________________
૪૪૮
ઉપદેશપદ : ભાગ-૨ હવે ગન્તવ્યસ્થાન શું છે તેને બતાવે છે
દીક્ષાનો સ્વીકાર એ સ્વગતિ છે તેના ઉપર મારે જવાનું છે. દીક્ષા માતા-પિતા સ્વરૂપ ગુરુજનની તથા ધર્માચાર્યની સંગતિનું વૃદ્ધિનું કારણ ગુરુના પરિવાર સ્વરૂપ ગચ્છમાં થાય છે. તે ગચ્છ કેવા પ્રકારે છે? દીપક શબ્દના બે અર્થ થાય છે. આશ્વાસરૂપી દીપકથી યુક્ત હોય તે ગચ્છ અને આદિ શબ્દથી પ્રકાશ રૂપ દીપકવાળો જાણવો.
અહીં આશ્વાસ દીપક બે પ્રકારનો છે. દ્રવ્યથી અને ભાવથી, તેમાં દ્રવ્યથી સમુદ્રની અંદર પાણીની બહાર આવેલો ભૂમિનો ભાગ જાણવો. તે દ્વીપ પણ અંદન અને અસ્પંદન એમ બે પ્રકારે છે. તેમાં અંદનદ્વીપ ક્યારેક પાણી વડે ઢંકાય જાય છે અને અસ્પંદન દ્વિીપ પાણી વડે ઢંકાતું નથી.
પ્રકાશરૂપી દીપક પણ બે પ્રકારનો છે–(૧) સ્થિર અને અસ્થિર. તેમાં સ્થિર દીપક તારા, ચંદ્ર, સૂર્ય વગેરે જાણવા અને ઘાસ-છાણ લાકડાના અગ્નિને અસ્થિર દીપક જાણવો. ભાવ આશ્વાસ દીપક પણ ચારિત્રરૂપે બે પ્રકારનો છે-(૧) સ્પંદન અને (૨) અત્યંદન. તેમાં લાયોપથમિક ચારિત્રરૂપ દીપક સ્પંદન પ્રકારનો છે કેમકે અતિચારરૂપી જળથી મલિન કરાય છે. જ્યારે ક્ષાયિક ચારિત્રરૂપ દીપક સ્થિર પ્રકારનો છે, તે કોઇથી નાશ કરી શકાતો નથી. મતિજ્ઞાનાદિ ચાર અસ્થિર ભાવ પ્રકાશ દીપક છે. તેથી ભાવ આશ્વાસરૂપ દીપક અને ભાવપ્રકાશ રૂપ દીપક જે ગચ્છામાં છે તે ગચ્છમાં હું જઈશ. તથા તમોએ મૂકત્વ સંબંધી જે પૂછ્યું હતું તેનો ઉત્તર એ છે કે પરિણામે જે સુંદર છે તે ઉચિત છે પરંતુ પરિણામે જે સુંદર નથી તે અનુચિત છે તેને પ્રતિમાને બોલવું યોગ્ય નથી. મારું મૌનપણું સહેતુક છે કેમકે આ લોકમાં આ જીભ કુહાડી છે. કોને માટે કુહાડી છે? કુહાડી શ્રુતચારિત્રરૂપ ધર્મવૃક્ષ અને અશ્રુતચારિત્ર રૂપ અધર્મવૃક્ષને છેદવા માટે કુહાડી સમાન છે તે આ પ્રમાણે
જીભને અસમ્યકપણે વાપરવામાં આવે તો ધર્મરૂપ વૃક્ષને કાપે છે અને સમ્યકપણે વાપરવામાં આવે તો અધર્મરૂપ વૃક્ષને કાપે છે. તું જેમ કહે છે તે તેમજ છે એ પ્રમાણે બોલતા માતા-પિતાને બોધ થયો. પરંતુ પ્રસ્તુત સત્ય ધર્મ પરીક્ષામાં માતા-પિતા વડે કુમાર પૂછાયો કે પ્રાયઃ માતા-પિતાની પૂજા અને ઘાત એ બેમાંથી જગતમાં વધારે શું ઉચિત છે? આ પ્રમાણે માતા-પિતા વડે પૂછાયેલો કુમાર કહે છે કે બીજા ધર્મોવાળા કહે છે કે પૂજા ઉચિત છે. હું અનેકાંતવાદથી તત્ત્વને કહું છું. અનેકાંતવાદથી પૂજા અને ઘાત એ બેમાં શું ઉચિત છે તે તત્ત્વનો નિર્ણય કરવો જઇએ. અહીં અનેકાંતવાદમાં હેતુ એ છે કે
૧. જે શબ્દ વચન અલંકારમાં છે.