________________
૪૭૩
ઉપદેશપદ : ભાગ-૨ મુનિનું આગમન! વિલંબને છોડીને આ ક્ષણે જે કરવા યોગ્ય છે તેને હું આચરું. પછી સકલ પરિજનથી યુક્ત તત્પણ તેમની પાસે જવા તૈયાર થયો. ક્રમથી ત્યાં પહોંચ્યો. વિધિથી ઉત્કંઠાપૂર્વક વંદન કર્યું. પોતાના ચક્રથી આક્રમિત કરાયું છે સકલ પૃથ્વીવલય જેના વડે એવો ઘણાં ગુણવાળો પ્રિયંકર ચક્રવર્તી રાજા, નવનિધિપતિ, ચૌદરત્નોનો સ્વામી થયો. સ્કુરાયમાન કરાયેલ કિરણના સમૂહથી, વિસ્તારિત કરાયેલ રોમ કૂપથી, સૂર્યની જેમ જિતાયું છે તેજ જેના વડે એવું આ ચક્રરત્ન અહીં સેવા માટે ઉપસ્થિત થયું છે એમ જણાય છે. તરુણ તમાલપત્ર જેવી કાંતિવાળું, વૈરીઓના મસ્તકને કાપનાર, પ્રકાશિત કરાયેલી જીભવાળો જાણે યમરાજ ન હોય એવું ખગ રત્ન તેની સેવામાં તત્પર જણાય છે. ઉપર નીચે ઉકળાટ, જળ, અને ધૂળને રોકનાર, તડકાને રોકનાર, લક્ષ્મીદેવી વડે કરાયેલ કમળમાં સ્થાપિત એવું છત્રરત્ન તેની સેવા માટે આવેલું જણાય છે. હંમેશા પણ દુર્ગમ એવા નદીના જળ તરવા વગેરેમાં જેનો ઉપયોગ છે એવું ચર્મરત્ન સંપૂર્ણ પુણ્યવાળા ચક્રવર્તીને ઉત્પન્ન થયું. તથા પર્વતને ચૂરો વગેરે કાર્યો કરવામાં દુર્લલિત, કિરણના સમૂહને છોડતું, આકશમંડળને શોભાવતું એવું ઉદંડ દંડરત્ન પ્રાપ્ત થયું. સૂર્યના કિરણોનો વિષય ન બને તેવી ગુફામાં રહેલા અંધકારના સમૂહને ઉલેચવા ધીર સામર્થ્યવાળું, જાણે હંમેશા હાથમાં રહેલી ચંદ્રકળા ન હોય તેવું કાકિણીરત્ન તેને પ્રાપ્ત થયું. શ્રીદેવીના મુગુટસમાન, સ્કુરાયમાન કિરણવાળું, નવા મેઘના શ્યામ અંધકારના સમૂહનો ચૂરો કરવામાં પ્રસિદ્ધ માહભ્યોવાળું એવું મણિરત્ન તેને પ્રાપ્ત થયું. હાથીની ઊંચાઈથી પરાભવ પામેલો નિલગિરિ જાણે નમ્યો ન હોય, વિંઝાતા સુંદર ચામરથી શોભતું, મદ ઝરાવતું એવું તેને ગજરત્ન પ્રાપ્ત થયું. અસ્મલિત ગતિમાન, બળવાન, મન જેવી ઝડપવાળો, ઊંચો, વાયુની જેમ સંપૂર્ણ એવો અશ્વર તેના પુણ્યોથી સેવાને માટે હાજર થયો. શત્રુ માટે ભયાનક, પ્રબળ શૂરવીરને માટે કાળ સમાન, પરાભવ કરાયા છે ઘણા શૂરવીરો જેનાવડે એવો સેનાપતિ તેને પ્રાપ્ત થયો. તથા દાનવ-માનવથી કરાયેલ ઉપદ્રવની શાંતિ કરવા સમર્થ, એકમાત્ર શક્તિથી પૂર્ણ હિત અને નિમિત્તનું શ્રવણ કરાવવા માટે તેને પુરોહિત પ્રાપ્ત થયો. તેને તત્કાળ અભિલષિત ઇદ્રના નિવાસનું અનુકરણ કરે તેવા ભવનો બનાવનારો, જેનું માહભ્ય વધ્યું છે એવો વિશ્વકર્મા સમાન સુથાર થયો. જવાબદારી વહન કરનાર, વિશ્વાસપૂર્વક વ્યવહાર ચલાવનાર, સ્વામીના ગૃહકાર્યમાં તત્પર, લોકાચારમાં સુકુશળ એવો ગાથાપતિ = રસોઈયો તેને પ્રાપ્ત થયો. સર્વાગે લાખો લક્ષણોથી લક્ષિત, પતિના ચિત્તને રંજન કરવામાં દક્ષ, રત્નોની પ્રજાને પણ ઝાંખુ પાડનાર એવું રમ્ય સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું. (૩૫૭). તે તેને પંદુકનિધિ યથાકાલ અસ્મલિત ક્રમથી શાલિ-જવ વગેરે સર્વજાતિના ધાન્યો અર્પણ કરે છે. તેની કુંડલ-તિલક-અંગદ અંગુઠી (વીંટી) મણિમુકુટ અને સુંદર હાર વગેરે દિવ્ય અલંકાર વિધિ (વ્યવસ્થા) પિંગલનિધિ કરે છે. સુગંધના ભરથી ભરાઈ છે દિશાઓ જેનાવડે, સર્વ ઋતુઓના ઉજ્વલિત અને વિકસિત દળવાળા પુષ્પો ચંદન વગેરે માલ્યની કાલનિધિવડે