________________
૪૧૦
ઉપદેશપદ : ભાગ-૨ કાર્યોની સાથે વિરોધ ન આવે તે રીતે ઇચ્છિત કાર્યને સાધે. જેમકે તપ એવો ન કરે કે જેથી બીજા મહાત્માઓને અગવડ થાય, અથવા પારણે દોષિત આહાર લેવો પડે. ગૃહસ્થ પૂજા તે રીતે ન કરે કે જેથી જિનવાણીનું શ્રવણ ન થાય. સાધર્મિક વાત્સલ્ય એ રીતે ન કરે કે જેથી અભક્ષ્મભક્ષણ વગેરે થાય. જે ધર્મ બીજા ધર્મને બાધ કરે(=હરકત પહોંચાડે) તે વાસ્તવિક ધર્મ જ નથી. આથી જ) અન્યધર્મોને બાધ કરતો ધર્મ ધર્મના સ્વરૂપને પામતો નથી. કહ્યું છે કે-“જે ધર્મ (અન્ય) ધર્મને બાધ કરે છે તે ધર્મ પુરુષોને માન્ય નથી. જે ધર્મ અન્યધર્મની સાથે અવિરોધી છે તેને ધર્મ કહ્યો છે.”
તથા “શાસ્ત્રો ભણેલા હોવાના કારણે જેઓ પરિપક્વ શાસ્ત્રબોધવાળા છે તે પુરુષોની જાતે સેવા કરવી. કારણકે સર્પની જેમ ધર્મની ગતિ સૂક્ષ્મ અને કષ્ટથી અનુસરી શકાય તેવી છે, અર્થાત્ ધર્મનો બોધ કઠીન છે.” (૮૮૭)
मग्गे य जोयइ तहा, केई भावाणुवत्तणणएण । बीजाहाणं पायं, तदुचियाणं कुणइ एसो ॥८८८॥
'मार्गे' च सम्यग्दर्शनादिके निर्वाणपथे योजयति, तथेति समुच्चये, कांश्चिद्भव्यसत्त्वान् 'भावानुवर्तननयेन' मृदुः खरो मध्यमो वा यः शिक्षणीयस्य प्राणिनो भावो मनःपरिणामस्तस्यानुवर्तनमेव नयो नीतिः सामलक्षणभावेनेयमेव च प्रधाना नीतिः कार्यसिद्धौ । यथोक्तम्-"यद्यप्युपायाश्चत्वारः, प्रथिताः साध्यसाधने । સંજ્ઞાનાન્ન પન્ન તેષાં, સિદ્ધિ સાનિ પ્રતિષ્ઠિત પર ” તથા “ગતિતીપિ दावाग्निर्दहन् मूलानि रक्षति । समूलमुन्मूलयति, वायुर्यो मृदुशीतलः ॥२॥" तथा, 'बीजाधानं' धर्मप्रशंसादिकं प्रायश्च बाहुल्येनैव तदुचितानां' 'कुलक्रमागतमनिन्धं विभवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानम्' इत्यादिशिष्टगृहस्थाचारपरतया बीजाधानयोग्यानां करोत्येष ज्ञानी ॥८८८॥
ગાથાર્થ-જ્ઞાની ભાવાનુવર્તનરૂપ નીતિથી કેટલાક ભવ્યજીવોને માર્ગમાં જોડે છે અને બીજાધાનને યોગ્ય જીવોમાં પ્રાયઃ બીજાધાન કરે છે.
ટીકાર્ય–ભાવાનુવર્તન રૂપ નીતિથી–ભાવ એટલે મનનો પરિણામ. વિવિધ જીવોને આશ્રયીને માનસિક પરિણામના મૃદુ-મધ્યમ-તીવ્ર એમ ત્રણ ભેદ છે. જે જીવને ધર્મશિક્ષા આપવાની હોય તે જીવનો આ ત્રણમાંથી જેવો માનસિક પરિણામ હોય જ્ઞાની તે માનસિક પરિણામ પ્રમાણે અનુવર્તન કરે, એટલે કે માનસિક પરિણામ પ્રમાણે અનુકૂલ
૧. સર્પ વક્રગતિવાળો હોય છે આથી અહીં સર્પની જેમ તેમ કહ્યું છે.