________________
૪૦૮
ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ–વૃક્ષાદિ શબ્દથી ઉત્તરધર્મની આકાંક્ષાવાળી સામાન્ય જ બુદ્ધિ થાય છે. જેવી રીતે હિંસાદિ શબ્દથી.
ટીકાર્થ–પહેલાં માણસ વૃક્ષ શબ્દ સાંભળે છે ત્યારે તેને વૃક્ષ એવો સામાન્ય બોધ થાય છે. પણ લીમડાનું વૃક્ષ ઈત્યાદિ વિશેષથી બોધ થતો નથી. તેથી જ તે બોધ વૃક્ષના મૂલ, કંદ અને સ્કંદ વગેરે ઉત્તર(ઋવિશેષ) ધર્મોની અથવા જાંબુ, લીમડો વગેરે વિશેષ ધર્મોની અપેક્ષા-આકાંક્ષા રાખે છે. અર્થાત્ વૃક્ષ એવો બોધ થયા પછી આ વૃક્ષ જાંબુનું છે કે લીમડાનું છે? ઇત્યાદિ વિશેષને જાણવાની અપેક્ષા-આકાંક્ષા ઊભી રહે છે. તે રીતે ઘટ શબ્દ સાંભળે તો તાંબાનો ઘટ, ચાંદીનો ઘટ કે સુવર્ણનો ઘટ? એમ વિશેષને જાણવાની આકાંક્ષા ઊભી રહે છે. પદાર્થ વગેરે ક્રમથી બોધ થયા પછી આકાંક્ષા ઊભી ન રહે.
તેથી પરમાર્થથી આ પ્રાપ્ત થયું કે, જેવી રીતે “સર્વજીવોની હિંસા ન કરવી ઇત્યાદિ શબ્દો પદાર્થ-વાક્યાર્થ આદિ પ્રકારથી આકાંક્ષા રહિત પોતાના અર્થને જણાવનારા થાય છે તેવી રીતે વૃક્ષ વગેરે શબ્દો પણ પદાર્થ, વાક્યાર્થ અને મહાવાક્યાર્થથી ઔદંપર્યનો વિષય બની ગયા પછી શ્રોતાને પરિપૂર્ણ બોધ કરાવે છે. તે આ પ્રમાણે-દૂર રહેલા શાખાદિવાળા પદાર્થને જોઈને કોઈક માણસ કોઇકને કહે કે આગળ વૃક્ષ છે. સાંભળનારને સંભળાયેલો જ શબ્દાર્થ પદાર્થ છે, અર્થાત્ સાંભળનારે જે શબ્દાર્થ સાંભળ્યો તે જ તેના માટે પદાર્થ છે. પછી આ વૃક્ષ આંબાનું વૃક્ષ છે કે લીમડાનું વૃક્ષ છે? એવી ચાલના રૂપ વાક્યર્થ છે. ત્યાર બાદ વિશેષ પ્રકારના આકારના નિરીક્ષણથી આ આંબાનું જ વૃક્ષ છે અથવા આ લીમડાનું જ વૃક્ષ છે એવો નિશ્ચિતબોધ મહાવાક્યર્થ છે. આગ્ર આદિના અર્થીએ આ પ્રમાણે જ નિર્ણય કરવા પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ એવું દંપર્ય છે. (૮૮૫)
उपसंहरनाहकयमेत्थ पसंगेणं, इमिणा विहिणा निओगओ णाणं । आणाजोगोवि इहं, एसोच्चिय होइ णायव्वो ॥८८६॥
' પર્યાપ્તમ વ્યાધ્યવિધિથને ‘પ્રન વિસ્તા, ‘મન’ મનીપ્રમजनादिना विधिना 'नियोगतो' नियमेन ज्ञानमागमश्रवणप्रवृत्तस्य श्रोतुः सम्पद्यते । आज्ञायोगोऽपि सम्यग्ज्ञानसाध्येऽत्र व्याख्याने एष एवोक्ताचारपरिपालनारूपो भवति ज्ञातव्यः ॥८८६॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–