________________
૪૭૪
ઉપદેશપદ : ભાગ-૨ વ્યવસ્થા કરાય છે. સુંદર સતત વાગતા શ્રવણને સુખદાયક આવાજવાળી એવી વિવિધ અસંખ્ય વાજીંત્રની સામગ્રી શંખનિધિ તેને પુરી પાડે છે. જુદી જુદી રચનાવાળા, રોગને હરનારા એવા તૈયાર કરેલા ચિનાઈ વસ્ત્રો પઘનિધિ અર્પણ કરે છે. ઘરમાં સીસું, તાંબુ, ચાંદી, મણી, સુવર્ણ વગેરેથી ઘડેલા જે ઉપકરણો છે તે મહાકાલનિધિ પુરા પાડે છે. સુંદર તલવાર-તૌમરશર (બાણ) ચક્ર, ભુસુંડી, ભિંડમાલ વગેરે યુદ્ધમાં સમર્થ એવો શસ્ત્રોનો સરંજામ માણવકનિધિમાંથી પ્રાપ્ત થાય છે. સુકુમાલ સ્પર્શથી યુક્ત, શરીરને સુખ આપનારા એવા શયન, આસન આદિ ઘણી ભક્તિથી યુક્ત નૈસર્ષનિધિથી પ્રાપ્ત થાય છે. બીજે ક્યાંયથી જે વસ્તુ પ્રાપ્ત ન થાય તે વસ્તુ સર્વરત્નમયનિધિમાંથી પ્રાપ્ત થાય છે. આમ તેના ઉગ્રપુણ્યથી સર્વ પણ વંછિત અર્થની સિદ્ધિ થાય છે. પોતાનો જ બીજો જીવ ન હોય! તેમ ઉત્તમ મંત્રીપુત્ર તેના વિશ્વાસનું એક માત્ર સ્થાન અને સ્વાભાવિક નિબિડ પ્રેમનું પાત્ર થયો. સરળતા અને હિતકારકતા એવા યથાર્થ નામને વહન કરનારી, સૌદયરૂપી રત્નોની ખાણ એવી બત્રીશહજાર સુંદરીઓ તેની પત્નીઓ થઈ. દેવીઓના રૂપને પરાભવ કરનારી બીજી આટલી પ્રધાનપુત્રી સ્ત્રીઓનો સ્વામી થયો. અનેક ખેટ, કર્બટ, મંડબ, ગ્રામ, નગરાદિથી સંકીર્ણ ભૂમિને ભોગવીને તેણે અનેક લાખ પૂર્વ વર્ષો પસાર કર્યા. (૩૭૦).
હવે કોઇકવાર શિવંકર નામના તીર્થંકર ત્યાં સમોવસર્યા. તેની પ્રવૃત્તિમાં નિયુક્ત કરાયેલા પુરુષોવડે જલદીથી રાજા જણાવાયો કે, હે દેવ! તમારા ઉદ્યાનમાં ત્રણ જગતની લક્ષ્મીને ધારણ કરતા, સકલ જગતના જીવોને વિષે વાત્સલ્યને ધરતા એવા તીર્થકર તત્કાળ સમવસર્યા છે. તત્કણ જ સાડાબાર લાખ સુવર્ણ વૃત્તિદાનમાં અપાવે છે અને આટલા ક્રોડ સુવર્ણ પ્રીતિદાનમાં અપાવે છે. દેવ, દાનવના સમૂહ વડે સમોવસરણ રચાયે છતે અંતઃપુર સહિત, પુત્રો સહિત, પરિજન સહિત તે ચક્રવર્તી રાજા નગરમાંથી નીકળ્યો અને સ્વામીને અભિવંદન કર્યું અને મોક્ષસાધક ધર્મ સાંભળ્યો. તત્કાળ જ ઉલ્લસિત થયો છે વિપુલ ભાવ જેને એવો ચક્રવર્તી આ પ્રમાણે પૂછે છે. આ રાજ્યની અંદર આ મંત્રીપુત્ર મને કેમ આટલો બધો મનપ્રિય છે? પછી ભગવાને કહ્યું: આનાથી આગલા આઠમાં ભવમાં પોપટના ભવને પામેલો હતો અને આ મંત્રી પુત્ર તારી પત્ની પોપટીના ભાવમાં હતો. ઈત્યાદિ વૃત્તાંત કહ્યા પછી પ્રિયંકર ચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મનમાં દઢ વૈરાગ્યને પામ્યો. પછી બે હાથના સંપુટને જોડીને ત્રણ ભુવન માટે સૂર્ય સમાન તીર્થકરને આ પ્રમાણે વિનવે છે કે, હે ભગવન્! પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને હમણાં આપની પાસે સર્વ પ્રાર્થિત અર્થોનું મૂળ એવું પરમવ્રત લેવા ઇચ્છું છું. પછી ભગવાને પણ કહ્યુંઅહીં વિલંબ કરવો ઉચિત નથી. કેમકે ઉત્તમ પુરુષોને મોક્ષને છોડીને બીજી કોઈ વસ્તુ પ્રાર્થના કરવા યોગ્ય નથી. દેવ-ગુરુ-ધર્મનો પ્રકૃષ્ટ સંયોગ છે જેને એવો પ્રિયંકર ચક્રવર્તી પુત્રને પોતાના સ્થાને સ્થાપીને