________________
૪૩૦
ઉપદેશપદ : ભાગ-૨ - કારણ કે હિંસ્ય (=હિંસા કરવા યોગ્ય) જીવોને સુખ થાય છે અને હિંસક જીવોને શુભભાવ થાય છે. હિંસ્ય જીવોને હિંસા કાળે થયેલી પીડાના અનુભવથી પૂર્વભવોમાં ઉપાર્જન કરેલ અસતાવેદનીય કર્મની નિર્જરા થવાના કારણે ભવાંતરમાં સુગતિના લાભથી સુખ થાય છે. (હિંસાના કાળે પીડાના અનુભવથી કર્મનિર્જરા, કર્મનિર્જરાથી ભવાંતરમાં સુગતિ, સુગતિથી સુખ.) હિંસક જીવો દુઃખી જીવોને દુરંત દુઃખ રૂપ નદીમાંથી પાર ઉતારે છે. આથી હિંસક જીવોને પરોપકાર થવાના કારણે સુકૃત રૂપ શુભનો લાભ થાય છે. આથી દુઃખી જીવને મારી નાખવામાં પાપ ન થાય. તથા ધન કષ્ટથી મેળવી શકાય છે, અને ધનની મૂછનો ત્યાગ દુષ્કર છે. આ બે કારણોથી તે શ્રેષ્ઠિપુત્ર ધનને દુર્દય (=કષ્ટ આપી શકાય તેવું) માને છે. તેથી સુગતિના અર્થી જીવોએ કહેલી નીતિથી હિંસા જ કરવી યોગ્ય છે, પણ અન્ય દાનાદિ ધર્મ કરવો યોગ્ય નથી. (૯૨૪)
તથા તે શ્રેષ્ઠિપુત્ર અપ્રમાદની પ્રધાનતાવાળા જિનોપદેશને પણ મસ્તકની પીડાના શમન માટે તક્ષક નાગના ફણા રત્નના ઉપદેશ સમાન નિરર્થક માને છે. જેમકે મસ્તક પીડાથી ભય પામેલા કોઈએ કહ્યું કે મને મસ્તક પીડા ઘણી ઉત્પન્ન થઈ છે, એ માટે શું કરવું? તેણે કહ્યું. તક્ષક નાગની ફણામાં રહેલ રત્ન રૂપ અલંકાર ગળે બાંધ, જેથી જલદી જ પીડાની શાંતિ થાય. જેવી રીતે આ ઉપદેશ દુષ્કર હોવાથી નિરર્થક છે. તેવી રીતે જિને કહેલો આ અપ્રમાદનો ઉપદેશ પણ મને નિરર્થક જ જણાય છે. આ પ્રમાણે તે શ્રેષ્ઠિપુત્ર વિચારે છે. (૯૨૫)
તેથી રાજાએ વિચાર્યું કે અગ્નિની જેમ આ શ્રેષ્ઠિપુત્ર ઉપેક્ષા કરવાને યોગ્ય નથી. તેને જૈન ધર્મનો બોધ પમાડવા માટે રાજાએ ઉપાય કર્યો. તે આ પ્રમાણે–પક્ષ નામનો વિદ્યાર્થી તત્ત્વો પ્રત્યે સન્ શ્રદ્ધાળુ હતો. આથી રાજાએ જ તેને જીવાદિ પદાર્થોમાં નિપુણ કર્યો. પછી રાજાએ તેને પોતાનું મુદ્રિકારત્ન આવ્યું. પછી યક્ષ વિદ્યાર્થી રાજાનો અભિપ્રાય જાણીને રાજાથી દૂર થઈ ગયો. (અર્થાત્ પહેલાં તે રાજાની સાથે સંબંધ રાખતો હતો, હવે તેણે રાજાની સાથે કોઈપણ જાતનો સંબંધ છોડી દીધો. (૯૨૬) - પછી તેણે શ્રેષ્ઠિપુત્રની પાસે જઈને કહ્યું: જૈનમતથી વાસિત અંત:કરણવાળો બીજો કોઇપણ રાજાની નજીકમાં રહે છે. હું તો લાગેલા જૈનદર્શન રૂપ ગ્રહને ઉતારનારો છું. રાજાની સાથે સમાન શ્રદ્ધાવાળો નથી, અર્થાત્ હું રાજાના જેવી શ્રદ્ધાવાળો નથી. આથી રાજાને મારા ઉપર મૈત્રીરસ નથી. કારણ કે સમાન શીલવાળા અને સમાન વ્યસનવાળા ૧. વિદ્યાર્થીને છાત્ર કહેવામાં આવે છે. છાત્ર એટલે છત્રવાળો. વિદ્યાનું અર્થીપણું હોવાના કારણે જે ગુરુની
સાથે ભમે અને ગુરુને તાપ ન લાગે એ માટે છત્રવાળો હોય તે છાત્ર. છાત્રશબ્દનો ગુરુના દોષોને ઢાંકવા રૂપ છત્ર જેની પાસે હોય તે છાત્ર એવો અર્થ પણ થાય.