________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૧૧
પ્રવૃત્તિ કરે. આ રીતે માનસિક પરિણામ પ્રમાણે અનુકૂલ પ્રવૃત્તિ રૂપ જે નીતિ એ નીતિથી ભવ્યજીવોને માર્ગમાં જોડે છે. નીતિઓના ચારે પ્રકાર છે. તેમાં અહીં સામનીતિ સમજવી. કારણ કે કાર્યની સિદ્ધિમાં સામનીતિ જ મુખ્ય છે. કહ્યું છે કે—જો કે સાધ્યને સિદ્ધ કરવામાં ચાર ઉપાયો પ્રસિદ્ધ છે. તો પણ ત્રણનું માત્ર સંશા એ જ ફળ છે, અર્થાત્ ત્રણ ઉપાયો માત્ર સંજ્ઞાથી=નામથી ઉપાયો છે, કાર્યની સિદ્ધિ તો સામનીતિમાં રહેલી છે.” તથા “બળતો દાવાનલ અતિતીક્ષ્ણ હોવા છતાં (વૃક્ષનાં) મૂળોનું રક્ષણ કરે છે, અર્થાત્ મૂળોને બાળી શકતો નથી. વાયુ કે જે મૃદુ અને શીતલ છે તે મૂલસહિત વૃક્ષને ઉખેડે છે.”
માર્ગમાં જોડે છે–સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં જોડે છે.
બીજાધાન—(બીજાધાન એટલે બીજોનું સ્થાપન-આરોપણ. અહીં બીજ શબ્દથી જેનાથી ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવાં ધર્મબીજો સમજવા.) ધર્મપ્રશંસા વગેરે (ધર્મ)બીજો છે. જે જીવો શિષ્ટ ગૃહસ્થોના આચારોને પાળવામાં તત્પર હોય તે જીવો બીજાધાનને (ધર્મબીજોનું આરોપણ કરવા માટે) યોગ્ય છે. કુલપરંપરાથી આવેલ, અનિંદ્ય, વૈભવ વગેરે પ્રમાણે અને ન્યાયપૂર્વક ધનપ્રાપ્તિ માટે વ્યવહાર કરવો.” (ધર્મબિંદુ ૧/૩) વગેરે શિષ્ટ ગૃહસ્થના આચારો છે. (૮૮૮)
अत्र दृष्टान्तमाह
सुव्वइ निवस्स पत्ती, झाणग्गहसंगया विणीयति । मुच्छिमगकण्णदुब्बलणिवो य तह पुव्वसूरीहिं ॥८८९ ॥
‘બ્રૂયતે' નિશમ્યતે પ્રવને નૃપસ્ય ‘પાર્થિવસ્ય' ચિત્ ‘પત્ની’ માર્યાં ધ્યાનં
૧. આ વિગત જેને સમજાય તેને જ ગુરુના અનુવર્તના ગુણનું મહત્ત્વ સમજાય. શિષ્યને દીક્ષા આપવાને લાયક ગુરુના અનેક ગુણો જણાવ્યા છે. તેમાં એક ગુણ છે અનુવર્તના. ગુરુ અનુવર્તક હોવા જોઇએ. અનુવર્તક એટલે ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જીવોને પણ સવિશેષ ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનાર. અનુવર્તક ગુરુ શિષ્યોની પ્રકૃતિને અનુકૂલ થઇને પ્રેમથી તેમના દોષોને સુધારે અને તેમનામાં ગુણોનું આરોપણ કરે. તેવી રીતે સંસારી જીવને પણ ધર્મ પમાડવો હોય તો તેને અનુકૂળ થઇને ધર્મ પમાડવો એ વધારે સરળ માર્ગ છે.
૨. સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર રાજનીતિ છે. તેમાં સામ એટલે શાંતિથી સમજાવટ કરીને કાર્ય સિદ્ધ કરવું. દામ એટલે ધન વગેરે આપીને કાર્ય સિદ્ધ કરવું. દંડ વસુલ કરીને કે દંડ ભરીને કાર્યસિદ્ધ કરવું તે દંડનીતિ છે. ફાટફૂટ કરીને કે એક બીજાને લડાવી મારીને કાર્ય સિદ્ધ કરવું તે ભેદ નીતિ છે.