________________
૪૦૪
ઉપદેશપદ : ભાગ-૨ મળે તો તેમાંથી ફળ-પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનરૂપ ફળ-પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિરૂપ) લાભ થતો નથી.
| ચિંતાજ્ઞાન–સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી ચિંતાવિચારણા કરવાથી થતું મહાવાક્ષાર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે. અર્થાત્ જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે.
ભાવનાજ્ઞાન–મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું (=રહસ્યનું) જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત હોવા છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્યજીવ કર્મરૂપ મલથી મલિન હોવા છતાં શેષ (શ્રુતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાનપૂર્વક જ કરવામાં આવે તો જલદી મોક્ષ પ્રાપ્તિ થાય છે.
અભિનિવેશથી યુક્તને મિથ્યાજ્ઞાન થાય—અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–કોઈ જીવ સ્થાનાંગના અને માયા (આત્મા એક જ છે) એવા પ્રથમ સૂત્રના શ્રવણથી આત્માદ્વૈતવાદનો સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે–“એક જ ભૂતાત્મા (=શરીરમાં રહેલો આત્મા) પ્રત્યેક શરીરમાં રહેલો છે. તે એક જ આત્મા જલમાં ચંદ્રની જેમ એક રૂપે અને અનેક રૂપે દેખાય છે.” પણ આ સૂત્ર સંગ્રહ નામના એક જ નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયું છે એવા અભિપ્રાયને તે જાણતો નથી. તથા આ (=આત્માદ્વૈતવાદ) મતમાં અનેક આત્માઓ પ્રત્યક્ષથી દેખાય રહ્યા હોવાથી દષ્ટની સાથે અને શાસ્ત્રમાં સંસાર-મોક્ષનો વિભાગ બતાવ્યો હોવાથી ઈષ્ટની સાથે આવતા વિરોધને તે જોતો નથી. તે જીવને તેવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો ન હોવાથી એક આત્માની સત્તા રૂપ જ એક અર્થમાર્ગનો આશ્રય લે છે. આ રીતે એક અર્થમાર્ગનો આશ્રય લેનાર જીવ જો સ્વભાવથી આગ્રહથી રહિત હોય તો તેનો તે અર્થમાર્ગ શ્રુતજ્ઞાન રૂપ છે, પણ ચિંતાજ્ઞાનરૂપ અને ભાવનાજ્ઞાનરૂપ નથી. જે જીવને પોતાને જે બોધ થયો હોય તેમાં જ આગ્રહવાળો હોય અને એથી ગીતાર્થના સમજાવવા છતાં સમ્યમાર્ગથી થતા અર્થને ન સ્વીકારે તેનું તે જ્ઞાન મિથ્યાજ્ઞાન=મિથ્યાશ્રુત જ છે. (૮૮૨)
आह-एवं प्रतिनियतसूत्रोद्देशेन लोके पदार्थादयो रूढास्तत्कथमित्थमेतत्प्रज्ञापना क्रियते? सत्यम्