________________
૪૨૮
ઉપદેશપદ : ભાગ-૨ પ્રમાણવાળું છે. (અનાગત કાલ અનંત છે.) આ પ્રમાણે દુઃખ અને સુખનું સ્વરૂપ ચિંતવ્ય છતે ભારેકર્મી એવા સંસારાભિનંદી જીવોને સ્વપ્નમાં પણ જેનો વિચાર ન આવે તેવા નિદ્રાવિકથાદિ પ્રમાદના ત્યાગ રૂપ અપ્રમાદને કરે છે, ઉક્ત દુઃખ-સુખના સ્વરૂપનું જ્ઞાન થયા વિના અપ્રમાદ ન કરે. બીજા સ્થળે પણ કહ્યું છે કે-“સંસારના (વાસ્તવિક) સ્વરૂપનું જ્ઞાન થવાથી, સંસાર પ્રત્યે તાત્ત્વિક વૈરાગ્ય થવાથી અને મોક્ષ પ્રત્યે અનુરાગ થવાથી એ (દુષ્કર ધર્માનુષ્ઠાન) થાય, અન્યથા કોઈ સ્થળે કે કોઈ કાળે ન થાય.”
(આ વિષયમાં ઉપદેશ રહસ્ય ગ્રંથની ૧૮૧મી ગાથાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે માનસશાસ્ત્રનો જે નિયમ જણાવ્યો છે તે બહુ ઉપયોગી હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે–' ___फले उत्कटेच्छासत्त्वे तदुपायज्ञानवतस्तदुपायप्रवृत्तावाऽऽलस्याऽयोगात् । तस्योकटेच्छाऽभावप्रयोज्यत्वाद्, भवति च भववैराग्यात् मोक्षेच्छाया उत्कटत्वमतस्तद्वतो न मोक्षोपायानुष्ठानस्य दुष्करत्वमिति ।।
જેને ફલની ઇચ્છા ઉત્કટ હોય અને ફળપ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન હોય તે મનુષ્ય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરવામાં આળસ કરતો નથી. કારણ કે આળસ ઉત્કટ ઇચ્છાના અભાવથી થનારી છે. ભવવૈરાગ્યથી મોક્ષની ઇચ્છા ઉત્કટ બને છે. (જેટલા અંશે વૈરાગ્ય અધિક હોય તેટલા અંશે મોક્ષની ઇચ્છામાં ઉત્કટતા વધે.) આથી મોક્ષની ઉત્કટ ઈચ્છાવાળાને મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાનો દુષ્કર નથી.) (૯૨૧)
एतत्समर्थनार्यवाहइह तेल्लपत्तिधारगणायं तंतंतरेसुवि पसिद्धं । अइगंभीरत्थं खलु, भावेयव्वं पयत्तेण ॥९२२॥.
इह गुरुकाऽप्रमादसेवायां तैलपात्रीधारकज्ञातं 'तन्त्रान्तरेऽपि' दर्शनान्तरशास्त्रेष्वपि प्रसिद्ध अतिगम्भीरार्थं महामतिगम्यं, खलुक्यालङ्कारे, भावयितव्यं प्रयत्नेन ॥९२२॥
આ જ વિષયનું સમર્થન કરવા માટે કહે છે–
ગાથાર્થ–ટીકાર્થ–પ્રમાદનો અતિશય ત્યાગ કરવામાં તૈલપાત્રધારકનું અતિગંભીર અર્થવાળું (=ઘણી બુદ્ધિવાળા મનુષ્યોથી જાણી શકાય તેવું) અને અન્યદર્શનીઓના શાસ્ત્રોમાં પણ પ્રસિદ્ધ દાંત પ્રયત્નથી વિચારવું. (૯૨૨)
एतदेव गाथानवकेन दर्शयति- . सद्धो पण्णो राया, पायं तेणोवसामिओ लोगो । णियनगरे णवरं कोति मेट्ठिपुत्तो ण कम्मगुरू ॥९२३॥