________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૧૫
પરમાર્થથી જાણે છે તે સર્વજ્ઞ સત્પુરુષોને માન્ય છે. (૧) તે સુંદર અને પ્રશસ્ત સાડા ત્રણ કળાઓથી યુક્ત છે. તેની સાડા ચાર કળાઓ ક્ષીણ થયેલી છે. તે સર્વ પુરુષાર્થોથી વિરામ પામેલ છે, અર્થાત્ હવે તેને કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. અષ્ટ પ્રાતિહાર્ય આદિ બાહ્ય લક્ષ્મીથી અને અનંતજ્ઞાનાદિથી આંતર લક્ષ્મીથી યુક્ત છે. મનુષ્યો, સુરો અને અસુરોથી પૂજાયેલ છે. (૨) અન્વર્થના સંબંધથી તે મહાદેવ, અર્હન્ અને બુદ્ધ એવા સત્ય અને પ્રશસ્ત નામોથી સ્તુતિ કરાય છે. (૩)”
સિદ્ધનું ધ્યાન
આનાથી બીજું ધ્યાન સિદ્ધ સ્વરૂપનું કરવું જોઇએ. કહ્યું છે કે–(૧) અનંતજ્ઞાનદર્શનથી યુક્ત, સમ્યક્ત્વ વગેરે ગુણોથી યુક્ત, અનંતભવમાં જે શરીરધારણ કર્યું હતું અને અંતે છોડ્યું હતું તે શરીરના આકારને ધારણ કરનારા, (૨) આકારસહિત, આકારરહિત, રૂપથી રહિત, જરાથી રહિત, મૃત્યુથી મુક્ત, સ્વચ્છસ્ફટિકમાં પ્રતિબિંબિત થયેલા જિનબિંબ જેવા, લોકના અગ્રભાગ રૂપ શિખર ઉપર આરૂઢ થયેલા, સુખરૂપ સંપત્તિને ધારણ કરનારા, સર્વ પ્રકારના દુઃખથી રહિત અને મલિનતાથી રહિત (=નિર્મલ) એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. (૩) જેવી રીતે સ્વચ્છ અભ્રકના ઘરમાં રહેલા દીપકનું દર્શન ઘરની બહાર રહેલા માણસોને પણ થાય છે. તેમ આ બીજા પણ ધ્યેયના ધ્યાનનો અભ્યાસ કરવાથી પરમાત્માનાં દર્શન થાય છે. (૮૯૩)
પછી ગુરુએ તેને કહ્યુંઃ શૈવ સાધુઓએ વિદ્યા, મંત્ર, તંત્ર અને આત્મરક્ષા વગેરે જે કંઈ કહ્યું છે તે બધું તત્ત્વહીન છે. એક તરફ ગુરુએ શૈવ સાધુએ કહેલું બધું તત્ત્વહીન છે એમ કહ્યું અને બીજી તરફ એને પણ એ બધું તત્ત્વહીન જણાયું. આથી તે દ્વિધામાં પડી કે પૂર્વે મેં પ્રમાણ તરીકે જે ધ્યાનમાર્ગ સ્વીકાર્યો હતો તે તત્ત્વહીન થયો. તે પ્રમાણે આ (આચાર્યશ્રીએ કહેલો) ધ્યાનમાર્ગ પણ ભવિષ્યમાં તત્ત્વહીન કેમ ન થાય? એવી શંકા થઇ. પછી ગુરુના બીજાઓમાં ન હોય તેવા જ્ઞાન, ક્રિયા અને ઉપશમ વગેરે ગુણોને જોતી તે જાતે જ દૃઢશ્રદ્ધાવાળી બની. પછી તેણે વિચાર્યું કે આ ગુરુ સત્ય છે. પછી તેણે ફરી ગુરુને પૂછ્યું: હે ભગવન્! તત્ત્વ શું છે? ગુરુએ કહ્યુંઃ ધ્યાન, અધ્યયન, દેવપૂજાદિ અને સાધુદાન વગે૨ે જે અનુષ્ઠાન જ્યારે ક૨વાનું ઉચિત હોય તે અનુષ્ઠાન ત્યારે કરવું એ તત્ત્વ છે. (૮૯૪)
ઔચિત્ય વિના આ જ અનુષ્ઠાન કરવું એ છાત્રરત્નપરીક્ષાતુલ્ય છે, અને ઉચિત કાર્યનું
૧. ભગવાનનાં કર્મો પ્રશસ્ત હોવાથી કળાઓ સુંદર છે.
૨. અન્વર્થ એટલે અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળો શબ્દ.