવાળા તત્ક્ષણ સર્પે તેનાં માથામાં ડંસ માર્યો. પાસેનો લોક વ્યાકુળ થયો. મંત્ર-તંત્ર અને વિવિધ પ્રકારની મહૌષધિઓનો ઉપચાર કરવામાં આવ્યો છતાં જરાપણ સુધારો ન થયો. પછી ગારુડ વિદ્યાને જાણનાર ચોથા રાજપુત્રે મંત્રો-તંત્રોના ઉપચાર કરીને સાજી કરી. એટલામાં તે ચારેય