________________
૧૧૦
ઉપદેશપદ : ભાગ-૨ यदि चेदेवमेतत् 'सफलो एसुवएसो' इत्यादि प्रागुक्तं वर्त्तते, ततः किं कस्माद् गदिते निरूपिते 'नित्यं' प्रतिदिवसं सूत्रार्थपौरुष्यौ? तुः पादपूरणार्थः । इह द्विविधाः श्रुतग्राहिणः कठोरप्रज्ञास्तदितरे च । तत्र ये कठोरप्रज्ञास्ते प्रथमपौरुष्यां यत् सूत्रमधीयते, द्वितीयायां 'सुत्तत्थो खलु पढमो' इत्यादिनानुयोगक्रमेण तस्यार्थमाकर्णयन्ति। ये तु न तथारूपास्ते पौरुषीद्वयेऽपि सूत्रमेव पठन्ति, पश्चात् कालान्तरेण सम्पन्नप्रज्ञाप्रकर्षाः पौरुषीद्वयेऽप्यधीतसूत्रार्थग्रहणाय यत्नमाद्रियन्त इति । अत्र समाधिः-तयोः सूत्रार्थयोः स्थानान्तरमपूर्वापूर्वरूप उत्तरोत्तरविशेषः स विषयो ययोस्ते तथारूपे सूत्रार्थपौरुष्यौ, રૂતિ “ર' નૈવ તેન' રોન ‘તોપ'મલ્થ સૂત્રાર્થવરુષ્ણુશર્રાક્ષ: ૧૦૨
અહીં જ પરમતની આશંકા કરીને તેનો પરિહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-જો ઉપદેશ નિષ્ફળ હોય તો શા માટે સૂત્રાર્થ પોરિસી નિત્ય કરવાનું કહ્યું? અપૂર્વ અપૂર્વરૂપ જે ઉત્તરોત્તર વિશેષ તે ઉત્તરોત્તર વિશેષ (ગુણ)ની પ્રાપ્તિ માટે કહ્યું હોવાથી કોઈ દોષ નથી.
ટીકાર્થ–પૂર્વે સસ્તો સુવાસો ઇત્યાદિ કહ્યું છે. તેમાં જે જીવો અવસ્થિત પરિણામવાળા છે, અને એથી તે તે ગુણસ્થાનમાં સ્થિર થઈ ગયા છે તેમના માટે આ ઉપદેશ નિરર્થક છે એમ કહ્યું છે, તો પછી શા માટે દરરોજ સૂત્રાર્થ પોરિસી કરવાનું કહ્યું?
શ્રુતને ભણનારા સાધુઓ તીવ્રબુદ્ધિવાળા અને મંદબુદ્ધિવાળા એમ બે પ્રકારના હોય છે. તેમાં તીવ્ર બુદ્ધિવાળા સાધુઓ પહેલી પોરિસીમાં સૂત્ર ભણે, અને બીજી પોરિસીમાં વ્યાખ્યાના ક્રમથી સૂત્રના અર્થને સાંભળે. વ્યાખ્યા કરવાનો ક્રમ આ પ્રમાણે છે- (૧) “પહેલીવાર સામાન્ય સૂત્રાર્થ કહે, (૨) બીજીવાર નિર્યુક્તિના અર્થથી ગર્ભિત સૂત્રાર્થ કહે, (૩) ત્રીજીવાર ઉક્ત-અનુક્ત સર્વ સૂત્રાર્થ કહે.” (આવ. નિ. ગા. ૨૪)
મંદબુદ્ધિવાળા સાધુઓ બંને પરિસીમાં સૂત્ર જ ભણે. પછી કાલાંતરે બુદ્ધિના વિકાસને પામેલા તે સાધુઓ બંને પોરિટીમાં ભણેલા સૂત્રોના અર્થોને ગ્રહણ કરવા પ્રયત્ન શરૂ કરે.
અહીં સમાધાન આ પ્રમાણે છે–તે સૂત્ર-અર્થનું જે અન્ય સ્થાન તે અન્ય સ્થાનની પ્રાપ્તિ માટે સૂત્ર પોરિસી-અર્થ પોરિસી છે. માટે આમાં કોઈ દોષ નથી.
પ્રશ્ન-અન્ય સ્થાન શું છે? ઉત્તર-અપૂર્વ અપૂર્વરૂપ જે ઉત્તરોત્તર વિશેષ તે અવસ્થાન છે. (અહીં વિશેષ એટલે
૨. . .–“નક્ષ: ક્ષ:' ૨. પરિહાર એટલે નિરાકરણ, અર્થાત્ દોષને દૂર કરવો.