________________
૪૩૨
ઉપદેશપદ : ભાગ-૨ તેવા ખેલ-તમાસા થઈ રહ્યા છે, દૂરથી સોડમ આવે તેવી મીઠાઈઓ ગોઠવવામાં આવી છે, બીજી પણ ચિત્તાકર્ષક વિવિધ રચનાઓ કરી છે. આ રીતે રાજાએ ઉત્સવ ગોઠવ્યો). જીવવાની ઈચ્છાથી કાયિક-વાચિક-માનસિક વ્યાપ વિના તેલથી પૂર્ણ ભરેલું પાત્ર રાજા સુધી લઈ ગયો. દુષ્કર અને એથી જ કોઈનાથી પણ (એવું કાર્ય કરવા માટે) વિચારી ન શકાય તેવું કાર્ય તેણે કર્યું એટલે રાજાએ તેને કહ્યું: દુષ્કર કાર્ય કરનાર અપ્રમાદ છે, અર્થાત્ જેનાથી દુષ્કર પણ કાર્ય કરી શકાય તેવો અપ્રમાદ શક્ય છે, અશક્ય નથી. આથી તું કોઈ અપ્રમત્ત નથી એમ ખોટું કેમ કહે છે? શ્રેષ્ઠિપુત્રે રાજાની વાતનો સ્વીકાર કર્યો. રાજાએ તેને ધર્મમાર્ગમાં બોધ આપ્યો કે–જેવી રીતે તે માત્ર એક મરણના ભયથી દુષ્કર અપ્રમાદ ભાવનો સ્વીકાર કર્યો, અર્થાત્ અપ્રમાદનું સેવન કર્યું તેમ અનંત (ત્રપરિમાણ રહિત) મરણાદિ દુઃખોથી ભય પામેલા અને મોક્ષ માટે ઉદ્યમ કરનારા સાધુઓ અપ્રમાદને સેવે છે. અપ્રમાદનું સ્વરૂપ પૂર્વે ૯૨૧મી ગાથાની ટીકામાં જણાવેલ છે. (૯૩૦-૯૩૧)
आह-यदि जरामरणादिभयाद् मोक्षार्थितयोपतिष्ठन्ते जीवास्ततः किं सर्वे भव्या अप्रमादसारं न प्रतिपद्यन्ते? इत्याशक्याह
अपरिणए पुण एयम्मि संसयाईहिं ण कुणइ अभव्यो । जह एवं गुरुकम्मो, तहेव इयरोवि पव्वजं ॥१३२॥
'अपरिणते' अङ्गाङ्गीभावलक्षणपरिणाममनागते पुनरेतस्मिन् जिनवचने 'संशयादिभिः' संशयविपर्ययानध्यवसायैवैधुर्यमानीते 'न करोति' न विधत्ते 'अभव्यो' निर्वाणगमनान) जन्तुर्यथैनं जिनोपदेशमिच्छाविषयभावानयनमात्रेणापि, 'गुरुकर्मा' उदीर्णदृढचारित्रमोहः तथैवेतरोऽपि जन्तुः परिणतजिनवचनसर्वस्वोऽपि प्रव्रज्यामप्रमादरूपाम् ॥ अत एव पठ्यते-"सम्महिट्ठीवि कयागमोवि अइविसयरागसुहवसओ । भवसंकडम्मि पविसइ, एत्थं तुह सच्चई णायं ॥१॥" ॥९३२॥
જો જીવો જરા-મરણાદિના ભયથી મોક્ષ માટે ઉપાસના કરે છે તો ભવ્ય બધા જીવો અપ્રમાદ રૂપ સારનો કેમ સ્વીકાર કરતા નથી? અર્થાત્ બધા ભવ્યો ચારિત્ર કેમ સ્વીકારતા નથી? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ-જેવી રીતે સંશય આદિથી હીનતાને પમાડાયેલું જિનવચન પરિણમ્યું ન હોવાથી અભવ્યજીવ જિનવચનને કરતો નથી તેવી જ રીતે બીજો પણ ભારેકર્મો જીવ પ્રવજ્યાને સ્વીકારતો નથી.
ટીકાર્થ—અભવ્ય મોક્ષમાં જવા માટે અયોગ્ય.