________________
૪૪૨
ઉપદેશપદ : ભાગ-૨ ટકાર્થ–સતતાભ્યાસઆ ઉપાદેય છે એવી બુદ્ધિથી જેનો સતત–નિત્ય જ અભ્યાસ કરવામાં આવે તે સતતાભ્યાસ. લોકોત્તર ગુણોની પ્રાપ્તિ થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરાવનાર માતા-પિતાનો વિનય વગેરે પ્રવૃત્તિ સતતાભ્યાસ ધર્માનુષ્ઠાન છે.
વિષયાભ્યાસ–વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અહીં વિષય શબ્દથી મોક્ષમાર્ગના સ્વામી અરિહંત વિવક્ષિત છે. મોક્ષમાર્ગના સ્વામી અરિહંતમાં પૂજાદિ કરવા રૂપ જે અભ્યાસ તે વિષયાભ્યાસ ધર્માનુષ્ઠાન.
ભાવાભ્યાસ–ભાવોનો અભ્યાસ તે ભાવાભ્યાસ. ભવથી ઉદ્વિગ્ન બનેલા જીવનો સમ્યગ્દર્શનાદિ ભાવોનો અભ્યાસ તે ભાવાભાસ ધર્માનુષ્ઠાન. ભાવાભાસ દૂર છે, એટલે કે વિલંબથી પ્રાપ્ત થાય છે. - આ ત્રણ અનુષ્ઠાન યથોત્તર પ્રધાન છે, એટલે કે જે જેનાથી ઉત્તર છે તે તેનાથી પ્રધાન છે. સતતાભ્યાસથી વિષયાભ્યાસ પ્રધાન છે, વિષયાભ્યાસથી ભાવાભાસ પ્રધાન છે. (૯૪૯)
एयं च ण जुत्तिखमं, णिच्छयणयजोगओ जओ विसए । भावेण य परिहीणं, धम्माणुट्ठाण मो किह णु ॥१५०॥
'एतच्च' द्विविधमनुष्ठानं 'न युक्तिक्षम' नोपपत्तिसहं निश्चयनययोगतो निश्चयनयाभिप्रायेण। कुतो? यतो 'विषये' साक्षात् सम्यग्दर्शनाद्यनाराधनारूपे मातापित्रादिविनयस्वभावे, तथा 'भावेन च' भववैराग्यादिना पुनः परिहीणं विषयेऽपि धर्मानुष्ठानं कथं नु? न कथञ्चिदित्यर्थः । परमार्थोपयोगरूपत्वाद्धर्मानुष्ठानस्य इत्येकमेव भावाभ्यासानुष्ठानमुपादेयमिति ॥९५०॥।
ગાથાર્થ-નિશ્ચનયના અભિપ્રાયથી બે પ્રકારનું અનુષ્ઠાન યુક્તિ સહન કરી શકે તેવું નથી. કારણ કે વિષયમાં હોવા છતાં જે અનુષ્ઠાન ભાવથી રહિત હોય તેને ધર્માનુષ્ઠાન કેવી રીતે કહેવાય?
ટીકાર્થ-નિશ્ચયનયના અભિપ્રાયથી સતતાભ્યાસ અને વિષયાભ્યાસ એ બે અનુષ્ઠાન યુક્તિ સહન કરી શકે તેવા નથી, અર્થાત્ નિશ્ચયનયની યુક્તિઓ આગળ ટકી શકે તેવા નથી. કારણ કે માતા-પિતાદિના વિનય સ્વરૂપ સતતાભ્યાસમાં સાક્ષાત્ સમ્યગ્દર્શનાદિની આરાધના નથી. તથા વિષયાભ્યાસમાં પણ ભવવૈરાગ્યાદિ ભાવથી રહિત દર્શન-પૂજન
૧. અભ્યાસ એટલે વારંવાર કરવું.