________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૬૭ પછી મણિપતિ રાજાએ વિચિત્રમય નામના સેવકને આજ્ઞા કરી કે, હે ભદ્ર! તું દેવસેનને અહીં નગરમાં જલદી લઈ આવ. દેવ જેની આજ્ઞા કરે છે તેને હું કરીશ એમ સ્વીકારીને તે સેવક તે સ્થાનથી ગયો અને ગિરિશિખરથી નીચે ઊતર્યો. તે સમયે તેના (ચંદ્રકાન્તાના) રૂપથી ઉન્માદવાળો થયેલો કુમાર ક્યાંય પણ રતિને નહીં પામતો નંદન નામના ઉદ્યાનમાં આવ્યો. જયકુંજર હાથીના સ્કંધ ઉપર બેઠેલો કુમાર જેટલામાં ચારેબાજુ ફળ ફૂલથી સમાકુલ ઉદ્યાનને વ્યાકુળ મનથી જુએ છે. તેટલામાં ચંદનવૃક્ષના ગંધના ઉદ્ગાર (પ્રવાહ)માં લુબ્ધ થયું છે મન જેનું એવો હાથી ઘણા પાંદડાના સમૂહવાળા ચંદનવૃક્ષના એક ગહનનિકુંજમાં પ્રવેશ્યો. ત્યાં અતિ સંકડાસ હોવાથી પરિવારે પ્રવેશ ન કર્યો. પરંતુ પરિવારે તત્ક્ષણ તે હાથીને ચારે તરફથી ઘેરી લીધો. (૨૨૮).
એટલામાં તે ચિત્રમય નામનો વિદ્યાધર તાડવૃક્ષના જેવી બે લાંબી ભૂજા છે જેની એવા, ગગનાંગણના અગ્ર ભાગમાં અડતા શરીરને તથા મહiધકારને વિકુવને હાથીના સ્કંધ પરથી દેવસેનને ઊંચકે છે, અને ક્ષણથી મણિકુંડલ રાજાના ઉદ્યાનમાં લઈ જાય છે. દેવસેને જાણ્યું કે હું કોઇપણ વડે કોઇપણ કારણથી અપહરણ કરાયો છું, તો હવે અહીં શું કરું? અથવા અહીં રહેલો હું અપહરણનો શું પરિણામ થાય છે તે જોઉં. એ પ્રમાણે વિચાર કરતો જેટલામાં રહે છે તેટલામાં તેના આગમનને જાણીને પરિવાર સહિત, વાજિંત્રના અવાજથી પુરાયું છે આકાશ તલ જેના વડે એવો રાજા મહાવિભૂતિથી તેને લેવા માટે નગરમાંથી નીકળ્યો, દેવસેનની પાસે આવ્યો અને દેવકુમાર જેવા તેને જોતો પોતાની આંખોને અને વિધિના નિર્માણને સફળ માને છે. કુમારે પણ ઊભા થઈ તેનું અભુત્થાન કર્યું અને આદર-પ્રેમ સહીત પ્રણામ કર્યો. અને રાજાવડે ઘણાં બહુમાન પૂર્વક બોલાવાયો. પિતા જેમ પુત્રને ઘરે લઈ જાય તેમ ઘણાં ગૌરવપૂર્વક તેને ઘરે લઈ ગયો અને શયન-અશન-ભોજન વગેરે આપવાપૂર્વક સેવા કરી. કુમારે અતિગુપ્ત રાખેલું પણ અપહરણનું કારણ લોકો પાસેથી જાણ્યું અને તેની પુત્રીના દર્શન માટે ઉત્સુક મનવાળો થયો. કયારેક તેણે પોતાના ઘરના આંગણામાં ચાલતી ચંદ્રકાન્તાને જોઈ. પૂર્વે જોયેલી પ્રતિકૃતિના અનુસારથી તે આ જ છે એમ જાણ્યું. તે વખતે વિદ્યાધર બટુકે તેને ચાંડાલણી કહી હતી તે મારા પ્રેમના પરીક્ષા નિમિત્તે કહ્યું હતું એમ હું માનું છું. ભાગ્ય અનુકૂળ હોતે છતે તેવું કોઈ સુખ નથી જે કલ્યાણને માટે ન થાય. જે મેં આને જોઈ તે મારા મનોરથોને પણ અગોચર છે. આ પ્રમાણે ચિત્તની ચિંતાની પરંપરાથી ઉલ્લસિત થયો છે સંતોષ જેને એવો દેવસેન જેટલામાં રહે છે તેટલામાં રાજા સ્વયં જ તેની પાસે આવીને કહે છે કે, હે કુમાર! આ મારી પુત્રી ચંદ્રકાંતા તારા ગુણો સાંભળીને ઉન્માદિત થયેલી કોઈપણ રીતે દિવસો પસાર કરે છે, તેથી તે કૃપા કર અને આની સાથે લગ્ન કર. એમ કરવાથી રાત્રિ પરિપૂર્ણ ચંદ્રમંડલના યોગવાળી થશે. આ