________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૫૯ અમૂલ્યગુણરત્નોનો નિધાન, ક્ષીરસમુદ્રના જળ જેવા ઉજ્વળ યશથી શોભિત, પ્રતિપૂર્ણ યશવાળા પુત્રનો જન્મ થયો. જન્માંતરમાં જિનપૂજાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી વિશુદ્ધ શ્રદ્ધાથી મેરગિરિના શિખર જેવું ઊંચું રમ્ય જિનમંદિર કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી હવે ક્યારેક મુનિઓથી સનાથ એવા સુમતિનાથ નામના તીર્થંકર ત્યાં આવ્યા. તીર્થંકરના વચનરૂપી અમૃતધારાના વરસાદથી બુઝાય ગયો છે વિષયરૂપી વિષમ દાહ જેનો એવો નિધિકુંડલ ઉજ્વળ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયેલો પોતાના પદે પુત્રનું સ્થાપન કરે છે અને પવિત્ર વિધિથી યથોચિત કાર્યો કરીને સાવધ કાર્યમાં ભીરુ એવા એણે પત્નીની સાથે દીક્ષા લીધી. વ્રતની તીવ્ર આરાધના કરીને અનેક પ્રકારના તપો તપીને અંતમાં સમાધિમાં લીન મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો અને દિવ્યભોગ ભૂમિનું ભાજન થયો અને તે પુરંદરયશા તે જ દેવલોકમાં તેની દેવી થઈ. પાંચ પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુંડરિકીણી નગરીમાં નૃપચંદ્ર રાજાની શ્રીચંદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં ઐરાવણ હાથીના સ્વપ્નથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ લલિતાંગ રાખવામાં આવ્યું. સર્વકળાનો અભ્યાસ કરી ક્રમથી ઉન્નત ઘણાં સૌભાગ્યવાળા તારુણ્યને પામ્યો. (૮૨).
અને દેવી પણ આ જ વિજયમાં સુંદર મણિનિધિ નગરમાં શિવરાજાની શિવા દેવી રાણીની કુલિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તરુણોના ચિત્તને ઉન્માદ પમાડતી નામથી ઉન્માદંતી થઈ. અતિઉત્તમ સ્તનથી અંતરિત, અંતિલાવણ્યમય યૌવનને પામી. આ વિવાહને ઉચિત છે એમ જાણીને ક્યારેક તેની માતાએ સ્નાન કરેલી, સર્વાગથી પરિધાન કરાયો છે મનોહર શૃંગાર જેના વડે એવી પુત્રી પિતાને અર્પણ કરી અને રાજા પણ તેના રૂપને જોઈને વ્યાકુળ થયો કે રાજપુત્રોમાંથી કયો રાજપુત્ર આનો ઉચિત વર થશે? તેથી આનો સ્વયંવર વિધિ કરવો ઉચિત છે. તેમાં પોતાની ઇચ્છા મુજબ વરે. એમ કરવાથી અનુચિતવરના પ્રદાનનો દોષ મને ન લાગે. સ્વયંવર માટે અતિવિપુલ મંડપ રચાયો. દૂતો મારફત ઘણાં પણ રાજપુત્રોને આમંત્રણ અપાયું. વિંઝાતા સફેદ સુંદર ચામરો અને છત્રોથી છવાયા છે દિશાના અંતો જેઓ વડે એવા ઘણા રાજપુત્રો ચારે તરફથી ત્યાં ભેગા થયા અને સુપ્રશસ્ત દિવસે વિવાહ માટે ઉપસ્થિત થયા. તે રાજપુત્રોની અંદર ચાર રાજપુત્રોનું ચાર વિદ્યામાં કૌશલ્ય હતું, જે ઘણા લોકોને આનંદ આપનાર હતું. સિંહ રાજપુત્ર જ્યોતિષ વિદ્યામાં પારંગત હતો અને પૃથ્વીપાલ વિમાન વિદ્યામાં નિપુણ હતો. અજ ગારુડવિદ્યામાં પારંગત હતો અને ધનુર્વિદ્યામાં લલિતાંગ પારંગત હતો. તે ઉન્માદંતી પણ શૃંગાર સજીને સ્વયંવર મંડપમાં આવેલી આ પ્રમાણે બોલે છે કે જ્યોતિષ-વિમાન-ધનુષ અને ગારુડ વિદ્યામાંથી કોઈ પણ