________________
૪૨૨ *
ઉપદેશપદ : ભાગ-૨ લોકમાં સઘળી ચિંતાઓ પ્રાયઃ પોતાને જેટલું પ્રાપ્ત થયું હોય તેના અનુસાર થતી જોવામાં આવે છે. (૯૧૨)
एतदेव सविशेषं भावयतिधण्णाइसु विगइच्छा, वत्थहिरण्णाइएसु तह चेव । तच्चिंताए वुिमक्का, दुहावि रयणाण जोगत्ति ॥९१३॥
'धान्यादिषु' धान्ये शालिगोधूमादौ, आदिशब्दाद् महिष्यादिषु च 'विगतेच्छा' उपरतवाञ्छाः, तथा वस्त्रहिरण्यादिकेषु' वस्त्राणि चीनांशुकादीनि, हिरण्यं घटितकनकादि, आदिशब्दादन्यविचित्रवस्तुग्रहः, ततस्तेषु तथा चैव विगतेच्छा एव, अत एव 'तच्चिन्ता' धान्यादिग्रहणविक्रयबुद्धिस्तया 'विमुक्ता' विकला द्विधापि 'रत्नानां योग्याः' धर्मरत्नस्य द्रव्यरत्नानां चाहा॑ भवन्तीत्यर्थः । इति प्राग्वत् ॥९१३॥
આ જ વિષયને વિશેષથી વિચારે છે
ગાથાર્થ–ધાન્યાદિની અને વસ્ત્ર-સુવર્ણાદિની ઇચ્છાથી અને મેળવવા આદિની ચિંતાથી રહિત જીવો બંને પ્રકારના રત્નોને માટે યોગ્ય થાય છે.
ટીકાર્ય–જે જીવો ચોખા અને ઘઉં વગેરે ધાન્યની, ભેંસ આદિ પશુ વગેરેની, ચીનાંક વગેરે વસ્ત્રોની, ઘડેલું સુવર્ણ વગેરેની, અને બીજીપણ તેવી વિવિધ વસ્તુની ઈચ્છાથી રહિત છે, અને એથી જ ધાન્ય વગેરેને લેવાની અને વેચવાની બુદ્ધિથી રહિત છે, તે જીવો દ્રવ્યરત્ન માટે અને ધર્મરત્ન માટે યોગ્ય થાય છે.
અહીં તાત્પર્ય એ છે કે-જે જીવો આર્થિક દૃષ્ટિએ સદ્ધર નથી અને એથી ધાન્ય વગેરે પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી તે જીવોમાં સતત ધાન્ય વગેરે મેળવવાદિની ઈચ્છા અને ચિંતા રહેતી હોય છે, આથી તેઓને મૂલ્યવાન રત્નોને મેળવવાની ઇચ્છા અને ચિંતા કેવી રીતે થાય? જે જીવો આર્થિક દૃષ્ટિએ સદ્ધર હોય તે જ જીવો ધાન્ય વગેરેને મેળવવાદિની ઇચ્છાથી અને ચિંતાથી મુક્ત હોય છે, આથી તે જીવો મૂલ્યવાન રત્નો મેળવવા માટે યોગ્ય થાય છે.
ધર્મરૂપ રત્નને આશ્રયીને અર્થ આ પ્રમાણે છે-જે જીવો સંસારથી ઉદ્વિગ્ન બન્યા છે અને એથી ધાન્ય વગેરેને મેળવવાદિની ઈચ્છાથી અને ચિંતાથી રહિત બન્યા છે તે જીવો ધર્મરૂપ રત્ન મેળવવાને યોગ્ય છે. અહીં સર્વવિરતિની અપેક્ષાએ ધાન્ય વગેરે મેળવવાની તદ્દન ઈચ્છાથી અને તદન ચિંતાથી રહિત બનેલા જીવો સમજવા. સમ્યગ્દર્શનાદિ ધર્મની અપેક્ષાએ ધાન્ય વગેરેની આસક્તિથી અને તીવ્ર ચિંતાથી રહિત બનેલા જીવો સમજવા.] (૯૧૩)