________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૭૧ સમાન છે. હું અહીં રહેવા ઇચ્છતો નથી, કેમકે અહીં ચારેય બાજુ દુઃખની પરંપરા છે. તેથી હમણાં પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપીને તમારી પાસે મોક્ષના સુખને આપનારી દીક્ષા લેવા ઇચ્છું છું. જિનેશ્વરે કહ્યું કે એ પ્રમાણે કરો. પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તુરત જ ચંદ્રકાંતાની સાથે જાણે કારાગારમાંથી નીકળતો ન હોય એમ સમ્યક્ સંવિગ્ન મનથી ઘરમાંથી નીકળે છે. (ભાવથી સંસારનો ત્યાગ કરે છે.) જિનપ્રરૂપિત સિદ્ધાંતનો અભ્યાસ કર્યો, ચારિત્રથી આત્માને ભાવિત કર્યો તથા લાંબા સમય સુધી વિચિત્ર પ્રકારના તપ કર્મો કરીને શરીરને કૃશ કર્યું. હંમેશા અત્યંત વિશુદ્ધ વેયાવચ્ચથી તથા નિપુણપણે ગચ્છને ઘણી રીતે ઉપગ્રહ કરવાની બુદ્ધિથી ક્લિષ્ટકર્મોની નિર્જરા કરી અને ઘણાં પુણ્યના સમૂહને ઉપાર્જન કર્યો. તે જીવિતના અંતે બ્રહ્મદેવલોકમાં ઇંદ્ર થયો અને નિરંતર ઘણા આનંદને અનુભવતી તે ચંદ્રકાંતા સાધ્વી તે જ દેવલોકમાં તેની મહર્દિક સામાનિક દેવ થઈ. તે આકાલ (દેવભવમાં ઉત્પન્ન થયો ત્યારથી) શુદ્ધમનવાળો બધા બ્રહ્માદિ દેવોની સાથે સિદ્ધાચલમાં વિવિધ મહિમાને કરતો કાળ પસાર કરે છે. તથા ભરત ઐરાવત અને મહાવિદેહમાં થયેલા જિનેશ્વરોના કલ્યાણકના દિવસોમાં મહામહોત્સવ કરવામાં તત્પર થયો. તથા નિત્ય તપ કરનારા, કર્મરૂપી શત્રુને હણનારા, અતિશય જ્ઞાન પ્રધાન એવા મહા મુનિઓની પૂજા કરવામાં નિરત થયો. જે જે મહાત્માઓ ક્ષીરોદધિ જેવા નિર્મળગુણોથી યુક્ત છે તે તે મહાત્માઓના ગુણોની સંકથાથી ઘણો ખુશ થતો દસ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરે છે. (૩૧૦)
પછી ધાતકીખંડમાં પૂર્વના મેરુપર્વતની નજીકના વિજયમાં અમરાવતી નગરીમાં શ્રીષેણ નામનો રાજા હતો. જેના ચરણપીઠમાં રાજાઓના સમૂહના મુકુટોના કિરણો સ્પર્શ કરતા હતા. અને તેને દિવ્ય લાવણ્યથી પૂર્ણ છે સંપૂર્ણ શરીર જેનું, કોકિલના કૂળના જેવા કોમલ છે આલાપો જેના એવી સુયશા નામની દેવી જેવી રાણી હતી. તેની કુક્ષિમાં દેવસેન દેવનો જીવ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન્ન થયો. પછી તેણી ગજ-વૃષભ સિંહ વગેરે ચૌદ મહાસ્વપ્નોને જૂએ છે અને જાગેલી પતિને ચૌદ મહાસ્વપ્નોની વાત કહે છે. રાજ્ય સંભાળે તેવો પુત્ર થશે એમ રાજા તેને સ્વપ્નનું ફળ કહે છે. પરમ પ્રણયના યોગથી તેણી કહે છે કે, એ પ્રમાણે થાઓ. પ્રભાતનો સમય થયો ત્યારે સ્વપ્નશાસ્ત્રને જાણનારા આઠ નૈમિત્તિકોને બોલાવે છે. કુસુમાદિના દાનથી મુખ્ય નૈમિત્તિકનો સત્કાર કરે છે. તેઓને પૂછે છે કે આ સ્વપ્નોનો મને શું ફળ મળશે? તેઓ શાસ્ત્રોને વિચારીને પરસ્પરને સંગત થયેલા સુવિશ્વાસુ કહે છે કે, હે દેવી સાધિક નવમાસ પસાર થયા પછી દેવી હીરા જેવા પુત્રને જન્મ આપશે, જે પરાક્રમથી પૃથ્વી મંડળને જીતી લેશે. પછી નવનિધિના વિનિયોગથી ફળીભૂત થઈ છે. સર્વ ઇચ્છાઓ જેની એવો તે અંતે સોળહજાર યક્ષોથી સેવાયેલો મૃત્યુલોકનો પ્રભુ એવો ચક્રવર્તી થશે. અથવા તો ભક્તિથી નમતા ઘણા દેવોની