________________
૪૦૫
ઉપદેશપદ : ભાગ-૨
लोउत्तरा उ एए, एत्थ पयत्थादओ मुणेयव्वा ।। अत्थपदणाउ जम्हा, एत्थ पयं होइ सिद्धति ॥८८३॥ 'लोकोत्तरास्तु' जैनेन्द्रशासनानुसारिणः पुनरेतेऽनन्तरोक्ताः 'न हिंस्याद् भूतानि' इत्येवंलक्षणा 'अत्र' प्रकृते पदार्थादयो मुणितव्याः । ननु 'न हिंस्याद् सर्वभूतानि' इति वाक्यमेते एव, क्रियाधिष्ठितपदसमुदायात्मकत्वात्, अतः कथमेतदोघार्थः पदार्थो भवतीति? उच्यते-'अर्थपदनात्' अर्थस्य सामान्यरूपस्य अचालिताप्रत्यवस्थापितस्य पदनात् गमनात् प्रत्यायनादित्यर्थः, यस्मादत्र प्रथमे पदं भवति सिद्धं प्रतिष्ठितं इत्यस्माद्धेतोरोघार्थः, पदार्थ एव । एवं वाक्यार्थादयोऽपि सद्भूतविशिष्टतरविशिष्टतमार्थपदनादेव स्वं स्वरूपं लभन्ते, न पुनर्बहुबहुतरपदसमूहमयत्वेन फल्गुरूपतयाऽर्थविशेषं कञ्चनापादयन्तो लौकिकशास्त्रेष्विवेति ॥८८३॥
પ્રશ્ન–આ પ્રમાણે પ્રતિનિયત સૂત્રને લક્ષમાં રાખીને લોકમાં પદાર્થો વગેરે રૂઢ છે (અમુક સૂત્રના અમુક પદાર્થાદિ છે એમ નિશ્ચિત થઈ ગયેલ છે) તો પછી આ પ્રમાણે આ પ્રરૂપણા શા માટે કરવામાં આવે છે?
ઉત્તર–તમારું કથન સાચું છે.
ગાથાર્થ–પ્રસ્તુતમાં હિંયા સર્વભૂતન ઈત્યાદિ સૂત્રોને આશ્રયીને હમણાં જ કહેલા પદાર્થ વગેરે જિનશાસનને અનુસરનારા જાણવા (લૌકિક નહિ). અર્થને જણાવવાના કારણે અહીં પહેલાં પદ રહેલું છે.
ટીકાર્બન ફ્રેિંચાત સર્વભૂતાનિ એવું વાક્ય છે, કારણ કે પદાર્થો જ ક્રિયાના આશ્રયવાળા પદસમુદાય રૂપ છે. (ક્રિયાના આશ્રયવાળા પદ સમુદાયને વાક્ય કહેવામાં આવે છે.) આથી વાક્યનો ઓઘ(=સામાન્ય) અર્થ પદાર્થ કેવી રીતે કહેવાય? (અહીં પ્રશ્નકારનો આશય એ છે કે વાક્યના ઓઘ અર્થને વાક્યર્થ કહેવો જોઈએ તેના બદલે પદાર્થ કેમ કહેવામાં આવે છે?) આ પ્રશ્નનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધમાં આપવામાં આવ્યો છે. તે આ પ્રમાણે–પદ એટલે પદન. પદન એટલે જણાવવું. કોને જણાવવું? અર્થને જણાવવું. (અર્થપના=) શંકા-સમાધાન રહિત સામાન્ય અર્થને જણાવવાના કારણે અહીં પહેલાં પદ રહેલું છે. (જો પદ જ ન હોય તો અર્થ કેવી રીતે જણાય? અર્થાત્ ન જણાય. આથી પહેલાં પદ અને પછી વાક્ય.) પહેલાં પદ રહેલું હોવાના કારણે વાક્યનો ઓઘ અર્થ પદાર્થ જ છે.
એ પ્રમાણે વાક્યર્થ વગેરે પણ સદ્ભૂત એવા અધિક વિશિષ્ટતર અને વિશિષ્ટતમ અર્થને જણાવવાના કારણે જ પોતાના સ્વરૂપને પામે છે.