________________
૪૫૬
ઉપદેશપદ : ભાગ-૨
આ ભરતક્ષેત્રમાં કોશલ નામનો શુભપ્રદેશવાળો દેશ છે. જેમાં ઘણાં વિકસિત કમળોના સમૂહોવાળા હજારો ઉત્તમ સરોવરો આવેલા છે. સ્થાને સ્થાને હજારો મંદિર એને સભાઓથી દેવલોકની સભાનો ઉપહાસ કરે તેવી શોભાવાળું સાક્ત નામનું નગર છે. નગરમાં પોતાના વંશમાં મૌક્તિક અને મણિ સમાન, ચંદ્રની સમાન જેનો યશ પ્રસરેલો છે, ક્રોધથી લાલ બનેલા શત્રુઓનો વિનાશ કરવામાં યમરાજ સમાન અને શોભતી છે તલવાર જેના હાથમાં એવો સમરસિહ નામનો રાજા છે. જે ઉન્માર્ગમાં દોરનાર હરણિયા માટે સિંહ સમાન છે, અર્થાત્ અન્યાયથી રાજ્ય ચલાવનાર રાજા રૂપી હરણિયા માટે સિંહ સમાન છે. જેણે નમતા સામંતોની મુકુટતટમા (માથામાં) કુમાર્ગનું તાડન કરેલું છે, અર્થાત્ સામંત રાજાઓના નગરમાંથી કુમાર્ગનો નાશ કરાવ્યો છે. અને તેને વિકસિત કમળની જેવી શોભાવાળી, શંખ જેવી ઉજ્વળ કુલલક્ષ્મી એવી દમયંતી નામે દેવી છે. જે સ્વયં રાજાવડે પોતાની અને રાજ્યની જીવનદોરી મનાય છે. તેની સાથે ચિત્તને હરનારા વિષયોનું સેવન કરતા રાજાના વિરહ વિનાના દિવસો પસાર થાય છે. (૧૯)
અને કોઈક વખત સુખે સુતેલી તે દેવી રાત્રિના મધ્યભાગમાં સ્વપ્નમાં ઇંદ્રના ધનુષ્ય જેવી કાંતિવાળા કુંડલને જુએ છે. અને આ બાજુ જિનપૂજા કરવાના પરિણામના વશથી જેણે બોધિનું બીજ મેળવ્યું છે એવો પોપટનો જીવ તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. જાગેલી તત્કણ જ પતિને સર્વ નિર્વેદન કરે છે. રાજા પણ કહે છે કે, હે પ્રિયે! તને નક્કીથી ઉત્તમ પુત્ર થશે. ચંદ્રના ઉદયમાં જેમ સમુદ્ર અનુત્તર વિસ્તાર પામે છે તેમ આપણા કુળનો પૃથ્વી અને આકાશમાં અનુત્તર વિસ્તાર થશે. પછી નવમાસ અને થોડા દિવસો પૂરા થયા એટલે શરીરની પ્રજાના સમૂહથી વિભૂષિત કરાયો છે દિશાનો સમૂહ જેનાવડે એવા પુત્રનો જન્મ થયો અને ત્યાર પછી આની નાળને છેદીને દાટવા માટે ભૂમિ ખોદવામાં આવી ત્યારે તેમાંથી રત્નથી ભરેલો નિધિ નીકળ્યો. આનો જન્મ મહોત્સવ પૂર્ણ થયા પછી માતા-પિતાએ કુંડલ અને નિધિનું દર્શન થયું હોવાથી એનું નામ નિધિકુંડલ પાડ્યું. આ પ્રમાણે અનેક હજાર મહામહોત્સવના આશ્રયથી વધતો અતિસુંદર તરુણીના હૈયાને હરનાર યૌવનને પામ્યો. (૨૭)
અને તે પોપટી મરીને કુણાલદેશમાં શ્રાવિસ્ત નગરીમાં શ્રીષેણ રાજાની કાંતિમતી ભાર્યાને વિશે ચંદનની માળાના લાભપૂર્વકના સ્વપ્નથી સંસૂચિત શુભમુહૂર્વે પુત્રીપણાથી ઉત્પન્ન થઈ અને મહોત્સવ કરાયો અને પુરંદર નામના કુસુમની માળાના સ્વપ્નથી સૂચિત પુત્રીનો જન્મ થયો હોવાથી આ પુત્રીનું નામ પુરંદરયશા રાખ્યું. તે પણ ઘણા પુષ્ટ સ્તનના ભારથી કુટિલ (મોહક) એવા શ્રેષ્ઠ યૌવનને પામી. તેનું યૌવન તરુણ લોકને