________________
૪૧૬
ઉપદેશપદ : ભાગ-૨ સદા પ્રાયઃ અંતરાયભૂત જાણવું, અર્થાત્ આ જ અનુષ્ઠાન કરવું એવા આગ્રહના કારણે બીજું જે અનુષ્ઠાન ઉચિત હોય તે અનુષ્ઠાન થઈ શકતું નથી. (૮૯૫).
છાત્રરત્નપરીક્ષાનું દૃષ્યત આ પ્રમાણે છે–કોઈ વિદ્યાર્થીએ સાંભળ્યું કે પત્નીના રત્નથી સંયુક્ત કંઠાભરણ વગેરે આભૂષણથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને તે જીવનના બીજા ઉપાયોનો ત્યાગ કરીને રત્નની પરીક્ષામાં (=રત્નોને પરખવામાં લાગી ગયો. આથી તે ભોજન અને વસ્ત્રાદિથી ભ્રષ્ટ થયો. (૮૯૬).
એ પ્રમાણે ધ્યાનથી મોક્ષ મળે છે” એવું સાંભળીને ધ્યાન સિવાયના ગુરુ વિનય, શાસ્ત્રાભ્યાસ વગેરે વિહિત અનુષ્ઠાનનો ત્યાગ કરીને કેવળ ધ્યાનમાં જ લાગેલો પણે અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે. અહીં અભિપ્રાય આ છે–જેને ભોજન અને વસ્ત્રાદિનું સુખ સંપૂર્ણ છે તે પુરુષવિશેષ વૈભવની આકાંક્ષાથી રત્નની પરીક્ષામાં લાગે એ એના માટે યોગ્ય ગણાય. (પણ જેને ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સુખ પૂર્ણ નથી તે રત્નની પરીક્ષામાં લાગે છે તેના માટે યોગ્ય નથી) તે રીતે જેણે સાધુના સર્વ આચારોનું શિક્ષણ મેળવી લીધું છે, ધર્મધ્યાન-શુક્લધ્યાનને યોગ્ય સૂત્રાર્થનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે, તે સાધુને વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ, પૂર્વે કહેલું જ ધ્યાન ઉચિત છે. શ્રાવકોને પણ વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ યોગ્ય સમયે નમસ્કાર મહામંત્ર વગેરેનું ધ્યાન ઉચિત જ છે. (૮૯૭).
પછી આચાર્યશ્રીએ રાણીને સાધુ-શ્રાવક ધર્મની પ્રરૂપણા રૂપ શુદ્ધ દેશના આપી. તેને દેશના પરિણમી. પછી તેણે અણુવ્રતાદિનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ગીતાર્થ પ્રાયઃ સ્વપરનું કલ્યાણ કરે છે. (૮૯૮).
अथ द्वितीयज्ञातं गाथादशकेन भावयतिसंमुच्छिमपाओ सवणदुब्बलो चेव कोइ रायत्ति । उत्तमधम्माजोग्गो, सद्धो तह कुपरिवाओ य ॥८९९॥ रिसिमित्तदंसणेणं, आउट्टो पूयदाणनिरओत्ति । अण्णापोहाहिगरणकह विपरिणओ य मुक्खत्ति ॥९००॥ गीयनिवेयणमागम, तब्भावावगम पुच्छ किं तत्तं ।
अइगंभीरं साहह, जइ एवं सुणसु उवउत्तो ॥९०१॥ ૧. “કેવળ ધ્યાનમાં જ લાગેલો પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જો કેવળ ધ્યાનમાં
જ લાગેલો પણ અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે તો પછી કેવળ રત્નની પરીક્ષામાં લાગેલો વિદ્યાર્થી સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય તેમાં તો શું કહેવું?