________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૭૯ અતિતીર્ણ રથના પૈડાની ધારથી અવંતિ રાજાનું માથું કપાઈ ગયું. (૯૯૧) પછી નરસુંદર રાજાએ અવંતીરાજને ક્યાંય પણ જોયા નહીં ત્યારે તેણે ચારેબાજુ તપાસ કરાવી છતાં પણ
જ્યારે ક્યાંય ન મળ્યા ત્યારે દેવીને (પોતાની) બહેનને બોલાવી. પછી ગાઢ તપાસ કરાવી ત્યારે ઘણાં ધૂળથી ખરડાયેલા શરીરવાળો રાજા કોઈક રીતે મળ્યો. અને તે તેવી અવસ્થામાં પ્રાપ્ત થયો ત્યારે દેવીને શોક થયો. પતિના મડદાને પોતાના ખોળામાં મૂકીને ચિતામાં બળીને ખાખ થઈ. તેથી નરસુંદરરાજાને સંસાર ઉપરથી ભારે નિર્વેદ થયો. (૯૯૨)
કેવી રીતે નિર્વેદ થયો?—ધિક્ ભવસ્થિતિ નિંદ્ય છે જે આવા પ્રકારના અનર્થના સમૂહને ઉત્પન્ન કરે છે. ત્યાર પછી નરસુંદરરાજાએ સર્વ આહારના ત્યાગ રૂપ અનશન સ્વીકાર્યું. અનશનને અંતે બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સમવસરણમાં તીર્થંકરનું દર્શન થયું (૯૯૩) અને ત્યાં સમોવસરણમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. ત્યારપછી ભવને સીમિત કર્યું. સુખની પરંપરાને ઉપાર્જન કરી, અર્થાત્ વિશિષ્ટ, વિશિષ્ટતર તથા વિશિષ્ટતમ સુખોને ભોગવીને નરક અને તિર્યંચ બે ગતિને કાપીને સાતમા ભાવમાં નરસુંદર રાજાનો મોક્ષ થયો. (૯૯૪).
अथैतदनुष्ठानत्रयमपि कथञ्चिदेकमेवेति दर्शयन्नाह[एवं विसयगयं चिय, सव्वेसिं एसिं हंतणुढाणं । णिच्छयओ भावविसेसओ उ फलभेयमो णेयं ॥९९५॥]
एवमुक्तनीत्या विषयगतमेव' मोक्षानुकूलभावप्रतिबद्धमेव 'सर्वेषां' त्रयाणामप्येतेषां कुरुचन्द्रादीनां, हन्तेति वाक्यालङ्कारे, 'अनुष्ठानं मातापितृविनयादिकृत्यं निश्चयतो' निश्चयप्रापकाद् व्यवहारनयात् । यद्येवं कथमित्थं फलविशेषः सम्पन्न इत्याशक्याह-'भावविशेषतस्तु' भावस्य भववैराग्यलक्षणस्य यो विशेषस्तारतम्यलक्षणતમાન્ પુનઃ “નમે પાનનાનાä, “મો' પ્રવત્ દૃષ્ટવ્ય | યથા માધુર્યसामान्येऽपीक्षुरसखण्डशर्करावर्षागोलकानां वर्षोलकानां) नानारूपो विशेषः, तथा सामान्येन भववैराग्ये सत्यपि सतताभ्यासादिष्वनुष्ठानेष्वन्योऽन्यं भावभेदो वर्त्तते, तस्माच्च फलविशेष इति ॥९९५॥
હવે આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન કોઇક રીતે એક જ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ–આ પ્રમાણે કુરુચંદ્ર વગેરે બધાનું અનુષ્ઠાન નિશ્ચયથી વિષયગત જ છે. ભાવવિશેષથી ફલભેદ જાણવો. १ इयमपि गाथा क्वचनादर्शपुस्तकेष्वस्मत्समीपस्थेषु नोपलब्धा । टीकामुपजीव्य त्वत्रोपनिबद्धा । एवमन्यत्रापि
सर्वत्र कोष्ठकलिखितेषु मूलपाठेषु टीकापाठेषु च विज्ञेयम् ।