________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૦૩ तस्य सोऽर्थमार्गः श्रुतं, नतु चिन्ताभावनाज्ञानरूपम्। यस्तु स्वबोध एवाभिनिविष्टो गीतार्थप्रज्ञाप्यमानोऽपि न सम्यग्मार्गार्थं प्रतिपद्यते तस्य तन्मिथ्याज्ञानमेव । एवमन्यसूत्रेष्वपि भावना कार्येति ॥८८२॥
હવે ઉક્ત ઉપદેશનું ઉલ્લંઘન કરવામાં દોષને બતાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-અન્યથા કોઈ એક ગમને આશ્રયીને દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી અભિનિવેશથી રહિતને શ્રુતજ્ઞાન થાય અને અભિનિવેશથી યુક્તને મિથ્યાજ્ઞાન થાય.
ટીકાર્થઅન્યથાયોક્ત પદાર્થોદવિભાગનું ઉલ્લંઘન કરીને વ્યાખ્યાન કરવામાં
કોઈ એક ગમને આશ્રયીને=ગમ એટલે અર્થનો માર્ગ, અર્થાત્ સૂત્રનો અર્થ કરવાની રીતિઓ. દરેક સૂત્રના અનંત અર્થમાર્ગો સંભવે છે. કહ્યું છે કે-“સર્વ નદીઓની જેટલી રેતી થાય, અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય, તેનાથી અનંતગુણા અર્થો એક સૂત્રના થાય.” આમાંથી શંકા-સમાધાનથી રહિત એવા કોઈ એક અર્થમાર્ગને આશ્રયીને.
દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી–પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જે જણાય તે દૃષ્ટ કહેવાય. શાસ્ત્રમાં જેનો ઉપદેશ કરાયો હોય તે અર્થને ઇષ્ટ કહેવામાં આવે છે. દૃષ્ટ અને ઈષ્ટનો વિરોધ થાય, અર્થાત્ દષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ આવે તેવું જે જ્ઞાન તે દિષ્ટ-ઇષ્ટ વિરોધજ્ઞાન, તેના અભાવથી એટલે દૃષ્ટ-ઇષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી.
દૃષ્ટ-ઈષ્ટ વિરોધજ્ઞાનના અભાવથી એ વાક્યનો તાત્પર્યાર્થ એ થયો કે દૃષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ ન આવે તેવા બોધથી.
અભિનિવેશથી રહિતને=અભિનિવેશ એટલે આગ્રહ. આ વસ્તુ આ પ્રમાણે જ છે એવા આગ્રહથી રહિતને.
અભિનિવેશથી રહિત જીવને દૃષ્ટ અને ઈષ્ટની સાથે વિરોધ ન આવે તે રીતે આગમનો જે અર્થ સમજાય તે અર્થ શ્રુતજ્ઞાનરૂપ છે. આ અર્થ ચિંતાજ્ઞાનરૂપ અને ભાવનાજ્ઞાનરૂપ નથી.
અહીં જ્ઞાનના શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન એમ ત્રણ પ્રકાર છે. શ્રુતજ્ઞાન વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે
શ્રુતજ્ઞાન-ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો