________________
૪૪૦
ઉપદેશપદ : ભાગ-૨ कश्चिज्जात इति । 'मिथः' परस्परं किमिदमित्थमिति वितर्के सर्वत्र प्रवृत्ते केवली कश्चिदागतः, ततस्तेन पृष्टे सति शिष्टं, यथा-कलिरेवावतीर्णस्तदोषादिदमित्थं जातमिति । ततो राज्ञा निधेस्त्यागः कृतः, भागस्य निजाभाव्यरूपस्य पुनर्ग्रह इति। यदत्र वेदार्थिब्राह्मणपुराश्रयणं शास्त्रकृता कृतं तदैवं ज्ञापयति वेदविद्याविशारदब्राह्मणवासितस्थाने न काचिदनीतिः प्रवर्त्तते, तथापि कलियुगावताराच्चतुराश्रमगुरुणापि राज्ञा स्ववचनविलोपनेन पुनर्निधिग्रहणमारब्धम् । विनोत्थानेन सवितर्के लोके जाते केवलिना च स्वरूपे निवेदिते स्वसत्त्वाभ्यधिकतया नीतिमागतोऽसौ રાતિ ૧૪૭ના
દૃષ્ટાંતોને જ બે ગાથાથી વિચારે છે–
ગાથાર્થ–ટીકાર્ય–વેદનું અધ્યયન કરનારા બ્રાહ્મણોનું કોઈ ગામ હતું. તે નગરમાં કોઈક વણિકે બ્રાહ્મણોની પાસે ભૂમિની માગણી કરી. શલ્ય વગેરે દોષોથી હણાયેલી ન હોય તેવી ભૂમિ લીધા પછી પાયો ખોદતાં ઘણા કાળથી મૂકેલું નિધાન નીકળ્યું. વણિકે (ઉદાર હોવાથી નિધાન પોતે લીધું નહિ અને) રાજાને જણાવ્યું. વણિકે રાજાને કહ્યું: હે દેવ! હું ઘરનો પાયો ખોદી રહ્યો હતો ત્યારે તેમાંથી મને નિધાન મળ્યું છે. વણિક સાચું બોલ્યો હોવાથી અને તેની ઉદારતા હોવાને કારણે રાજાએ તેનો નિધિગ્રહણ ન કર્યો. પછી રાજાએ આ વાત મંત્રી વગેરેને કહી. તેઓએ રાજાને કહ્યું હે દેવ! આ નીતિ છે કે નિષ્કારણ પોતાના ધનનો ત્યાગ ન કરવો. એકવાર સૂઈને ઉઠેલા રાજાએ વિચાર્યુંઃ મળેલા નિધાનની મેં ઉપેક્ષા કરી તે સારું ન કર્યું. (૯૪૬) પછી રાજાએ મંત્રી અને પુરોહિત વગેરે બધાની અનુમતિથી તે નિધાન લીધું. રાજાએ તેવો મહાન અનર્થ કર્યો તેથી તુરંત જ પ્રિય પત્નીનું મૃત્યુ વગેરે કોઈક વિઘ્ન આવ્યું. લોકોમાં આ આ પ્રમાણે કેમ થયું? એમ તર્ક-વિતર્કો થવા લાગ્યા. આ દરમિયાન કોઈ કેવલી ભગવંતનું ત્યાં આગમન થયું. રાજાએ કેવળીને આ હકીકત પૂછી એટલે કેવળીએ કહ્યું: કલિકાળ જ અવતર્યો છે. તેના દોષથી આ આ પ્રમાણે થયું. પછી રાજાએ નિધાનનો ત્યાગ કર્યો. તેમાંથી પોતાની માલિકીનું જેટલું હતું તેટલું લીધું. - અહીં શાસ્ત્રકારે વેદનું અધ્યયન કરનારા બ્રાહ્મણોના નગરનો જે ઉલ્લેખ કર્યો તેનાથી શાસ્ત્રકાર એ જણાવે છે કે જ્યાં વેદવિદ્યામાં વિશારદ બ્રાહ્મણો રહેતા હોય તે સ્થાનમાં કોઇપણ પ્રકારની અનીતિ ન થાય. આમ છતાં કલિયુગના અવતરણથી જે ચાર આશ્રમના ગુરુ ગણાય તેવા પણ રાજાએ સ્વવચનનો વિલોપ (=રાજનીતિનો ભંગ) કરીને નિધાન લેવાનું શરૂ કર્યું. વિઘ્ન ઉત્પન્ન થવાથી લોક વિતર્ક કરવા લાગ્યો. કેવલીએ સ્વરૂપ જણાવ્યું. એટલે આ રાજા સ્વસત્ત્વની અધિકતાથી (સ્વસત્ત્વને અધિક ફોરવીને) નીતિના માર્ગે આવ્યો. (૯૪૭)