________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૪૭
નથી. જ્યારે રાજપુત્રે ચારેય પુરુષાર્થ વિશે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા ત્યારે લોકોએ રાજાને નિવેદન કર્યું કે આણે આ આ પ્રમાણે ઉત્તર આપ્યા. પછી રાજાએ પોતાની પાસે બોલાવીને તેનું દર્શન કર્યું અને રાજા સંતોષ અને હર્ષ પામ્યો. પછી રાજાએ પ્રિયવચનના આલાપકપૂર્વક પૂર્વે બતાવેલા પ્રશ્નોના અર્થો પૂક્યા. કુમારે તે પ્રશ્નોનો જવાબ આપ્યો ત્યારે રાજાને ધર્મસંબંધી પરિણામ ઉત્પન્ન થયો. પછી રાજાએ અનુજ્ઞા આપી કે તું જેનું નિવેદન કરે છે તે સર્વ અમોને માન્ય છે આવી પિતા તરફથી જ્યારે અનુમતિ મળી ત્યારે સંવેગના સારવાળો ધર્મ જણાવ્યો. આને જ હવે જણાવે છે–
શુદ્ધ સુકૃત ઉપાર્જન કરતો જીવ આ ભવમાં ધન-ધાન્યાદિના લાભને અને પરભવે ભોગાદિના લાભને પામે છે. શુદ્ધ ધર્મ ન કરે તો તુચ્છ ફળવાળા ભોગને પામે છે. તથા રાજ્યના ઉપભોગનું ફળ સુવ્યાધિ છે. સુવ્યાધિ એટલે ગડુ, વ્રણ કોઢ વગેરે દારુણ રોગો જાણવા. રાજ્ય ઉપાચારથી વ્યાધિ છે. અભિષેક-પટ્ટબંધ વાલવ્ય જન વગેરે વ્યાધિઓ રાજ્યમાં ઉપચારથી પ્રવર્તે છે. એટલે રાજ્ય અને વ્યાધિમાં કોઈ ભેદ જણાતો નથી. તેથી કયો મતિમાન રાજ્યની અભિલાષી થાય? રાજ્યના ઉત્સવમાં અને વ્યાધિમાં કોઈ ભેદ નથી. પ્રત્યક્ષથી દેખાતા પુત્રાદિમાં જે ઉત્સવ છે તે પણ વ્યાધિ જ છે. રાજ્યનો ઉત્સવ પરિણામે સુંદર નથી. કહ્યું છે કે રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણ નરકમાં જાય છે. આ પુત્રજન્માદિ ઉત્સવો પ્રમોદના હેતુ હોવાથી અને ભંગના અંતવાળા હોવાથી પરિણામે સુંદર નથી. પુષ્પની માળા ઘણા મૂલ્યવાળી હોવા છતાં અલ્પભોગવાળી હોવાથી તેમાં રાગ થતો નથી જ્યારે કોડિયો ઠીકરાનો હોવા છતાં ઘણા કાળ ભોગવી શકાય તેમ હોવાથી તેમાં રાગ વધારે થાય છે. માટે કોડિયામાલાના દૃષ્ટાંતથી દુઃખનું કારણ વર્તે છે. સ્થિર સંભાવનામાં દુઃખનું કારણ રાગ રહેલો છે અને અસ્થિર સંભાવનામાં દુઃખનું કારણ રાગ નથી. કહ્યું છે કે મહાન માળામાં અનિત્યતાની બુદ્ધિ હોવાથી વધારે દુઃખ થતું નથી અને માટીનાં ભાંડમાં નિત્યતાની બુદ્ધિ હોવાથી ફૂટી જાય ત્યારે વધારે દુઃખ થાય છે.
તથા ધર્મી અલ્પ-આરંભપરિગ્રહવાળો હોવાથી આ ભવમાં દરિદ્ર રહે એ સંભવે પણ આ ભવમાં અલ્પ આરંભપરિગ્રહી હોવાથી પરલોકમાં સુખી થાય છે. ઈશ્વરે (ધનાઢ્ય) પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું હોવાથી આ ભવમાં ધનધાન્યથી સુખી થાય છે. આ પ્રમાણે સર્વ પ્રશ્નોના ઉત્તર આપનારો કુમાર માતા-પિતા વડે કહેવાયો કે આ પ્રમાણે તું વૈરાગ્ય ભાવનાથી ધર્મજ્ઞ જણાય છે તો પણ તું ધર્મનો જાણકાર હોવા છતાં સ્થિરતા અને મૌનતાથી અમારા મનમાં દુઃખ ઉત્પન્ન કરે છે. માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે રાજપુત્ર બોલ્યોઃ જો કે ગત્તવ્ય સ્થાનનો અભાવ હોવાથી મેં ક્યાંય ગતિ કરી નથી પણ હું અશક્ત હતો તેથી મેં ગતિ ન કરી તેવું નથી.