________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૩૧ બેમાં પરસ્પર મૈત્રીરસ હોય છે. કહ્યું છે કે–“હરણો હરણોની સાથે, ગાયો ગાયોની સાથે, અશ્વો અશ્વોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓની સાથે સંગ કરે છે. સમાનશીલવાળા અને સમાન વ્યસનવાળાઓમાં મૈત્રી થાય છે.” સમય જતાં શ્રેષ્ઠિપુત્રને યક્ષ વિદ્યાર્થી ઉપર વિશ્વાસ થયો. તેથી રાજાએ પૂર્વે જે મુદ્રિકારત્ન આપ્યું હતું. તે મુદ્રિકારત્નને યક્ષે શ્રેષ્ઠિપુત્રને ખબર ન પડે તે રીતે તેના આભૂષણોમાં મૂકી દીધું. (૯૨૭)
હવે નગરમાં પ્રવાદ પ્રવર્યો કે રાજાનું આભૂષણ ખોવાઈ ગયું છે. પટહ વગાડવામાં આવ્યો કે રાજાનું આભૂષણ જેણે જોયું કે સાંભળ્યું હોય તે રાજાને કહે. કોઈએ પણ કહ્યું નહિ. આથી નગરના ઘરોમાં પ્રત્યેક ઘરમાં જોવાનું શરૂ કર્યું. શ્રેષ્ઠિપુત્રના રત્નની પેટીમાં રાજાનું મુદ્રિકારત્ન મળ્યું. આથી કોટવાળોએ ( નગરરક્ષકોએ) તેને મારવાનું શરૂ કર્યું. યક્ષે તેમને કહ્યું એને મારો નહિ. એને જે પ્રાયશ્ચિત્ત (દંડ) પ્રાપ્ત થયું છે એની શુદ્ધિ વિચારીને કરાશે. તેથી શ્રેષ્ઠિપુત્રને ઘણો ભય થયો. ખબર પડતી નથી કે કેવી રીતે શુદ્ધિ થશે. પછી તેણે વિચાર્યું કે રાજાનું મુદ્રિકારત્ન ચોરવા દ્વારા જે દોષની સંભાવના છે તેની અપેક્ષાએ હું નિર્દોષ છું તો પણ શું કરું. (અર્થાત્ હું નિર્દોષ હોવા છતાં કંઈ થઈ શકે તેમ નથી.) (૯૨૮) - પછી તેણે યક્ષને પ્રાર્થના કરી કે, તું મારા માટે રાજાને વિનંતિ કર કે સૂકુમાર (=હલકા) કોઇ દંડથી નિગ્રહ કરીને મને મૂકી દે. તેથી યક્ષે તેને કહ્યું: શરીરનિગ્રહ સિવાય બીજું જે પ્રાયશ્ચિત્ત (દંડ) હોય તેનાથી તને શિક્ષા (=સજા) કરાય તેમ કરવા માટે હું રાજાને વિનંતિ કરીશ. શ્રેષ્ઠિપુત્રે કહ્યું: સારું. આ રીતે યક્ષે શ્રેષ્ઠિપુત્રનો ભાવ જાણી લીધો. પછી રાજાને વિનંતિ કરી. રાજાએ કહ્યું. તેલથી પૂર્ણ ભરેલું પાત્ર બે હાથથી પકડીને નગરમાં ફરવું. જો તેલના પાત્રમાંથી તેલનું એક પણ બિંદુ નીચે પડશે તો અવશ્ય તેનો વધ કરવો. (૯૨૯)
જીવવાની ઇચ્છાવાળા તેણે તે શિક્ષાનો સ્વીકાર કર્યો, અને કહ્યું કે હું યથાશક્તિ આ કાર્ય સિદ્ધ કરીશ. તેણે આ પ્રમાણે સ્વીકાર્યું એટલે ચારેય દિશાઓમાં તલવાર ધારી પુરુષો રાખ્યા અને તેમને સૂચના કરી કે જો આ આ કાર્યમાં પ્રમાદ કરે તો એનો અત્યંત નિગ્રહ કરવો. પછી તેણે તેલથી પૂર્ણ ભરેલું પાત્ર ઉપાડ્યું. તેના ચિત્તને વ્યાક્ષેપ પમાડવા માટે (=ચંચલ કરવા માટે), ત્રિક, ચતુષ્ક અને ચત્ર વગેરે સ્થાનોમાં ઉત્સવ ગોઠવ્યો. (રસ્તામાં રૂપવતી સ્ત્રીઓ સુશોભિત બનીને નૃત્ય કરી રહી છે. ભલભલા માણસોનું મન આકર્ષાય ૧. ત્રિક=જ્યાં ત્રણ માર્ગ મળતાં હોય તેવું સ્થાન. ચતુષ્ક=જ્યાં ચાર રસ્તા મળતા હોય તેવું સ્થાન. ચત્વર
ચોરો.