________________
૩૮૫
ઉપદેશપદ : ભાગ-૨ स्त्रीपशुपालभामहादि भारवहादि) रूपेभ्य एकान्तत एव सत्यवादितया सम्भाव्यमानेभ्यस्तं पुरुषं मार्गपृच्छायोग्यं ज्ञात्वा ततस्तदनन्तरं युज्यते गमनम् । किमर्थमित्याह-'इष्टफलार्थं' इहेष्टं फलं निरुपद्रवमार्गपरिज्ञानं 'निमित्तेन' मनःपवनशकुनादिनाऽनुकूलेनेति ॥८६३॥
તે પુરુષે પરિવ્રાજક આદિનો વેષ ધારણ કર્યો હોય તો પણ માર્ગ પૂછવા માટે તેની પાસે જવાનું તેને ઉચિત લાગતું નથી. કારણકે મુસાફરને વિશ્વાસમાં લેવા માટે શત્રુએ પણ તેવો વેષ પહેર્યો હોય એવી સંભાવના થઈ શકે છે. - તો પછી શું કરવું જોઇએ એવા પ્રશ્નના જવાબમાં ગ્રંથકાર કહે છે કે–એકાંતે જ સાચુ બોલનારા છે એવી સંભાવના જેમના માટે કરી શકાય તેવા, બાલ, વૃદ્ધ કે મધ્યમવયવાળા, સ્ત્રી, પશુપાલ કે ભારને વહન કરનારા વગેરેની પાસેથી દૂરથી દેખાતો તે પુરુષ માર્ગ પૂછવા યોગ્ય છે. તેમ જાણીને પછી ઉપદ્રવથી રહિત માર્ગના જ્ઞાન માટે જવું યોગ્ય છે. તેમાં પણ મનની પ્રસન્નતા હોય, પવન અને શુકન વગેરે અનુકૂળ હોય, ઈત્યાદિ અનુકૂળ નિમિત્ત મળે ત્યારે જવું યોગ્ય છે. (૮૬૩)
इत्थं प्रतिवस्तूपमारूपं दृष्टान्तमभिधाय दार्टान्तिके योजयतिएवं तु पयत्थाई, जोएज्जा एत्थ तंतणीईए । अइदंपजं एयं, अहिगारी पुच्छियव्वोत्ति ॥८६४॥
‘एवं' त्वनन्तरोक्तनीत्यैव ‘पदार्थादीन्' पदवाक्यमहावाक्यार्थान् ‘योजयेद्' दाान्तिकतया घटयेत् 'अत्र' प्रस्तुते व्याख्यानविधौ। कथमित्याह-'तन्त्रनीत्या' श्रुतानुसारेण। तथा ह्यत्र दर्शनतुल्यः पदार्थो न तस्मादिष्टानिष्टयोः प्राप्तिपरिहारौ स्यातां, शत्रोरपि तत्रानिवृत्तेः, शत्रुवेषभेददर्शनतुल्यो वाक्यार्थो, न तस्मादपीष्टसिद्धयादिभावः, पूर्वोक्तादेव हेतोः, बालाबलादिभ्यस्तदवगमतुल्यस्तु महावाक्यार्थः, सिद्धयति चास्माजिज्ञासितोऽर्थः । ऐदम्पर्यं तु साक्षादाह-ऐदम्पर्यमेतद् यथा एवं शुद्धोऽधिकारी पन्थानं प्रष्टव्यो नान्यः । इतिः प्राग्वत् ॥८६४॥
આ પ્રમાણે સમાન વસ્તુની ઉપમા રૂપ દાંતને કહીને તેની દષ્ટાંતિકમાં યોજના કરે છે
ગાથાર્થ–પ્રસ્તુત વ્યાખ્યાન વિધિમાં હમણાં કહ્યું તે પ્રમાણે જ પદાર્થ આદિની શ્રુતાનુસાર દાન્તિકપણે ઘટના કરવી. ઔદમ્પર્ય આ છે કે અધિકારી માર્ગ પૂછવા યોગ્ય છે.
ટીકાર્ય–અહીં રાષ્ટ્રતિકપણે ઘટના આ પ્રમાણે છે-દૂરથી પુરુષના દર્શન થવા સમાન પદાર્થ છે. તેનાથી ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી અને અનિષ્ટ દૂર થતું નથી. કારણ કે ત્યાં