________________
૪૮૨
ઉપદેશપદઃ ભાગ-૨ 1 ટીકાર્થ–પૂર્વે પત્તો ય હોવ તુલ્લા (ગાથા ૩૪૧) ઇત્યાદિ દેવ-પુરુષાર્થના અધિકારમાં સર્વ કાર્યો દૈવ-પુરુષાર્થને આધીન છે એવું જે પ્રતિપાદન કર્યું છે તે પ્રતિપાદન રૂપ અર્થપત્તિથી આ વિષય જણાવ્યો છે. કેવળ બુદ્ધિમાન પુરુષે આ વિષયને આદરથી પ્રધાન યુક્તિઓથી યુક્ત થાય તે રીતે વિચારવો. (૯૯૮)
अथ तथाभव्यत्वमेव व्याचष्टेतहभव्वत्तं चित्तं, अकम्मजं आयतत्तमिह णेयं । फलभेया तह कालाइयाणमक्खेवगसहावं ॥९९९॥
तथाभव्यत्वं 'चित्रं' नानारूपं, भव्यत्वमेवेति गम्यते, अकर्मजमकर्मनिर्मितमात्मतत्त्वं साकारानाकारोपयोगवज्जीवस्वभावभूतमिह विचारे ज्ञेयम् । अत्र हेतुःफलभेदात्तीर्थकरगणधरादिरूपतया भव्यत्वफलस्य वैचित्र्योपलम्भात् । तथेति समुच्चये। 'कालादीनां' कालनियतिपूर्वकृतकर्मणां समग्रान्तररूपाणामाक्षेपकस्वभावं संनिहितताकारकस्वभावम् ॥९९९॥
હવે તથાભવ્યત્વને જ વિશેષથી કહે છે
ગાથાર્થ–વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે. કારણ કે ભવ્યત્વનું ફળ ભિન્નભિન્ન હોય છે. તથાભવ્યત્વ કર્મનિર્મિત નથી, જીવના સ્વભાવરૂપ છે, તથા કાળ વગેરેનું સાંનિધ્ય કરવાના સ્વભાવવાળું છે.
ટીકાર્થ–વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે–આનો અર્થ એ થયો કે સર્વજીવોનું ભવ્યત્વ સમાન નથી, વિવિધ પ્રકારનું છે. દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન-ભિન્ન છે. આનું કારણ જણાવતાં અહીં કહ્યું કે ભવ્યત્વનું ફળ ભિન્ન-ભિન્ન છે. કોઈ જીવ તીર્થકર થઈ મોક્ષમાં જાય છે, કોઈ જીવ ગણધર થઈને મોક્ષમાં જાય છે, તો કોઈ જીવ સામાન્ય કેવલી થઈને મોક્ષમાં જાય છે. (કોઈ જીવ મહાવિદેહક્ષેત્રમાં, કોઈ જીવ ભરતક્ષેત્રમાં, તો કોઈ જીવ ઐરાવતક્ષેત્રમાં મોક્ષમાં જાય છે. કોઈ જીવ અવસર્પિણીમાં તો કોઈ જીવ ઉત્સર્પિણીમાં મોક્ષમાં જાય છે. કોઈ જીવને અમુક નિમિત્તથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તો બીજા જીવને તેનાથી ભિન્ન નિમિત્તથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આમ ભિન્ન-ભિન્ન રીતે મોક્ષની અને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિ થાય છે.) આમ ભવ્યત્વનું ફલ વિવિધ પ્રકારનું જોવામાં આવે છે. (જો ભવ્યત્વ સમાન હોય તો ફળ પણ સમાન મળવું જોઈએ. ફળ સમાન મળતું નથી, ભિન્ન-ભિન્ન મળે છે, એથી ભવ્યત્વ ભિન્ન-ભિન્ન છે એમ સિદ્ધ થાય છે.)
તથાભવ્યત્વ કર્મનિર્મિત નથી–તથાભવ્યત્વ કર્મનિર્મિત કેમ નથી એના જવાબમાં અહીં જણાવ્યું કે તથાભવ્યત્વ જીવના સ્વભાવરૂપ છે. જેવી રીતે જ્ઞાનોપયોગ અને