________________
૪૨૪
ઉપદેશપદ : ભાગ-૨ प्राक्,पश्चाद् माध्यस्थ्यादिगुणयोगतः परिपूर्णैकविंशतिगुणयोगविभवेन शुद्धधर्मरत्नप्राप्तियोग्यो भवतीति ॥९१५॥
હવે પૂર્વ ગાથામાં કહેલ ધર્મરૂપ રનના અર્થી જીવોના ગુણરૂપ વૈભવને ધાન્યાદિ રૂપે કલ્પીને બતાવતા ગ્રંથકાર કહે છે :
ગાથાર્થ–અક્ષુદ્રતા વગેરે દશગુણો ધાન્યાદિ સમાન અને માધ્યસ્થ વગેરે અગિયારગુણો વસ્ત્રાદિ સમાન જાણવા. આ પ્રમાણે એકવીસગુણના યોગથી ધાર્મિકજીવનો ગુણવૈભવ વિચારવો.
ટીકાર્થ-અક્ષુદ્રતા, રૂપ, સૌમ્યાકૃતિ, જનપ્રિયત્વ, અક્રૂરતા, નિર્ભયતા, અશઠતા, દાક્ષિણ્ય, લજા અને દયા આ દશ ગુણો ધાન્યાદિ સમાન છે. માધ્યસ્થ, સૌમ્યદૃષ્ટિ, ગુણાનુરાગ, સત્કથા, સુપયુક્તતા, દીર્ધદષ્ટિ, વિશેષજ્ઞત્વ, વૃદ્ધાનુગામિત્વ, વિનય, કૃતજ્ઞતા, પરહિતાર્થકરણ અને લબ્ધલક્ષતા આ અગિયારગુણો વસ્ત્રાદિ સમાન છે. આ રીતે એકવીસ ગુણના સંબંધથી ધાર્મિક જીવનો ગુણવૈભવ વિચારવો.
જેવી રીતે પહેલાં કબના નિર્વાહનું કારણ એવી ધાન્ય વગેરે મુખ્ય નિર્વાહક વસ્તુની પ્રાપ્તિ થયે છતે અને પછી વસ્ત્રાદિની પ્રાપ્તિ થયે છતે રત્નનો વેપાર કરનાર વેપારી ઈષ્ટની નિશ્ચિત સિદ્ધિ થવાના કારણે સંપૂર્ણ કલ્યાણનો ભાગી થાય છે. તેવી રીતે પહેલાં અક્ષુદ્રતા વગેરે ગુણોના યોગથી અને પછી માધ્યચ્યાદિ ગુણોના યોગથી, એ રીતે પરિપૂર્ણ એકવીશગુણોનો યોગરૂપ વૈભવથી શુદ્ધધર્મરૂપ રત્નની પ્રાપ્તિને યોગ્ય થાય છે. (૯૧૫)
ननु यदि पूर्वोक्तकविंशतिगुणविभवयोगेन धर्मरलाधिकारिणो निरूप्यन्ते, तत् किमेका- . दिगुणहीना अनधिकारिण एवेत्याशङ्क्याह
पायद्धगुणविहीणा, एएसिं मज्झिमा मुणेयव्वा । एत्तो परेण हीणा, दरिद्दपाया मुणेयव्वा ॥९१६॥
પનાર્થેન'a vમતૈિomર્વિહીના બિન “તેષાં' ગુખાન મથ્થા મધ્યમ', પમધ્યમા' નવચાશ “યા' જ્ઞાતવ્યા: ‘ફતો' વિમા ત્રિવત્ “ ના તકિયા?' पूर्वोक्तगुणाधानापेक्षया निर्धना मुणितव्याः, न ते शुद्धधर्मरत्नयोग्या इत्यर्थः ॥९१६॥
જો પૂર્વોક્ત એકવીસ ગુણોરૂપ વૈભવના યોગથી જીવો ધર્મરૂપ રનના અધિકારી થાય છે એવું નિરૂપણ કરવામાં આવે છે તો શું એક વગેરે ગુણથી હીન જીવો અનધિકારી જ છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે