________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૧૭ ता सुद्धधम्मदेसण, परिणमणमणुव्वयाइगहणं च ।
.. इय णाणी कल्लाणं, सव्वेसिं पायसो कुणति ॥८९८॥ તે પ્રમાણે દાંતને વિચારતા ગ્રંથકાર નવ ગાથાઓને કહે છે
ગાથાર્થ-ટીકાર્ય–કોઈક રાજાની પત્ની મોહની મલિનતા સહજપણે અલ્પ થવાથી “વૃદ્ધસ્થા, મરણ, દરિદ્રતા અને વ્યાધિઓ દૂર રહો, કેવળ વારંવાર જન્મ પામવો એ જ ધીરપુરુષોને લજ્જા ઉત્પન્ન કરે છે એમ હું માનું છું.” ઈત્યાદિ વચનો સાંભળવાથી સંસારથી નિર્વેદ પામી. તેથી સંસારરૂપ કેદખાનામાંથી નીકળવાના ઉપાયોને શોધતી તેણે ક્યાંકથી “ધ્યાનથી મોક્ષ થાય” એમ સાંભળ્યું. તેથી તે ધ્યાનના અતિશય આગ્રહથી યુક્ત બની. કોઇવાર તેણે કોઈક શૈવ સાધુને પૂછ્યું કે-ધ્યાનમાર્ગ કેવો છે? અર્થાત્ ધ્યાન કેવી રીતે કરવું? તેણે આ પ્રમાણે કહ્યું: ચાર દલવાળા નાભિકમલની અંદર ત્રણ ચક્ષુવાળા, કાશ નામના પુષ્પના જેવા શરીરવાળા, અર્ધચંદ્રથી શોભી રહેલા મસ્તકવાળા, ત્રીજા નેત્રમાંથી પ્રવૃત્ત થયેલી અગ્નિ જ્વાલાઓથી સઘળા દિશા મંડલોને ઉજ્જવલ કરનારા, દેહના અર્ધાભાગમાં પ્રાણપ્રિય પાર્વતીને ધારણ કરનારા મહાદેવનું ધ્યાન કરવું. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે–સદ્યોજાત દેવની સંક્ષેપથી સિદ્ધિ, ઋદ્ધિ, ધૃતિ, લક્ષ્મી મેધા, ક્ષાન્તિ, સ્વધા અને સ્થિતિ એ આઠ કલા કહી છે. સદ્યોજાત દેવની પશ્ચિમદલમાં પૂજા કરવી. રયલ્સ, રક્ષા, રતિ, પાલ્યા, કામ્યા, કૃષ્ણા, રતિ, ક્રિયા, વૃદ્ધિ, કાલ રાત્રિ, બ્રામણી અને મોહની એ તેર કલા વામદેવની કહી છે. વામદેવને ઉત્તર દલમાં પૂજે. ત્યાર બાદ મોહ, મદ, નિદ્રા, માયા, મૃત્યુ, ભય અને જરા એ સાત સંક્ષેપથી અઘોરની કલા કહી છે. દક્ષિણ તરફના દલમાં અઘોરને પૂજે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા અને શાંતિ એ ચાર તપુરુષની કલા કહી છે. પૂર્વના દલમાં તત્પરુષને પૂજે. તારા, સુતારા, તરણી, તારયંતી અને સુતારણી એ પાંચ ઈશાન દેવની કલા છે. પ્રયત્નપૂર્વક મહાદેવના ચંદ્રની પૂજા કરે. કર્ણિકાના મધ્યમાં ઈશાન મહાદેવની પૂજા કરે. આડત્રીસ કલાઓ અને પાંચ તત્ત્વોથી યુક્ત મંદિરને જે જાણતો નથી તે શિવને જાણતો નથી. શૈવસાધુએ રાણીને આ પ્રમાણે સમજાવ્યું એટલે નિરંતર જ તેનું મન મહાદેવમાં રહેવા લાગ્યું. (૮૯૦).
એકવાર તેને છઠ્ઠ-અક્રમ વગેરે તપથી કાયાને ક્રશ કરી નાખનારા કોઈ જૈન મુનિનાં દર્શન થયાં. પછી તેણે બહુમાન પૂર્વક તે મુનિની સેવા શરૂ કરી. તેણે મુનિને ધ્યાન કેવું હોય એમ પૂછ્યું. અગીતાર્થ હોવાથી મુનિએ કહ્યું: ભિક્ષા આદિના સમયે દંડને અમે હાથમાં રાખીએ છીએ. અને ઈર્યાપથિકા પ્રતિક્રમણ આદિના સમયે દંડને આગળ કરીને
૧. સોગાત, વામદેવ, મોર, તપુરુષ અને ફ્રાન એ પાંચ મહાદેવની (વિવિધ આકારની) મૂર્તિઓ છે.