________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૬૮
પૂછીને ક્ષણવાર સેવા કરે (ઊભો રહે) અને (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તો તેના ઉપાશ્રયમાં પણ જાય, થોભવંદન કરે, કે સંપૂર્ણ વંદન પણ કરે.
આ પ્રમાણે અનુવર્તન કરાયેલા તેઓ પોતાના પ્રત્યે બહુમાનવાળા કરાય છે, પોતાના પ્રત્યે બહુમાનવાળા કરાયેલા તેઓ રાજસંકટ કે દુકાળ વગેરેમાં સહાયક બને. (૮૪૦)
विपर्यये बाधकमाह
इहरा सपरुवघाओ, उच्छुभाईहिं अत्तणो लहुया । तेसिंपि पावबंधो, दुगंपि एवं अणिट्ठति ॥८४१ ॥
'इतरथा' तेषामननुवर्तनया वासे क्रियमाणे स्वपरोपघातः सम्पद्यते । एनमेव दर्शयति-तत्रोत्क्षोभो हेरिकाचौर्याद्यध्यारोपरूपः । आदिशब्दात् कथञ्चित् कस्यचित् प्रमादाचरितस्योपलब्धस्य मत्सरातिरेकात् सुदूरविस्तारणं, तथाविधकुलेष्वन्नपानादिव्यवच्छेदश्च गृह्यते । ततस्तैरात्मनः स्वस्य लघुताऽनादेयरूपता भवति । तेषामपि पापबन्धो बोधिघातफलो, न केवलं स्वस्य तन्निमित्तभावेनेत्यपिशब्दार्थः । एवं च सति यत् स्यात् तद्दर्शयति - द्विकमप्येतत् पूर्वोक्तमनिष्टं दुर्गतिपातकारि નાયતે। કૃતિ: પૂર્વવત્ ૫૮૪॥
અનુવર્તના વિના રહેવામાં થતા દોષને કહે છે—
ગાથાર્થ-અન્યથા સ્વ-પરને અનર્થ થાય. આરોપ આદિથી પોતાની લઘુતા થાય. તેમને પણ પાપબંધ થાય. આ બંનેય ઇષ્ટ નથી.
ટીકાર્થ—તેમની અનુવર્તના કર્યા વિના રહેવામાં સ્વ-પરને અનર્થ થાય. સ્વ-પરને થતા અનર્થને જ ગ્રંથકાર જણાવે છે–(૧) આ જાસુસ છે, ચોર છે ઇત્યાદિ આરોપ મૂકે. (૨) કોઇકનું પ્રમાદાચરણ કોઇપણ રીતે તેમના જોવામાં જાણવામાં આવી જાય તો અતિશય દ્વેષના કારણે ઘણા દૂર સુધી તેનો પ્રચાર કરે. (૩) તેવા પ્રકારના કુળોમાંથી મળતા આહાર-પાણી આદિ બંધ કરાવે. આ રીતે અનાદેય બનવા દ્વારા પોતાની લઘુતા થાય. તેમને પણ પાપબંધ થાય. એ પાપબંધથી બોધિનો નાશ થાય. આ બંને (=ઉત્ક્ષોભ આદિ દ્વારા પોતાની લઘુતા અને તેમને પાપબંધ એ બંને) ઇષ્ટ નથી. કેમકે તે બંનેય દુર્ગતિમાં પતન કરાવનારા થાય છે.
“તેમને પણ પાપ બંધ થાય” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે— તેમના પાપબંધમાં નિમિત્ત બનવાથી કેવળ પોતાને જ પાપ બંધ થાય એમ નહિ, કિંતુ તેમને પણ પાપ બંધ થાય. (૮૪૧)