________________
૪૭૦
ઉપદેશપદ : ભાગ-૨ કયારેક ચાકરોના પ્રમાદના દોષથી ફૂલ-ફળ ગંધ વગેરે નવી ભોગની સામગ્રી જલદીથી પ્રાપ્ત ન થઈ. તેથી વાસી સામગ્રીથી ચંદ્રકાંતાએ શૃંગાર કર્યો જે અત્યંત સુંદર ન થયો. તેથી સખીજને તેનો ઉપહાસ કર્યો. તે પિતાને વહાલી નથી કેમકે પિતાએ તેને હલકી ભોગની સામગ્રી મોકલી અને તત્ક્ષણ જ તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ખરેખર મારો પિતા પણ મારા ઉપર સ્નેહ શૂન્ય થયો. હું માનું છું કે બીજું પણ આવું થશે. બીજો કયો પુરુષ પિતા કરતા પ્રેમાળ હોય? તેથી મારો પિતા પણ નેહરહિત થાય તો હું માનું છું કે જગત શૂન્ય જ છે. આ પ્રમાણે ચિત્તમાં ચિંતન કરવાથી તેનો મોહ નષ્ટ થયો. જ્યારે રાજાએ તેને આવી જોઈ ત્યારે તેનો પણ પ્રેમપિશાચ વિષયો ઉપરથી નષ્ટ થયો. પછી તેઓએ સકલ જગતને બાળકોએ બનાવેલા રેતીના ઘરની સમાન અથવા પવનથી ચલાવાયેલ ધ્વજાપતાકા સમાન જોયું. (૨૮૮).
આ પ્રમાણે સંસારથી વિરક્ત થયું છે મન જેઓનું એવા તેઓના જેટલામાં દિવસો પસાર થાય છે તેટલામાં વિપુલયશ નામના તીર્થંકર પધાર્યા. સૂર્યના બિંબ જેવા રૂપવાળા, આગળ ચાલતા અને અત્યંત દૂર કરાયો છે અંધકાર જેના વડે એવા ધર્મચક્રની સાથે ઘણા શોભતા તથા અતિસુંદર પાદપીઠથી સહિત સ્ફટિકમય સિંહાસનથી શોભતા, ઉપર આકાશાંગણમાં ચંદ્ર જેવા ત્રણ ઉજ્જવળ છત્રોથી શોભતા, વિધુતપુંજ જેવા ઉજ્જવળ સુર્વણમય નવ કમળ ઉપર મુકાયા છે ચરણો જેનાવડે, ઘણા ક્રોડ દેવોથી નમાયેલા, વિંઝાવાતો છે સફેદ ચામરનો સમૂહ જેને, પ્રલયકાળના વાદળ જેવા ગંભીર દુંદુભિના ભંકારારાવથી બહેરો કરાયો છે દિશાનો અંત જેનાવડે, એવા વિપુલયશ નામના તીર્થંકર ત્યાં સમોવસર્યા ત્યારે જાણે પૃથ્વી પર સાક્ષાત્ સ્વર્ગજન અવતર્યું અને પ્રવૃત્તિ નિવેદક પુરુષોએ જણાવ્યું કે હે દેવ! આજે આ નગરમાં વિપુલયશ નામના તીર્થકર સમોવસર્યા છે. સર્વ રિદ્ધિના સારથી દેવસેન રાજા વંદન કરવા નીકળ્યો. પાંચ પ્રકારના અભિગમપૂર્વક તેમની પાસે પહોંચ્યો અને તીર્થકરે તેમને ધર્મ કહ્યો. (૨૯૫) જેમકે
આ મનુષ્ય જન્મ દુર્લભ છે. ઈંદ્રોને પણ ભોગવાયેલું આયુષ્ય પાછું આવતું નથી. જીવિતની સારભૂતતા તથા નરોગતા આદિ અતિ ચંચળ છે. જ્યાં સુધી પોતાના કાર્યમાં બદ્ધબુદ્ધિ હોય ત્યાં સુધી આ સકલ પણ સ્વજનલોક સ્નેહવાળો છે. અર્થાત્ સ્વજનલોક ગરજ સરે ત્યાં સુધી છે પછી પરજન છે. ધર્મ સંબંધી વીર્ય પણ નિયત નથી. તેથી આ ધર્મસામગ્રી મેળવીને સમ્યધર્મના ઉદ્યમથી મનુષ્ય ભવ સફળ કરવો ઘટે. આ પ્રમાણે જિનેશ્વરની વાણી સાંભળીને સમસ્ત દોષોની હાનિ કરી અને સર્વ સંગના ત્યાગથી સર્વ વિરતિ લેવાને ઉપસ્થિત થયો. પછી આ પ્રમાણે કહે છે કે, હે નાથ! આ લોક (સંસાર) પ્રદીપ્ત (–બળતા) ઘર