________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૨૫ ગાથાર્થ-ટીકાર્થ-આ ગુણોમાંથી ચોથાભાગના ગુણોથી હીનગુણોવાળા જીવો મધ્યમ છે, અર્ધાભાગના ગુણોથી હીન ગુણોવાળા જીવો પરમધ્યમ અને જઘન્ય જાણવા. આ ત્રણ વિભાગથી હીનગુણોવાળા જીવો દરિદ્રસમાન જાણવા, એટલે કે પૂર્વોક્ત ગુણોને ધારણ કરનારા ત્રણ પ્રકારના જીવોની અપેક્ષાએ નિર્ધન જાણવા, અર્થાત્ તે જીવો શુદ્ધધર્મ રૂપ રત્નને યોગ્ય નથી. (૯૧૬)
एतदेव भावयतिजह ठिइणिबंधणेसुं, धम्मं कप्पिंति मूढगा लोया । तह एएवि वरागा, पायं एवंति दट्ठवा ॥९१७॥ 'यथा' येन प्रकारेण "स्थितिः' शरीरादिनिर्वहणं, 'तन्निबन्धनेषु' तत्कारणेषु वापीकूपतडागादिषु क्रियमाणेषु 'धर्म' सुगतिफलं सुकृतं कल्पयन्ति 'मूढका' निर्वाणमार्गमजानाना लोका द्विजातितथाविधा जनाः, तथैतेऽपि गुणदारिद्रयभाजो जीवा लोकोत्तरमार्गमवतार्यमाणा अपि 'वराकाः' कृपास्पदतामागताः 'प्रायो' बाहुल्येन यत्र तत्रैव बहुलोकपरिगृहीते कृतीर्थगमनादौ धर्मकल्पनाकारिणः, एवं पूर्वोक्तमूढलोकवत् । इतिः पूरणे द्रष्टव्यः ॥९१७॥
આ જ વિષયને વિચારે છે
ગાથાર્થ–જેવી રીતે મૂઢ લોકો સ્થિતિકારણોમાં ધર્મને કલ્પ છે તેમ બિચારા આ જીવો પણ મોટા ભાગે મૂઢ લોકો જેવા જાણવા.
ટીકાર્થ–મૂઢ લોકો–મોક્ષમાર્ગને ન જાણનારા બ્રાહ્મણો અને બીજા પણ તેવા પ્રકારના લોકો. સ્થિતિકારણોમાં=શરીરાદિના નિર્વાહના સાધનોમાં. ધર્મને સદ્ગતિ જેનું ફળ છે તેવા સુકૃતને.. બિચારા=કૃપાને પાત્ર બનેલા.
જેવી રીતે મોક્ષમાર્ગને ન જાણનારા બ્રાહ્મણો અને બીજા પણ તેવા પ્રકારના લોકો શરીરાદિના નિર્વાહનાં સાધન એવા વાવ, કૂવા અને તળાવ વગેરેને કરવામાં ધર્મને (=સદ્ગતિદાતા સુકૃતને) કહ્યું છે, તેવી રીતે બિચારા ગુણોથી દરિદ્ર બનેલા આ જીવો પણ લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરાવાતા હોવા છતાં મોટા ભાગે જ્યાં ત્યાં જ ઘણા લોકોથી સ્વીકારાયેલા કુતીર્થમાં ગમન વગેરેમાં ધર્મની કલ્પના કરે છે. (૯૧૭)