________________
ઉપદેશપદ : ભાગ-૨
રાજપુત્રો વિરોધી હોવા છતાં (=ઉપદ્રવ કરતા હોવા છતાં) સાથે ઉત્પન્ન થયેલા ચાર ચંચલ દાસીપુત્રોનો પરાભવ કરીને રાધાવેધના પુનઃ પુનઃ અનુશીલન રૂપ અભ્યાસથી સુરેંદ્રદત્તે પુતળીને વીંધી. (૯૩૯) કલાચાર્યે તેને તે રીતે રાધાવેધ શિખવાડ્યો હતો કે જેથી તેણે દાસીપુત્રોને જીતીને અને સર્વકાલ તલવારને ઊંચી કરીને ઊભેલા બે પુરુષોનો ભય હોવા છતાં આઠ ચક્રોને ભેદીને પુતળીને વિંધી. (૯૪૦) અહીં ઉપનયને કહે છે—આ વૃત્તાંતમાં સુરેંદ્રદત્ત નામના રાજપુત્રના સ્થાને અહીં સાધુ છે, અગ્નિકક વગેરે ચાર દાસીપુત્રોના સ્થાને ક્રોધ વગેરે ચાર કષાયો છે. હાથમાં તલવાર લઈને ઊભેલા બે પુરુષોના સ્થાને રાગ-દ્વેષ છે. જો સાધુ વ્રતથી ભ્રષ્ટ થાય તો ભવાવર્તમાં અનેકવાર મરણ થાય. (૯૪૧) બાવીસ રાજપુત્રોના સ્થાને બાવીસ પરીષહો છે. સભામાં રહેલા શેષ લોકના સ્થાને ઉપસર્ગ આદિ જાણવા. ‘ઉપસર્ગ આદિ' એ સ્થળે આદિ શબ્દ ઉપસર્ગના ભેદોનો જ સંગ્રહ કરવા માટે છે. રાધાવેધના શિક્ષણના સ્થાને ગ્રહણ-આસેવન રૂપ શિક્ષા જાણવી. આઠ ચક્રના ભેદ સમાન આઠ કર્મોનો ભેદ છે. નિવૃત્તિ કન્યાના લાભ સમાન મોક્ષલાભ થાય છે. (૯૪૨)
अधुना व्यतिरेकमाह
णो अण्णहावि सिद्धी, पाविज्जइ जं तओ इमीए उ ।
एसो चेव उवाओ, आरंभा वड्ढमाणो उ ॥९४३॥
૪૩૭
'न' नैवान्यथाप्यनन्तरोक्तक्रमवैपरीत्येनापि 'सिद्धिः ' सकलकर्मक्षयलक्षणा प्राप्यते 'यद्' यस्माद्धेतोः, तत् तस्मादमुष्याः सिद्धेस्त्वेष एव सदाऽप्रमत्तताभ्यसनलक्षण एवोपायः । कीदृगित्याह - ' आरम्भात्' प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्य वर्द्धमान उत्तरोत्तरगुणस्थानकारोहणक्रमेण । तुः पूर्ववत् ॥ ९४३ ॥
હવે ઊલટી રીતે કહે છે–
ગાથાર્થ-અન્યથા પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે પ્રારંભથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે.
અન્યથા=હમણાં કહેલા ક્રમથી ઊલટી રીતે. (ભવનિર્વેદ, મોક્ષાભિલાષ, ચારિત્ર અપ્રમાદ એ ક્રમ વિના.)
સિદ્ધિ=સર્વકર્મોનો ક્ષય.
પ્રારંભથી–દીક્ષાસ્વીકારના કાળથી આરંભીને.
વધતો અપ્રમાદનો અભ્યાસ–ઉત્તરોત્તર ગુણસ્થાનકે આરોહણના ક્રમથી વધતો અપ્રમાદનો અભ્યાસ.