________________
૪૬૮
ઉપદેશપદ : ભાગ-૨ પ્રમાણે ઘણાં પ્રકારે મધુર વચનોથી તેણે વિવાહનો સ્વીકાર કર્યો ત્યારે પ્રશસ્ત દિવસે ખેચર સુંદરીઓ વડે કરાયું છે મંગલ જેમાં એવો વિવાહ પ્રવર્યો. સર્વ ઈદ્રિયોને અનુકૂળ, સુખના મૂળવાળા, શત્રુના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરનારા, દેવલોકના ભોગોને ચડી જાય તેવા ભોગો તેઓને પ્રાપ્ત થયા. (૨૪૬),
અને આ બાજુ લોકો પાસેથી તેણે સાંભળ્યું કે મારા માતા-પિતાએ મારા વિરહમાં તે દિનથી જ આવા પ્રકારના (નીચે કહેવાતા) વિલાપોને કર્યા.
હે વત્સ! તું દારુણ દુઃખોને આપતા અકારણવૈરી એવા દેવ, દાનવ કે ખેચર વડે અપહરણ કરાયો છે. અમારા ખોળામાં કોડ પૂર્વક ઉછરેલો હે મહાયશ! તું અમને અશરણ, છોડીને ક્યાં ગયો? ફરી પણ તારા દર્શન આપ. હે પુત્ર! તારા પ્રેમમાં પરવશ થયેલા અમોએ કયારેય પણ તારો અવિનય કર્યો નથી. તને ક્યારેય અજુગતું કહ્યું નથી. તો પણ તું અમારાથી કેમ વિરક્ત થયો? અમૃત જેવા વચનોથી અમારા કર્ણયુગલને ફરી પણ સુખ આપ. અકુશલની શંકા કરતા અમારા હૈયાની કેમ ઉપેક્ષા કરે છે? પોતાના વંશરૂપી સમુદ્ર માટે ચંદ્રસમાન ગુણરત્નોનો ભંડાર એવો તું વિધિ વડે હરણ કરાયે છતે ભાગ્યે નિધિ બતાવીને અમારી આંખોને ખેંચી લીધી છે. ભુવનોદય પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલા, ઉચ્ચતાને પામેલા સૂર્ય જેવા તારા વિના અમારા દિવસો અંધકારથી ભરેલી દિશાઓની જેમ પસાર થાય છે. અમારા વિભવનું, સુખનું અને યશનું તું એક જ કારણ છે. હે રક્ષક પુત્ર! તું દૂર ગયે છતે અમારું સર્વ રક્ષણ જલદીથી ચાલી ગયું છે. (૨૫૪)
આ પ્રમાણે માતા-પિતાને ઉત્પન્ન થયેલા અતિદારુણ દુઃખને સાંભળીને તત્પણ માતાપિતાને મળવા અતિ ઉત્સુક મનવાળો થયો. અને વિચાર્યું કે જ્યાં પાસે રહેલા માતા-પિતાના દર્શન ન થાય તો વિસ્તારથી પ્રાપ્ત થયેલ આ ભોગથી મારે શું? તેથી મારે વિના વિલંબે માતા-પિતાની પાસે પહોંચવું જોઈએ. આ પ્રમાણે ચિંતાસાગરમાં ડૂબેલો જેટલામાં રહે છે તેટલામાં કોઈક રીતે વિદ્યાધરપતિએ તેના મનોગત ભાવને જાણ્યો અને કહ્યું: હે કુમાર! તું અહીં આવ્યો છે એવો વૃત્તાંત તારા માતા-પિતા વડે જણાયો નથી તેથી હું માનું છું કે તારા માતા-પિતાના મનમાં અતિ મોટી અધૃતિ વર્તે છે. તેથી તેઓને તારા દર્શનનું સુખ આપવું ઉચિત છે. તમે જે કહો છો તે તેમજ છે એમ માનીને અનેક વિદ્યાધરોવડે અનુસરતો છે માર્ગ જેનો એવો દેવસેન નગરમાંથી નીકળ્યો. આકાશરૂપી વૃક્ષનું જાણે ફૂલ ન હોય એવા એક મોટા વિમાનમાં આરૂઢ થયો. હજારો ચારણો વડે ગવાતો છે ચંદ્ર જેવો નિર્મળ યશનો વિસ્તાર જેનો, વગાડાતા વિચિત્ર વાજિંત્રોના અવાજના સમૂહથી બધિરિત (બહેરું) કરાયું છે નભાંગણ જેના વડે એવો માતા-પિતાને મળવા ઉત્સુક થયેલો કુમાર પિતાના નગરની