________________
૪૫૮
ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે વિચારવા લાગ્યો. શું આ મારી સ્ત્રી છે? અથવા તેનો અહીં સંભવ કયાંથી? ભાગ્યની ગતિ વિચિત્ર છે અથવા અહીં શું ન સંભવે? અથવા આ બીજી જે કોઈ પણ સ્ત્રી હોય તેનું મારે અતિદુષ્ટ વિચિત્ર રાક્ષસની ચેષ્ટાથી રક્ષણ કરવું જોઈએ. પછી પડકારના અવાજથી બહેરો કરાયો છે રણ પ્રદેશ જેના વડે એવો કુમાર તે કાપાલિકને કહે છે કે અરે! અરે! તું અનાર્ય કાર્ય કરવા કેમ તૈયાર થયો છે? ઉગામેલી તલવારવાળા અને હણવા માટે નિશ્ચય કરેલા કાપાલિકને જોઈને કુમારે અતિભયભીત કર્યો અને એકાએક તે પલાયન થઈ ગયો. જેને જીવન પ્રાપ્ત થયું છે એવી તે કુમાર વડે પુછાઇ કે, તું કહે અહીં કેવી રીતે આવી? તે કહે છે કે હું રાત્રિએ સુખે સૂતી હતી ત્યારે કોઈક અનાર્યો મારું હરણ કર્યું અને તત્ક્ષણ જ જાગેલી જેટલામાં ચારેબાજુ જોઉં છું તેટલામાં આ કાપાલિકને જોયો. કુમારે પણ પોતાનો વૃત્તાંત જણાવ્યો કે હું તને પરણવાના હેતુથી ચાલ્યો હતો. હે સુંદરી! ભાગ્યના યોગથી અશ્વ મને અહીં લાવ્યો છે. (૬૦)
આ અવસરે કુમારનું સર્વ જ સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. પછી પુરંદરયશાને લઈને તેના પિતાના ઘરે લઈ ગયો. અત્યંતરાગી તે બેનો મોટા મહોત્સવ પૂર્વક વિવાહ થયો. કાળક્રમે પિતાની નગરીમાં પાછો ફર્યો અને પિતાને પગે પડ્યો. પછી રાજાએ ઘણા ક્રોડ ધન અને બીજું પણ રાજગૃહને ઉચિત આઠગણું દાન પુત્રવધૂને અપાવ્યું. જેવી રીતે દોગંદુક દેવનો કાળ દિવ્યભોગોથી પસાર થાય તેમ મનોરથની સાથે સિદ્ધ થયા છે કાર્યો જેના એવા તેનો પણ કાળ પસાર થાય છે. (૬૪).
ક્યારેક સીમાળાનો રાજા દેશને વ્યાકુળ કરે છે, નિધિકુંડલના પિતાને તેની ખબર મળી. અતિક્રોધાયમાન, પ્રલયકાળના પવનથી લોભ પમાડાયેલ સમુદ્રના પાણીના મોજા જેવો ભયંકર એવો નિધિકુંડલનો પિતા તેને શિક્ષા કરવા માટે આગળ નીકળ્યો અને દેશના સીમાડે પહોંચ્યો. મહાઘોર યુદ્ધ જામ્યું. શત્રુએ છળથી તેનો કોઇપણ ઉપાયથી ઘાત કર્યો. પછી પરિજને નિધિકુંડલને પિતાના સ્થાને રાજા તરીકે સ્થાપન કર્યો. તેણે પોતાના તેજસ્વી પ્રતાપરૂપ અગ્નિથી સર્વ શત્રુવર્ગને ભસ્મીભૂત કર્યો.
ક્યારેક નંદિવર્ધન નામના આચાર્ય ત્યાં સમોવસર્યા. પરિવાર સહિત મોટા ગૌરવથી નિધિકુંડલ વંદન કરવા તેમની પાસે ગયો. સૂરિના દર્શન કર્યા અને રોમાંચિત કાયાથી વંદન કર્યું. અને તેમની પાસે કાનને અમૃત સમાન ધર્મ આદરથી સાંભળ્યો. જેવી રીતે આંખના પડલ પીગળી જતા કોઇપણ જીવ જોઈ શકે છે તેમ મોહરૂપી પટલ ગળી જવાથી નિઘિકુંડલ તત્ત્વને સારી રીતે જોવા લાગ્યો. પુરંદરમશાની સાથે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને ભોગો વિષે અલુબ્ધબુદ્ધિવાળો થયો. અર્થાત્ તેની વિષયોની આસક્તિ ઘટી. કેટલાક સમય પછી