________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૬૯ નજીકમાં પહોંચ્યો. પવનથી આંદોલિત કરાયેલ ધ્વજપટની માળાઓથી શોભતો છે ટોંચનો અગ્રભાગ જેનો એવા તે વિમાનને પ્રથમ અતિદૂરથી આવતો જોઈને પછી મધુરકંઠી ચારણોના મુખથી બોલાતો કાનને માટે અમૃતની ધારાની નીક સમાન જયજયારવને નગરના લોકોએ સાંભળ્યો. જેમકે- પૃથ્વી ઉપર સકલ રાજાઓના શિરોમણિપણાને પામેલો ચંદ્ર જેવો ઉજ્વળ રાજા જય પામે છે. આ પ્રમાણે જેને સુભગજનોમાં શ્રેષ્ઠ અને પવિત્ર દેવસેન નામે સુકીર્તિમાન પુત્ર છે, તે રાજા શોભે છે. પુલકિત થઈ છે મનોરથમાલા જેની એવો લોક જેટલામાં ક્ષણથી રાજાને કુમારના આગમનનું નિવેદન કરે છે તેટલામાં જલદીથી કુમાર રાજભવનમાં આવ્યો. પ્રમોદથી રોમાંચિત થયેલા, આંસુની ધારાથી વક્ષસ્થળને સિંચતા પિતાએ જરાક અભુત્થાન કર્યું. પછી ઉત્કંઠાના વશથી પૃથ્વીતળ પર સ્પર્શ કરાયો છે મુકુટ જેના વડે એવા કુમારે પ્રણિપાત કર્યો અર્થાત્ પગે લાગ્યો અને રાજાએ પણ સર્વાગથી આલિંગન કર્યું. ત્યારપછી ઘણા મૂલ્યવાળા વસ્ત્રમાં સ્થાપિત કરાયું છે મુખરૂપી કમલ જેનાવડે એવી પુત્રવધૂ કંઈક દૂર રહીને રાજાના ચરણમાં પડી. પુત્રનું મુખ જોઈને એકક્ષણ આનંદ પામીને રાજા કહે છે કે હે વત્સ! તારી માતા અતિ ઉત્સુક છે તેને મળ. મસ્તક ઉપર કરકમળ જોડીને કહે છે કે પિતા મને જે આજ્ઞા કરે છે તેમ થાઓ. અને તેના (-પિતાના) ચરણમાં પ્રણામ કરવાપૂર્વક વિધિથી માતાની પાસે ગયો. ઘણાં દિવસોના વિરહથી પાતળું થયું છે શરીર જેનું, સંકોચાઈને ફિક્કા પડી ગયેલ છે ગાલ જેના, જાણે જન્માંતરને પ્રાપ્ત ન થઈ હોય એવી માતાને જુએ છે. પછી પુત્રના દર્શનથી મેઘધારાથી સિંચાયેલ કદંબવૃક્ષના પુષ્પની માળાની જેમ તલ્લણ જ પોતાના શરીરમાં નહીં સમાતી વિશેષ હર્ષને પામી. વહુ સહિત પુત્ર માતાને પ્રણામ કરે છે અને તે પણ આવા આશીર્વાદ આપે છે કે, હે પુત્ર! તું પર્વત જેવા આયુષ્યવાળો થા અને પુત્રવધૂ આઠ પુત્રની માતા થાય. પરિવાર વડે જણાવાયો છે સર્વ વ્યતિકર જેને એવો કુમાર એક ક્ષણ રહીને પિતા વડે બતાવાયેલ મહેલમાં આવ્યો અને ત્યાં સુખપૂર્વક રહે છે. (૨૭૫)
અને તેણે ક્રમથી રાજ્ય મેળવ્યું. પ્રલયકાળના અગ્નિ સમાન પ્રતાપથી હણાયા છે શત્રુઓ રૂપી વૃક્ષો જેના વડે એવા કુમાર વડે સર્વ પૃથ્વી વશ કરાઈ. પ્રતિદિન વિદ્યાધરો વડે લવાયેલા ઉત્તમ ફૂલો અને ગંધ આદિથી શ્રીચંદ્રકાંતાની સાથે ભોગો ભોગવે છે. આ પ્રમાણે અતિનિબિડ સ્નેહની બેડીથી બંધાયેલા તેઓનો કાળ પસાર થાય છે ત્યારે કોઈક વખતે સુખે સુતેલી ચંદ્રકાંતા સ્વપ્નમાં કલ્પવૃક્ષને જુએ છે. તે મનોરમ ફળ-ફૂલના સમૂહથી નમેલ શોભાવાળો છે, ઘરના આંગણામાં ઊગેલ છે, અતિ સ્નિગ્ધ પાંદડાવાળો છે, સારી છાયાવાળો છે. તેણીએ સર્વ સ્વપ્ન પતિને જણાવ્યું. દેવસેને પોતાના કુલ માટે કલ્પવૃક્ષ સમાન પુત્રના લાભપૂર્વકના સ્વપ્નના સ્વરૂપને જણાવ્યું. સાધિક નવ માસ પછી પુત્રનો જન્મ થયો. “કુલકલ્પતરુ' એ પ્રમાણે તેનું નામ સ્થાપન કરવામાં આવ્યું. ક્રમથી તારુણ્યને પામ્યો.