________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૯૧
ગાથાર્થ—ટીકાર્થ—સ્વકાર્યને ઉત્પન્ન કરવામાં અનિયતસ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય. તેથી ઉક્ત ન્યાયથી ભવ્યત્વની વિચિત્રતા બરોબર છે. આ પ્રમાણે પ્રાસંગિક વિસ્તારકથનથી સર્યું.
‘અનિયતસ્વભાવતા પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– જો અનિયતસ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય તો પછી અમોએ સ્વીકારેલું ભવ્યત્વનું વૈચિત્ર્ય ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય તેમાં તો શું કહેવું? (૧૦૧૦) आह—यदि भव्यत्वं चित्ररूपं तदाक्षिप्तश्च कालभेदेन भव्यानां बीजाधानादिगुणलाभः, तदा न यत्नः सम्यक्त्वाद्याराधनायामुपपन्नः स्यात्, तद्वशेनैवाप्रार्थिताऽप्यभिलषितसिद्धिः सम्पत्स्यते, इत्याशङ्क्याह
एवंपि ठिए तत्ते, एवं अहिगिच्च एत्थ धीराणं । जुत्तं विसुद्धजोगाराहणमिह सव्वजत्तेण ॥१०११॥
एवमपि स्थिते 'तत्त्व' भव्यत्वचित्रतालक्षणे 'एतत्' तत्त्वमधिकृत्याश्रित्यात्र जिनप्रवचने 'धीराणां बुद्धिमतां युक्तं विशुद्धयोगाराधनं निरतिचारसम्यक्त्वाद्याचारपरिपालनमिह जगति 'सर्वयत्नेन समस्तादरेण । न हि पुरुषकारमन्तरेण तथाभव्यत्वोपनीतान्यपि कार्याणि निष्पद्यन्ते, "कालो सहाव नियई" इत्यादिवचनप्रामाण्येन शेषपुरुषकारादिकारणकलापसव्यपेक्षस्यैव तथाभव्यत्वलक्षणस्य स्वभावस्य स्वकार्यकारित्वोपपत्तेः ॥१०११ ॥
જો ભવ્યત્વ ચિત્ર સ્વભાવવાળું છે અને ભવ્યજીવોને કાલભેદથી થતો બીજાધાનાદિ ગુણલાભ વિચિત્ર ભવ્યત્વના આકર્ષણથી થાય છે તો જીવો સમ્યક્ત્વ આદિની આરાધનામાં પુરુષાર્થ નહિ કરે. કારણકે વિચિત્ર ભવ્યત્વથી જ નહિ ઇચ્છેલી પણ ઇષ્ટની સિદ્ધિ થશે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ—ટીકાર્થ—આ પ્રમાણે પણ ભવ્યત્વ વિચિત્ર એવું તત્ત્વ નિશ્ચિંત થયે છતે એ તત્ત્વને આશ્રયીને જિનપ્રવચનમાં સર્વપ્રયત્નથી વિશુદ્ધયોગની આરાધના કરવી એ ધીરપુરુષો માટે યુક્ત છે.
કારણ કે તથાભવ્યત્વથી પાસે લવાયેલાં પણ કાર્યો પુરુષાર્થ વિના સિદ્ધ થતાં નથી. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ આ બધાંય કારણો એકલા મિથ્યાત્વને સ્વીકારે છે (ગા.૧૬૪) ઇત્યાદિ વચનના પ્રમાણથી શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાવાળા જ તથાભવ્યત્વરૂપ સ્વભાવનું પોતાનું કાર્ય કરવાપણું સંગત થાય છે, અર્થાત્ શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાવાળો જ તથાભવ્યત્વરૂપ સ્વભાવ પોતાનું કાર્ય