________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૮૫
ટીકાર્ય–તથાભવ્યત્વ ભિન્ન હોય તો જ પુરુષવ્યાપાર રૂપ પુરુષાર્થ પણ સફળ બને. કારણ કે તથાભવ્યત્વ વિવિધરૂપે પુરુષાર્થને ખેંચી લાવે છે. (અહીં કહેવાનો આશય એ છે કે- જીવ જે ભિન્ન-ભિન્ન પુરુષાર્થ કરે છે તેનું કારણ જીવનું તથાભવ્યત્વ છે. એટલે પુરુષાર્થ રૂપ કાર્યનું તથાભવ્યત્વ કારણ છે. આનો અર્થ એ થયો કે પુરુષાર્થ સહેતુક છે, નિર્દેતુક નથી.) જો તથાભવ્યત્વ વિવિધ રૂપે પુરુષાર્થને ખેંચી લાવતું ન હોય તો પુરુષાર્થ નિર્દેતુક થયો. જે નિર્દેતુક હોય તે ન હોય. જો નિર્દેતુક વસ્તુને માનવામાં આવે તો નિત્ય સત્ત્વ વગેરેનો પ્રસંગ આવે. (૧૦૦૨)
एवं च सति यदन्यदपि सिद्धं तदाहउवएससफलयावि य, एवं इहरा न जुजति ततोवि । तह तेण अणक्खित्तो, सहाववादो बला एति ॥१००३॥
'उपदेशसफलतापि च' उपदेशस्यापुनर्बन्धकादिधर्माधिकारिसमुचितस्य तत्तच्छास्त्रनिरूपितस्य सफलता तत्तदनाभोगनिवर्तनरूपा, किं पुनः प्रागुक्तपुरुषकाराद्याक्षेप इत्यपिशब्दार्थः, एवं तथाभव्यत्वस्यैवापेक्ष्यत्वे घटते, (नान्यथा) । तकोऽप्युपदेशोऽपि किं पुनः पुरुषकार इत्यपिशब्दार्थः, तथेति समुच्चये, चित्रभव्यत्वानभ्युपगमे सति तेन च तथाभव्यत्वेनानाक्षिप्तोऽनालीढ एकाकार इत्यर्थः, स्वभाववादो वक्ष्यमाणरूपो 'बलाद्' युक्तिसामर्थ्यादेति प्रसज्यते, तथाभव्यत्वरूपस्तु स्वभाववादो न बाधाकरः ॥१००३॥
આ પ્રમાણે સિદ્ધ થયે છતે બીજું પણ જે સિદ્ધ થયું તેને કહે છે
ગાથાર્થ–ઉપદેશની સફળતા પણ એ પ્રમાણે જ છે. અન્યથા તે પણ ન ઘટે. તથા તેનાથી અનાક્ષિપ્ત સ્વભાવવાદ બળથી પ્રાપ્ત થાય.
ટીકાર્ય–ઉપદેશની સફળતા પણ એ પ્રમાણે જ છે–અપુનબંધક વગેરે ધર્માધિકારીને યોગ્ય તે તે શાસ્ત્રમાં જણાવેલ ઉપદેશની સફળતા પણ જો ઉપદેશ તથાભવ્યત્વની અપેક્ષાવાળો હોય તો જ થાય. જેના તથાભવ્યત્વનો પરિપાક થયો હોય તે જ ઉપદેશ આપવાને યોગ્ય છે. ઉપદેશથી શ્રોતાની તે તે વિષયની અજ્ઞાનતા દૂર થાય એ ઉપદેશનું ફળ છે. આમ તથાભવ્યત્વની અપેક્ષા રાખીને અપાતો ઉપદેશ સફળ બને. ૧. નિત્યસ્વમસર્વ વા-તોરચાનપેક્ષા અપેક્ષાતો દિમાવાનો વિત્વસવઃ II (ચો.વિ. ૪૭૭ની ટીકામાં.) “અન્ય હેતુઓની અપેક્ષા ન રાખવાવાળો પદાર્થ સદા હોય, અથવા સદા ન હોય. અન્ય કારણોની અપેક્ષાથી જ પદાર્થમાં ક્યારેક હોવાપણું હોય.”