________________
૪૬૨
ઉપદેશપદ : ભાગ-૨
તેના જેટલામાં દિવસો જાય છે તેટલામાં અન્યદિવસે પ્રતિહારથી રજા અપાયેલ વનપાલ સભામાં દાખલ થાય છે. ભાલતલ ઉપર મુકાયો છે કરરૂપી કમલનો સંપુટ જેના વડે એવો વનપાલ રાજાને પ્રણામ કરીને વિનવે છે કે, હે દેવ! આજે તમારા તપન (સૂર્યમુખી) ઉદ્યાનમાં શ્રીધર નામના તીર્થાધિનાયક પધાર્યા છે. તપન ઉદ્યાન નામથી અને અર્થથી મનોરમ છે. તે ઉદ્યાન ગંધમાં લુબ્ધ થયેલ ભમરાઓથી મનોરમ છે, ઘણા પાંદડાના ભારવાળા સાલવૃક્ષોથી મનોરમ છે. તે ઉદ્યાનમાં તમાલ વૃક્ષોની હારોથી સૂર્યનો તાપ અલના કરાયો છે. લક્ષ્મીના કુલભવન, સક્લ સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી વંદાતા છે ચરણો જેના એવા શ્રીધર નામના તીર્થંકર તે ઉદ્યાનમાં સમોવસર્યા. જેમ વિશુદ્ધ દર્પણમાં ગુણો અને દ્રવ્યો એકી સાથે પ્રતિબિંબિત થયેલા દેખાય છે તેમ તેના મુખમાં પ્રતિબિંબિત થયેલા દ્રવ્યો અને ગુણો એકી સાથે બુદ્ધ પુરુષોને દેખાય છે. જેના શરીરમાં સંગત પામેલા પણ ગુણો સમગ્ર જગતમાં વિચરે છે, તે ગુણો અનંતા હોવા છતાં પણ ગુણીજનોમાં ગણના પામે છે. જેના ચરણની રજના પરિસ્પર્શનથી વિભૂષિત થયા છે મસ્તકના કેશ જેઓના એવા દેવો-અસુરો અને મનુષ્યો વાસચૂર્ણનો અભિલાષ કરતા નથી. તીર્થંકરનું આગમન થયા પછી તે ઉદ્યાન વનમાં જે કોઇપણ દેવશોભા ઉપસી છે તેનું હું પ્રયત્ન કરવા છતાં વર્ણન કરવા શક્તિમાન નથી. છતાં પણ હે નાથ! તમે એક ચિત્તે સાંભળો, હું કંઈક કહું છું. કેમકે તેના ગુણથી ચંચળ થયું છે મન જેનું એવો હું મૌન રહેવા સમર્થ નથી. વસંતઋતુ શરૂ ન થવા છતાં તીર્થંકરના અતિશયોથી ચમત્કૃત પામેલા મનની જેમ આમ્રવૃક્ષો અંકુરાના બાનાથી રોમાંચોને મૂકે છે. અર્થાત્ પ્રભુના અતિશયથી આમ્રવૃક્ષો વસંતઋતુની જેમ અવસંત કાળમાં વિકાસ પામ્યા. પ્રાપ્ત કરાયો છે ઉપશમ જેના વડે એવા તીર્થકરના અનુસંગના ગુણથી વિકાસ પામતા અશોકવૃક્ષવડે તરુણીના ચરણનો ઘાત સહન ન કરાયો. અર્થાત્ અશોકવૃક્ષ સ્ત્રીના ચરણના ઘાતથી વિકાસ પામે છે, અહીં તીર્થંકરના અનુસંગથી વિકાસ પામતો હોવાથી સ્ત્રીના ઘાતને સહન કરવું પડતું નથી. જે તીર્થંકરના દર્શન કરીને બકુલવૃક્ષો પણ અણુવ્રતો ગ્રહણ કરવા તત્પર થયા તે ઘણા મદિરાના કોળિયાના પાનની અપેક્ષા વિના વિકસિત થયા. હે દેવ! પૃથ્વીના તિલકભૂત એવા તીર્થંકરના દર્શન કરીને તિલકવૃક્ષ પણ એકાએક વિકસિત થયો. સમાન ગુણના દર્શનમાં કોને હર્ષ ન થાય? જેમ તે વનમાં પલાશ વૃક્ષો કેસુડાના ફૂલોથી શોભે છે તેમ હે પ્રભુ! જાંબૂના વૃક્ષો પણ તરુણ પોપટના સંગથી શું શોભાયમાન ન થાય? અર્થાત્ થાય જ. જેમ પક્ષીઓના અવાજની સાથેનો શબ્દ શોભે છે તેમ કુંદવૃક્ષો ઉપર પુષ્પોની કુલમાલા વનલક્ષ્મી દેવીની દંતાવલિની જેમ શોભે છે. તથા તીર્થંકરના ભયથી
૧. અનંતા- ન ગણી શકાય તેવા હોવા છતાં.